December 24, 2011

આપણા બાળકો સાહસિક કેવી રીતે બનશે ????

તો પછી તમે જ કહોને............... 

આપણા બાળકો સાહસિક કેવી રીતે બનશે ????

     ક્યારે ક્યારે નાના-નાના બાળકોને નાની-નાની  રમતમાં ખૂબ જ મજા આવતી હોય છે અને આવી રમતો બાળક વર્ગખંડમાં નહી પણ બહાર મેદાનમાં અને ખાસ તો વર્ગશિક્ષકની ગેરહાજરીમાં જ રમતો હોય છે,તેનું કારણ પણ એ જ કે આપણા તરફથી મળતી વણ જોઈતી સૂચનાઓ રૂપી અત્યાચાર તે સહન કરવા માગતો નથી હોતો અને પરિણામે તે આવી પ્રવૃત્તિઓ માટે શિક્ષકની ગેરહાજરીવાળો સમય અને સ્થાન પસંદ કરે છે,આવી નાની રમતોમાં બાળકોને મળતા આનંદ સામે આંખ આડા કાન કરી આપણે તેમાંના જોખમી પાસનું ગાણું શરૂ કરી દઈએ છીએ..અને "અરે... જો વાગશે તો ...અરે આમ કરતાં-કરતાં પડીશ તો?? જેવા ડાયલોગો વડે આપણે બાળકોને તે રમતના આનંદથી અને આપણી ફરજ રૂપી કામથી અગળા થઇ જઈએ છીએ અને પાછા બાળકોની કાળજી રાખ્યાનો આનંદ માણીએ છીએ,પણ આપણે તે સમયે તે બાળકની રમતના આનંદ માણવાની ભૂખને નથી સમજી શકતા કે નથી તે સંતોષવા માટેનો અન્ય કોઈ ઉપાય કરતા ! જયારે તે જ બાળકોને વર્ગખંડમાં આપણે સાહસિક વાર્તાઓ સંભળાવી સાહસિક બનવાની મફતમાં સલાહ અને ઉપદેશ પણ આપીએ છીએ..અમે એમ પણ નથી કહેતા કે બાળકોને જોખમી રમતો રમવા દેવી જોઈએ, પરંતુ આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે જેનાથી તેવી રમતોમાંના જોખમોની શક્યતાઓ ઓછી થાય. જેમ કે જો તમને જે દિવસે તમે બાળકોને કોઈ એવા બહાદૂરની વાર્તાઓ અથવા એકમ શીખવશો જેમાં આવતું હશે કે તે બહાદુર ઝાડ પરથી છલાંગ મારી તે ડાકુઓ પર તૂટી પડ્યો....! હવે આ તો બાળ-માનસ. વર્ગખંડની બહાર નીકળતાં જ તે પણ બહાદુર બનશે અને અનુકરણ પણ કરશે જ ! અને તે સમયે જો આપણે શાળામાં એક ઝાડ નીચે મોટો રેતી ભરેલો લાંબો પહોળા ખાડાવાળું એવું સ્થાન એવું બનાવેલું હોય કે જ્યાં જોખમની નહીવત જ શક્યતા હોય અથવા તો આપણી હાજરીમાં જ એવી કોઈ રમત રમાડીશું કે જેનાથી બાળકનો બહાદુરી બતાવવા માટેનો આવેશને ન્યાય મળે અને સાથે સાથે બહાદુરીના ગુણોનો પણ વિકાસ થાય..........................................................................................................








1 comment:

Dipak Valand said...

nice experiment...purpose for using games (means ur experiment) in the classroom are clearly defined is both learning theory N sucessful teaching practise.Although students frequently perceive a game as means of play or diversion....આખરે તમારા વિદ્યાર્થી ઓ એવું પૂછશે જ સાહેબ તે દિવસ જેવી રમત રમાડો ને ....આનાથી વધુ શું જોઈએ ...