January 24, 2011

ઉઠો,જાગો અને........

શું આપણે આપણા શિક્ષક તરીકેના જીવનકાળ દરમ્યાન ઓછામાંઓછા ફક્ત એક બાળકનું  "નરેન્દ્ર" જેવું વ્યક્તિત્વ ઘડતર ન કરી શકીએ???
 
 "સ્વામીવિવેકાનંદ જયંતિ" ના દિવસે અમારી શાળાના શિક્ષક મિત્રોનું કામ પ્રવૃત્તિ દરમ્યાન માર્ગદર્શક તરીકેનું હતું પણ તેઓ પોતે જ બાળક બની પ્રવૃત્તિમાં એવા લાગી ગયા કે અમારા ચંદુભાઈએ તો રંગીન પ્લાસ્ટિક માટીમાંથી આબેહુબ “સ્વામીજી” જ બનાવી દીધા.
                                ૧૨મી જાન્યુઆરી એટલે કે  “સ્વામીવિવેકાનંદજયંતિ”. હવે શાળામાં ૧૨મી જાન્યુઆરીનો દિવસ જો “સ્વામીવિવેકાનંદજી”ને યાદ કર્યા વિના જ પસાર થાય અથવા તો યાદ કર્યા પછી પણ બાળકોને આનંદ મળે તેવી પ્રવૃત્તિ અને તે પ્રવૃત્તિ સાથે-સાથે બાળકો સ્વામીજીના જીવન વિશે માહિતીગાર ન થાય તો-તો ખૂબ જ દુખદાયક વાત કહેવાય!
જીવનમાં આવતા પડકારો સમયે હિંમત ના હરાય તેવું જીવન ધડતર અને બાળકોમાં હિંમત-વિવેક-સાહસયુક્તનું જીવન ચણતર માટે સ્વામીજીના જીવનની દરેક ઘટના એક માઈલ-સ્ટોનનું કામ કરે છે.
દરેક કૌશલ્યમાં અગ્રેસર એવા આપણા સ્વામીજીને આપણે તેમની તીક્ષ્ણ યાદશક્તિ અને છટાદાર વક્તુત્વ માટે વધારે યાદ કરીએ છીએ. અને જો તેમની જન્મ-જયંતિના દિવસે  શાળામાં બાળકોની  યાદશક્તિનો વિકાસ કરતી અથવા તો બાળકોની વક્તુત્વ શક્તિ વધારતી કોઈ પ્રવૃત્તિ વિના જ  ફક્ત તેમને યાદ કરીને જ દિવસ આખો પસાર થઇ જાય તો...તો..આપણે આપણી શાળાના બાળકોની સાથે-સાથે  આપણા સ્વામીજી સાથે પણ અન્યાય કર્યો કહેવાય.
અમે અમારી શાળાના બાળકોને તે દિવસે પૂરેપૂરી વિષય સ્વતંત્રતા આપી કે “ચાહો તો સ્વામીજી વિષે બોલો-લખો-વાંચો-દોરો અને છેલ્લે સ્વામીજી વિશે ચર્ચા તો ખરી જ !"   
"સ્વામીજી" વિશે વક્તુત્વ.........
"બાળપણમાં નરેન્દ્ર તમારા જેવા જ હતા......"ચર્ચા કરતા શિક્ષકશ્રી.
આ ઉજવણી પછી અમારું રસપ્રદ અવલોકન એ છે કે અમારા ધોરણ ૧ થી ૪ ના બાળકો એમને "નરેન્દ્ર" તરીકે અને મોટા બાળકો "વિવેકાનંદ" તરીકે ઓળખે છે!

1 comment:

સ્મિત said...

jo gujrat ni darek sala aaj rite kam kare ane karta rahe to jarur ek divas gujrat nu name visv ma suvarn aksare nondhay jase... jeni saruaat aape karidithi 6e....Best Of Luck
---Ravi Paghdal (TYBCA)
VNSGU surat
BCA college Sabargam