$ignus ના સભ્યશ્રી વિરેન દુબે ઉર્ફે “દાદાજી” [પ્રજ્ઞા પ્રવૃત્તિલક્ષી જ્ઞાન] "પ્રજ્ઞા" વર્ગની મુલાકાતે.....
ક્યારેક ક્યારેક અમને એમ થતું કે આપણે રોજના આટલા કલાક બાળકો સાથે વિતાવતા હોવા છતાં આપણે બાળકોના ગમો-અણગમો, રસ-રૂચી, વ્યક્તિત્વ વગેરે વિશેની વિગતથી પૂરેપૂરા વાકેફ થઇ શકતા નથી, તો બાળકો માટે શિક્ષણના સ્ત્રોતો ઘડનાર આપણા શિક્ષણ-શાસ્ત્રીઓ આપણા કરતાં ઘણોખરો ઓછો સમય બાળકો સાથે વિતાવતા હોવા છતાં તેઓ બાળકોની આ બધી બાબતોને જાણી અને તે માટેના શૈક્ષણિક સ્ત્રોતો કેવી રીતે ઉભા કરતા હશે? મારા આ પ્રશ્નનો જવાબ અમને મળ્યો અમારી શાળામાં “પ્રજ્ઞા” વર્ગના રીસર્ચ માટે આવેલ ignus ના સભ્યશ્રી વિરેન દુબે ઉર્ફે “દાદાજી”ની મુલાકાત પદ્ધતિ જોયા પછી!! દાદાજી ૩૦૦કી.મી.થી પણ વધુ દૂરથી અને પાછી ગુજરાતી ઓછી સમજી શકતા [અને બાળકો હિન્દી ન-બરાબર સમજી શકતા] હોવા છતાં દાદાજીને બાળકો સાથે ભળતાં પાંચ મિનિટ લાગી હતી, તમે પણ ફોટોગ્રાફ્સમાં જોઈ શકશો કે બાળકો દાદાજીની સાથે આંખમાં આંખ મિલાવી કેવા આત્મવિશ્વાસથી વાતચીત કરે છે અને આવો આત્મવિશ્વાસ બાળકમાં ઉભો કરવા માટે લાગણીયુક્ત પ્રયુક્તિથી ઓછું કંઈ જ ન ખપે. અને તે લાગણીયુક્ત પ્રયુક્તિ સાથેની મુલાકાત અમે પહેલીવાર જોઈ. ચાલો,તમે પણ અમારી શાળામાં, દાદાજીની સાથે-સાથે અને કેમેરાની આંખે-આંખે !!!!!
 |
"માટી માંથી ઘર બનાવી પર્યાવરણની સમજ કેળવતા બાળકો" - પ્રજ્ઞા શિક્ષણ |
 |
અલ્યા ! બાળકો ,તમે કેવી રીતે કાર્ડ શોધો છો? |
 |
કેવી રીતે શિક્ષક કામ કરે છે? |
 |
બાળકો શું તમે જાતે શીખો છો? |
 |
કયુ કાર્ડ શીખી રહ્યો છે, બેટા ? |
 |
પ્રજ્ઞા શિક્ષણમાં તમારો શું રોલ છે? |
 |
"બાળકની સાથે બાળકની જેમ" -ધર્મેશભાઈ[ધમાલ] |
 |
પ્રજ્ઞાપદ્ધતિની સમજ મેળવતા સાહેબશ્રી |
 |
શિક્ષણ કાર્યની નોંધ |
 |
કેવી છે ગ્રામજનોની જીવનશૈલી ? |
 |
ગામની માહિતી લેતાં-લેતાં ગામમાં જ જમણ |
 |
કેવું શીખ્યા "પ્રજ્ઞા"વડે? બાળકો દ્વારા ફીડબેક |
 |
તમારૂ શું કહેવું છે? વાલી મુલાકાત... |
 |
બાળકોના પોર્ટફોલિયોનું નિરીક્ષણ... |
 |
કોર ટીમના સભ્યશ્રી- સુચિતભાઈ બાળકો સાથે ... |
 |
તમારી શાળાના પ્રજ્ઞા-શિક્ષક તરીકે તમારો શું અભિપ્રાય છે?........ |
શ્રી વિરેન દુબે ઉર્ફે “દાદાજી”ને કેવી લાગી અમારી શાળા ??..આવો વાંચીએ તેમની જ કલમે ...
[૧ ] [ ૨] [ ૩ ]
No comments:
Post a Comment