આમ તો અમારી શાળા મીનામંચ કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે ડિસેમ્બર માસમાં નાતાલ ની ઉજવણી કરતી, પરંતુ શિક્ષકમિત્રો પાસે પણ સિમિત માહિતીને કારણે ઉજવણી પણ સિમિત રહેતી. પરંતુ આ વર્ષેધોરણ-૮ માટે વિદ્યાસહાયકમિત્રોની નવી નિમણુંકમાં ખ્રિસ્તી ધર્મ પાળનાર સ્વપ્નીલભાઈના આવવાથી અમારી શાળાના બાળકોને નાતાલની ઉજવણીમાં બહુ જ મોટો લાભ થયો.અમારા મિત્રએ બાળકોને ખ્રિસ્તી ધર્મથી અમને તો માહિતગાર કર્યા પણ સાથે-સાથે બાળકોને પણ ખ્રિસ્તી ધર્મના લોકો નાતાલનો તહેવાર શા માટે ઉજવે છે તેની વિગત અને કેવી રીતે ઉજવે છે તેનો અનુભવ સાથેના આનંદનો પણ અહેસાસ કરાવ્યો. સુરેન્દ્ર જ્યારે બાળકોની વચ્ચે સાંતાક્લોઝ બનીને આવ્યો ત્યારે તો બાળકોના આંનદનો પાર ન રહ્યો. સાંતાક્લોઝને બાળકો બહુ જ પ્રિય છે અને નાતાલના દિવસે સાંતાક્લોઝ બાળકોને ભેટ-સોગાદ આપી ખૂશ કરે છે..તેમજ કોઈ નિરાશ કે રડતાં બાળકોને ખૂશ કરવા માટે સાંતાક્લોઝ હંમેશા માતાની જેમ તત્પર હોય છે.....આવી બધી સાંતાક્લોઝ વિશેની વાતો સાંભળી કેટલાક બાળકોમાં ગણગણાટ થયો,પછીથી બાળકો સાથે ચર્ચા કરતાં ખબર પડી કે બાળકોના ગણગણાટમાં ‘મૂંછાળી મા’નો એટલે કે "ગિજુભાઈ બધેકા” નો ઉલ્લેખ થયો હતો...ત્યારે અમારા મનમાં પણ પ્રશ્ન થયો કે....
શું બાળકોને પ્રેમ કરવાની બાબતમાં સાંતાક્લોઝને ‘મૂંછાળી મા’ અથવા તો ‘મૂંછાળી મા’ને આપણે સાંતાક્લોઝ સાથે સરખાવી શકીએ..???
આવા પ્રશ્નની ગડમથલ સાથે-સાથે ચાલો,અમારી શાળાએ ઉજવેલ નાતાલના પર્વને માણીએ.......
ખ્રિસ્તી ધર્મ અને તેના મુખ્ય તહેવાર નાતાલ વિશે બાળકોને સમજ આપતા શિક્ષક્શ્રી
હું છું સાંતાક્લોઝ, હું.....
નાતાલ પર્વના ચિહ્ન "ક્રિસમસ ટ્રી"ની ઓળખ
બાળકો મને પ્રિય છે...બાળકોની વચ્ચે અમારા નાના santa
સાંતાક્લોઝની સાથે ડાન્સ કરતા અમારા શિક્ષકશ્રી...
બાળકોના મોં પર આનંદ લાવવાનો સચોટ ઉપાય એટલે ચોકલેટ..
મોટેરાઓને પણ અમારા આ નાના સાંતાક્લોઝે ખૂશ-ખૂશ કરી દીધા..
બાળકોને ચોકલેટ આપતા શિક્ષકશ્રી |
કેક વિના તો....નાતાલની ઉજવણી અધૂરી જ ગણાય..
સાંતાક્લોઝની સાથે ડાન્સ અને મસ્તી કરતાં બાળકો....
ખૂશ-ખૂશાલ પ્રાથમિક શાળા - એવું કહી શકાય ખરૂ હોં...
શાળાનું christmas tree |
શાળામાં બાળકો અને શિક્ષકમિત્રોએ મળી શણગારેલ શાળાનું એક દ્રશ્ય
નવા વર્ષની શુભકામનાઓ સાથે
અમારા શાળા પરિવાર તરફથી આપ સૌને
Happy new year-2012
7 comments:
સૌ વીદ્યાર્થીઓ તેમજ શીક્ષકમીત્રોને વર્ષ 2012ની હાર્દીક શુભેચ્છાઓ...
-- ગોવીન્દ મારુ
http://govindmaru.wordpress.com/
E. mail: govindmaru@yahoo.co.in
"મસ્તી ની પાઠશાળા " ના મસ્તી ના વિદ્યાર્થી ઓ માટે એક સરસ કવિતા .....ભૂલ ચૂક હોય તો માફ કરજો...
"મસ્તી ની પાઠશાળા મારી ,મૂકી ગયી જુના સાલ ની પ્રવૃત્તિ મારી ,
આવ્યો એક નવો સુરજ નવા સાલનો ,પ્રકાશ લઈ આવ્યો છે "શાન્તાક્લોસ" મારો,
નવી પ્રવૃત્તિ ...નવા વિચારો...નવી રમતો .....
કેળવીને થઈશું સરસ....
બસ આ છે સિદ્ધાંત અમારો ....
કઈ ને કઈ નવું કરવાનો આવ્યો છે વારો "મારો".....
દરેક વિદ્યાર્થી તથા શાળા ના સ્ટાફ ને નવા વર્ષ ની હાર્દિક શુભકામનાઓ સાથે....
હેપ્પી ન્યુ યેર .....
સુપ્રભાતમ..સૌ પ્રથમ તો શાળાપરિવારને નવાવર્ષ નિમિત્તે મારી હાર્દિક ખૂબખૂબ વધાઈઓ અને શુભ કામનાઓ..બધાફોટા જોઈને એમ લાગ્યું કે હું પણ આપ સૌની સાથે જ ઉજવણીના ભાગરૂપે રહી છું. શાળા અને બાળકો જ એકબીજાનો પર્યાય છે.
શિક્ષક તો મધ્યસ્થી છે એવું જરૂર પ્રતિત આજે..આવતીકાલે અને હંમેશા થયા કરે એવી અભ્યર્થના..અસ્તુ..આ સંદેશ બાળકો સમક્ષ વાંચશો તો વધુ ખુશી થશે. અસ્તુ ઉષા પટેલ..
Congratulation for ur christmas celebration with students,MY BEST WISHES TO YOU AND YOUR SCHOOL STAFF....
JOHN PARMAR..
ASST. TEACHER,
PANCHVATI(KARAMSAD)ANAND DIST.
aap sau shixak mitro temaj nana bulakao ne amari school & mara vati Happy New Year.
Merry Christmas
gujrat ma me kyay atli sundar school nathi joi.
shikshak mitro ne dil thi vandan.
Post a Comment