🔱આદિમાનવનાં શસ્ત્રો ! 🎯
માણસ હંમેશા કુતુહલતા અને સર્જનાત્મકતા ધરાવતો હોય છે. બાલ્યાવસ્થામાં તો આ બંને વેવ
ખૂબ જ કંપિત હોય છે. કંઈક નવું જાણવાનું અને નવું નવું સર્જવાનું કામ સોંપીએ તો તે માટે તેઓ ખુબ ઉત્સાહી હોય છે. માટે જ તેને લઇ આપેલું રમકડું કેટલું મોઘું છે તેના કરતાં પણ તે કેવી રીતે
કામ કરે છે તે જાણવામાં રસ હોય છે. અને આ કુતુહલતા નવી સર્જનાત્મકતા પેદા કરે છે.
પરિણામે થોડી જ વારમાં રમકડું એ રમકડું ન રહેતાં સંશોધનનું સાધન બની જાય છે. અને
આપણો ડાયલોગ હોય છે, કે આના હાથે કોઈ રમકડું એક દિવસ પણ ન ચાલે ! હવે વિચારો કે આટલી કુતુહલતા અને આટલી જીજ્ઞાસા લઈને વર્ગખંડમાંમાં
પ્રવેશેલા બાળકને વર્ગખંડમાં ફક્ત સાંભળવું , ફક્ત વાંચવું ફક્ત
જોવું ફક્ત લખવું કે ફક્ત બોલવું થી આગળ વધીને એવું બધું કરવું નો ભાવ હોય છે.
માટે જ ધોરણ પહેલામાં બે બિલાડી વાળી વાર્તા સાંભળી પછી જો તેને વાંદરો કે બિલાડી
બનવા ન દો કે ત્રાજવાંથી રોટલા ને તોલવા ન દઈએ તો તે બધું જ બાળકને મન નિરર્થક છે.
બાળક હંમેશાં પ્રવૃત્તિઓ વડે જ ધ્યાન મગ્ન રહી શકે છે પછી તે વર્ગખંડ હોય કે
કેમ્પસ ! આપણું શીખવેલું અથવા કહીએ કે આપણું સમજાયેલું બાળકને ચીર સ્થાયી રાખવું
હોય તો તેને તેવું અથવા તો તેવી પ્રવૃત્તિઓ સાથે જોડવો પડશે. પાઠ્યપુસ્તક કે ગ્રીનબોર્ડ માંથી
વાંચેલું કે શિક્ષકને મુખે સાંભળેલું, આ બધા કરતાં પણ પોતે પ્રવૃત્તિ ધ્વારા
અનુભવેલું બાળક જીવન પર્યત યાદ રાખે છે. જ્યારે જ્યારે વર્ગખંડમાં કોઈ ઘટના બને ત્યારે બાળકને મજા પડી જતી હોય છે અને તે તેને જીવનભર યાદ પણ રહે છે. સાથે સાથે તે દિવસે કયો એકમ ચાલતો હતો, શું શીખવાડતા હતા અથવા તો તે દિવસનું ગ્રીન બોર્ડમાં લખેલું પણ તેને યાદ હોય છે . શૈક્ષણિક કાર્ય ની વચ્ચે આનંદ આપે તેવી અને વિષયને અનુરૂપ એવી પ્રવૃત્તિ બાળકોને આપવામાં આવે તો મજા પડી જાય. બાળકોએ ઉત્સાહપૂર્વક પરંતુ કંઈક કરી બતાવવા માટે પણ કામે લાગી જાય. આમાં બાળકોને નહી મજા આવે – [જો કે તેમાં જ બાળકોને સૌથી મજા આવતી હોય છે ] આ વસ્તુઓ બાળક ક્યાંથી લાવશે ? કેવી રીતે કરી કરશે ? આવા પ્રશ્નો સાથે જ્યાંથી આપણો અંત થતો
હોય છે, ત્યાંથી જ બાળકોની સર્જનાત્મકતા ઉત્સુકતા અને એનર્જી શરુ થતી હોય છે. માટે ફક્ત અને ફક્ત ટોક અને ચોક, પાઠ્યપુસ્તક અને નોટબુક અને સ્માર્ટ બોર્ડ , વર્ગખંડ અને બેન્ચીસ થી અલગ પણ એક દુનિયા છે જેમાં બાળકને વિષયને અનુરૂપ પ્રવૃત્તિ
ઉભી કરી દિવસમાં એકવાર તો લઈ જવાં જોઈએ. સામાજિક વિજ્ઞાનમાં આદિમાનવ વિશે ટોક –ચોક થી જાણવામાં બાળકોને બહુ રસ-રુચિ ના હોય તે સ્વભાવિક છે. કારણ આદિમાનવ વિશેની વાતો તેમનું જીવન બાળક માટે ફક્ત અને ફક્ત કલ્પનાઓ છે. અગ્નિ વડે આદિમાનવ પોતાનું રક્ષણ કરતા એ અત્યારના બાળકો માટે અકલ્પનીય છે અને આ સંકલ્પનાઓ ને સાંકળવા માટે તે સમયે જીવવા માટે નવા સંશોધનોમાં વળે કામ કરવું એટલે કેટલુ મુશ્કેલ તે પણ બાળક વિચારી શકે અથવા તો કહીએ તો અનુભવી શકે તે માટેનું એક પ્રયત્ન કોઈ પ્રવૃત્તિ વડે કરવો જરૂરી હતો.
માટે શિક્ષકે ગૃહકાર્ય આપ્યું આદિમાનવ ના હથિયારો બનાવવાનું ! બાળકોએ સામાજિક વિજ્ઞાન ની સાથે સાથે વિજ્ઞાનને પણ જાણ્યું કે આદીમાનવ થી આજદિન સુધી વિજ્ઞાને કેટલી પ્રગતિ કરી છે અને આપણું જીવન કેટલું સરળ બનાવ્યું છે અને આ જ તો છે સામાજિક વિજ્ઞાન સાથે વિજ્ઞાન કે જે આપણા જીવનને સરળ બનાવે છે. બાળકોએ પણ આદિમાનવ બની જે કર્યું એ આ રહ્યું તમારી સામે !
VIDEO 📺
હવે તમે જ કહો બાળકો આ જિંદગીભર ભૂલી શકશે આ એકમ ને ?
No comments:
Post a Comment