April 30, 2010

એક કાવ્ય જે આપણે ભણ્યા હતા....

પાછલા તે પહોરની ઊડી ગઈ નિંદરા,
સરવે ઊંઘે ને અમે જાગતાં જી રે;
ઓશીકાં ઉપર બે ઓઢાડી ધાબળા,
ચૂપચાપ ભાઈબહેન ભાગતાં જી રે.

બિલ્લીપગે તે અમે ઉઘાડ્યા આગળા,
બાપુ ને બા તે શું જાણતાં જી રે !
હાથમાં તે હાથ લેઈ ભાગ્યાં ઉતાવળાં,
ખુલ્લી હવાની મોજ માણતાં જી રે.

ટાઢો તે હિમ જેવો વાય વહાલો વાયરો,
ધોળાં તે ધોળાં અજવાળિયાં જી રે;
ખેતર ને કોતરને ચાલ્યાં વટાવતાં;
ખૂંદી વળ્યાં તે આંબાવાડિયાં જી રે.

રૂપા તે રંગની રેતી વેરાયલી
પાસે વહે છે વહેણ વાંકડું જી રે;
છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું,
શાનું ગોઠે ઘર સાંકડું જી રે ?

ઊડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી,
આજ એને ઊડી જતી ખાળવી જી રે;
છેડો ઝાલીને એનો જાવું આકાશમાં,
જોવું છે કોણ એનો સાળવી જી રે !

ખોબો ભરીને વીણી શંખલાં ને છીપલાં,
આખાયે વાદળમાં વેરવાં જી રે;
ઊંચે તે આભથી લાવીને તારલા,
ધરતીને ખોળે ખંખેરવા જી રે.

સોનેરી કોરની લાવીને વાદળી,
ચંદરવા ચાર કોર બાંધશું જી રે;
એની તે હેઠ અમે રહેશું બે ભાઈબહેન,
ભાવતી રસોઈ રોજ રાંધશું જી રે.

વધુ વાચવા માટે....

http://nvndsr.blogspot.com/2009/04/lets-feel-proud.html


સૌને જય ગુજરાત!!!!!

April 11, 2010

શાળાથી સમાજ બનાવીશું!- સહકાર જોઈએ છે!


શાળાથી..સમાજ.......અને.....સમાજથી રાષ્ટ્ર..........



નવા નદીસર ગામ...પંચમહાલ જીલ્લાના મુખ્યામથક ગોધરાથી ૩૦ કિલોમીટર અંદર...નદીસર ગામનું એક નાનકડું મુવાડું(વસાહત).. આ ગામમાં રહેતું દરેક કુટુંબ અહીનું નથી તે બધા જુદા જુદા ગમાંમોમાંથી આવીને વસ્યા...વસતા ગયા..વસતા રહે છે...ગામનો આકાર મળતો જાય છે પણ..અહી કમાવું તે એક અચોક્કસ ગેમ્બલ છે..છુટક મજુરી/કડીયાકામ/થોડાક વ્યક્તિઓની ખેતી(જેઓ નદીસરના વતની છે).
વાતાવરણ એવું બનેલું રહે કે જ્યાં અને જયારે કઈ કામ ના હોય ત્યારે શાળા!
વાલીઓ અશિક્ષિત્ અને નબળી આર્થિક પરિસ્થિતિ..બંનેના કારણે બાળકોને શાળાએ મોકલવા કરતાય વ્યવસાયમાં મદદ કે પછી ઘરે તેની રમવાની ઉંમરે તેના નાના ભાઈ બહેનને રમાડવાની જવાબદારી..
તો મિત્રો, અમારી સૌની અડધી શક્તિ તો વિદ્યાર્થીઓને શાળા સાથે સંધાન કરી આપવામાં જ જાય છે..
તેમાંય ભરવાડ કોમના વિદ્યાર્થીઓ જયારે ડેરા દૂર જતા રહે ત્યારે...
ગામના કુટુંબના સભ્યો સાથે વિદ્યાર્થીઓ ય રાતો રાત અન્ય સાથે કામ ધંધે જતા રહે ત્યારે..(ક્યાં છે? પડોશી ને ખબર ના હોય!)
ખેતીની સીઝન...આ બધા વખતે અમે શાળાને અમારા ૫૦૦% મુકીએ તો જ હરીભરી રાખી શકીએ છીએ...અંતે એમ પણ થાય કે આનો કોઈ ઉકેલ ખરો?
સરકાર મફત અને ફરજીયાત શિક્ષણનો કાયદો લાવે પણ...છેવાડાની સામાજિકતાનું શું? એને તો અમારે જ બદલાવી પડશે ને...[આમેય સામા પવને જવાની આદત થઇ ગઈ છે..]તમને નવાઈ લાગશે પણ એ સત્ય છે કે અમારી શાળામાં કમ્પુટર નથી, કેટલીક વાતો સરકારી કાનથી નથી સાંભળી શકાતી ને!! અમારા બાળકોનો જે કિલ્લોલ જે તમે જોઈ શકો છો તે પોતે કે તેમના માતા-પિતા ક્યારેય જોઈ શક્યા નથી! તોય અમારી જીદથી અને આપના સૌના આશીર્વાદથી આ બ્લોગ અને વિદ્યાર્થીઓનું નાગરિક ઘડતર ચાલે છે..ચાલશે!
 તમને થશે કે આ વાતો અહી કેમ?
તો...અહી અમારી સૌથી મોટી સમસ્યાઓ મૂકી છે...તમે તેના માટે ઉપાય/મદદ આપી શકો છો?
બાકી...અમારું લક્ષ્ય ફરથી..યાદ કરી લઉં...
  સમૃદ્ધ શાળાથી સમૃદ્ધ ગામ અને સમૃદ્ધ ગામથી સમૃદ્ધ ગુજરાત- સમૃદ્ધ રાષ્ટ્ર!


વધુ વિગતો..માટે..

http://nvndsr.blogspot.com/2009/09/blog-post_20.html


તા.ક. શાળામાં હવે  કોમ્પ્યુટર લેબ ઉપલબ્ધ છે..... બાકીની સમસ્યાઓ સાથે સંઘર્ષ યથાવત !

March 09, 2010

Thank you sparrow!


શાળામાં બાળકોને અનુરૂપ વાતાવરણ બનાવવું પહેલાં અમને મુશ્કેલ લાગતું અને સાચું કહું તો કેટલીક વાર તો કંટાળાજનક પણ !
    કેમ કે આપણા માટે શાળાના બધા બાળકો એ સમૂહ છે, પણ દરેક બાળક્ને પોત-પોતાના ગમતા વાતાવરણની જરૂર હોય છે. કેટલાક બાળકો એવા હોય છે કે તેમને રમતોમાં વધારે રસ હોય છે, રમતો રમવા મળે છે માટે તેઓ શાળામાં આવે છે અને શૈક્ષણિક અભ્યાસક્રમને સહન કરે છે, તો કેટલાક બાળકોને ફક્ત ભણવામાં જ રસ હોય છે, તો કેટલાક બાળકોને સ્પર્ધાઓમાં, તો કેટલાક બાળકોને ચિત્ર કે સંગીતમાં, તો કેટલાકને બાગકામની કે મેદાનમાંની સામુહિક પ્રવ્રુત્તિમાં રસ હોય છે, અને તે બાળક પણ શાળામાં આવા પોતાને અનૂકૂળ વાતાવરણની શોધમાં હોય છે,જો તેને પોતાને અનૂકૂળ વાતાવરણ ન મળે તો ધીમે-ધીમે તેઓ પોતાને ન ગમતા પર્યાવરણમાં[શાળામાં] આવવાનું ટાળે છે, અને આપણે પણ શાળા રૂપી જમીનને સુધારવાને બદલે બાળક રૂપી છોડ ઉપર “અનિયમિત”, “સતત ગેરહાજર” અને પછી “ડ્રોપ આઉટ” જેવા લેબલ લગાવી છોડને જડમૂળમાંથી ઉખાડી નાખીએ છીએ. હવે તમે જ કહો કે આવા કારણોને કારણે શાળાથી વિમૂખ થયેલ બાળકને “ડ્રોપ આઉટ” ગણવું કે “પુશ આઉટ[push-out] “.
આપણે જો આપણી[શિક્ષકોની] જ વાત કરીએ તો? આપણે શાળામાં શા માટે જઇએ છીએ? તે માટેના દરેક શિક્ષકોના અલગ –અલગ કારણો હોઇ શકે છે, જેમ કે આકર્ષક પગાર ધોરણ અથવા તો શૈક્ષણિક કામગીરી કરવાનો શોખ કે પછી બાળકો પ્રત્યેનો લગાવ વગેરે....વગેરે....! હવે ધારો કે તમને શૈક્ષણિક કામગીરી કરવામાં વધારે રસ છે અને તેના જ માટે જ તમે શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી છે પરંતું તમારી શાળામાં  તમારી પાસે બિનશૈક્ષણિક કામગીરી  જ કરાવવામાં આવે તો ?[હવે તમે જ વિચારો આ ઉદાહરણમાં આપણે “ડ્રોપ આઉટ” ગણાઇ એ કે “પુશ આઉટ[push-out] “].  આકર્ષક પગાર ધોરણને કારણે તમે શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી હોય અને કોઇ કારણસર તે પ્રમાણેનું પગારધોરણ વહીવટીતંત્ર ન આપે તો ?
‘બાળકોનું પણ આવું જ હોય છે, “શાળમાં ગમતું ન મળે તો ગેરહાજર’.
 શાળામાં દરેક બાળક્ને ગમતું વાતાવરણ ઉભું કરવું મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી,
તે માટેની પ્રેરણા અમને અમે બનાવેલા આ ચકલીઓ અને તેમના માળાએ આપી.જો અમે ચકલીઓને તેમને પોતાને શાળામાં ગમતી જગ્યાએ માળો બનાવવા દઇએ તો અમારા વર્ગખંડના શૈક્ષણિક કામમાં ખલેલ પડતી અને જો સ્વચ્છતા અને શૈક્ષણિક કાર્યમાં દખલના નામે માળો ન બનાવવા દઇએ તો ચકલીઓ........... “ડ્રોપ આઉટ”.
  આ બંને માંથી એક પણ નુકશાન અમને પોસાય તેમ ન હતું. ન તો ખલેલયુક્ત શિક્ષણ કાર્ય, ન તો ચકલીઓનું ડ્રોપઆઉટીંગ.તે માટે અમે નક્કી કર્યુ કે ચકલીને માળો બનાવવા માટેનું પર્યાવરણ વર્ગખંડની બહાર જ ઉભું કરીએ. અને આ વિચારો અને બાળમેળાનો અમે સમન્વય કર્યો. બાળમેળાની પ્રવ્રુત્તિ દરમ્યાન ચકલીના માળા બનાવ્યા અને વર્ગખંડની બહાર વર્ગકાર્ય અને ચકલીને અનૂકૂળતા મુજબ ટીંગાવ્યા.અમારી ધારણા કરતાં પણ વહેલા સમયે ચકલીઓએ અમને સહકાર આપી ઇશારો કર્યો કે જો તમે આ રીતે અમને અનૂકૂળ વાતાવરણ બનાવી આપશો તો અમે કદી ડ્રોપ આઉટ નહી થઇએ.
   માટે જ અમે દરેક બાળકને અનૂકૂળ પર્યાવરણ ઉભું કરવા માટે તેમજ બાળકોની રસ-રૂચિ  મુજબની પ્રવ્રુત્તિ કરાવવી અને તેઓનો અન્ય પ્રવ્રુત્તિમાં રસ કેળવવા માટે અમે અમારી તમામ શક્તિ કામે લગાડી દીધી છે.




ચકલી  ઘર બનાવતા પહેલા...
 


ચકલી ઘર બનાવ્યા પછી!

  
ચાલો બનાવીએ એક એવી જગ્યા જ્યાં વિદ્યાર્થી અને શિક્ષકો માટે આનંદમય વાતાવરણ હોય...બંનેમાંથી કોઈ પુશ આઉટ ના થાય!
આ વિચારની ભેટ આપવા બદલ.....Thank you Sparrow!

March 08, 2010

સ્વર્ણિમ ગુજરાત- The 50 Golden years of My State!


ઉત્સવ એટલે મોજ મજાનો દિવસ અને રમતોત્સવ એટલે શારિરીક કસરત સાથેની મોજ-મજા.
તમને ખબર છે તમે જ્યારે બાળકોને કહો છો કે આપણી શાળામાં ફલાણી તારીખે રમતોત્સવ છે, ત્યારથી જ બાળકને તેનું પોતાનું મગજ તેની પોતાની પ્રિય રમતમાં વિજેતા બનાવવાની કાર્યવાહી શરૂ કરી દે છે.પરંતું પ્રેક્ટિસ અને માર્ગદર્શનના અભાવે તે બાળક પોતાની પ્રિય રમતમાં સારો દેખાવ કરી શકતો નથી,
કેમ ખબર છે?,
મોટાભાગની શાળાઓમાં રમતોત્સવની જાહેરાત રમતોત્સવના આગલા દિવસે જ અને તે પણ બાળકોને ઘરે જવાના સમયે કરવામાં આવે છે, જ્યાં જાહેરાત વહેલી[બે કે ચાર દિવસ]  કરવામાં આવે છે ત્યાં આ રીતે કહેવામાં આવે છે કે  “રમતોત્સવમાં “ગોળા-ફેંક”ની રમત પણ છે. કોણ-કોણ ભાગ લેશે?”
 હવે તે બાળકોને તેના વિષય શિક્ષકશ્રીએ શાળામાં ચાલુ વર્ષે ગોળા-ફેંકની રમત ક્યારે રમાડી અથવા તો પ્રેક્ટિસ કરાવી હશે તેનો તો અંદાજ પણ મેળવવો મુશ્કેલ છે. [ઘણી જગ્યાએ તો બાળકોને ગોળા-ફેંકના ગોળાના સ્પર્શનો  અનુભવ ગયા વર્ષના રમતોત્સવમાં થયો હશે અને કેટલીક જગ્યાએ તો બાળકોને મન ગોળાફેંકનો ગોળો..... ગોળ...... કે....... ચોરસ....]
   ટૂંકમાં કહીએ તો કોઇ પણ કારણસર આપણે બાળકોને રમતોત્સવ પૂર્વેના સમયમાં રમતોની પ્રેક્ટિસ કરાવવામાં કરકસર ચોક્કસ કરીએ છીએ,અને સરવાળે તેનું ઉપલી કક્ષાના રમતોત્સવથી વંચિત રહેવાનું નુકશાન બાળકોએ વગર વાંકે ભોગવવું પડે છે. રમતોત્સવ આપણા માટે સામાન્ય દિવસની જેમ હોય છે પણ બાળકો માટે તો તે પોતાની તાકાત બતાવી દેવાનો સુવર્ણ અવસર હોય છે. બાળક તે અવસર આપણી પ્રેક્ટિસ કરાવવાની આળસને કારણે ગુમાવી બેસે છે.
તમે જોશો તો તમે તમારી શાળામાં બધા જ પ્રકારનું દૈનિક –માસીક કે વાર્ષિક આયોજન કર્યુ હશે પણ કઇ ઋતુમાં કેવી-કેવી રમતો રમાડીશું તેનું આયોજન અથવા તો આ રીતના આયોજનનો વિચાર પણ કર્યો છે ખરો? જો કે આ બાબતમાં તો અમે પણ હજુ પરફેક્ટ નથી, પણ જેવા “વાર્ષિક રમતાયોજન” માં પરફેક્ટ થઇશું આપની સામે સ્ક્રીન પર હોઇશું ,
 ત્યાં સુધી આમારી શાળાએ “સ્વર્ણિમ ગુજરાત” કાર્યક્રમ અંતર્ગત રમેલ [ઉજવેલ] રમતોની તથા વિવિધ સ્પર્ધાઓની એક ઝલક..............

 વકૃત્વ સ્પર્ધા 
વેસ્ટમાંથી બેસ્ટ 
 


રંગોળી હરીફાઈ
  રંગોળી નિહાળતા કેળવણી નિરિક્ષકશ્રી આર.કે.પરમાર 
 રંગોળી નિહાળતા શ્રી ચૌહાણ સર!
લાવ મહેંદી મૂકી દઉં!

મારી મહેંદીનો રંગ ઉડી જાય રે ...સૂરજ  ધીમા તપો!

 યે કૌન હૈ?- યે કોન હૈ!(ગોપાલ-ધ મહેંદીવાલા!)

ચિત્ર સ્પર્ધા  
સંગીત ખુરસી 

માટલા ફોડ!
કોથળા દોડ!
ઢીંગલી મારી કેવી રૂપાળી!-સાંસ્કૃતિક સભા!

સૌથી રોમાંચક બનેલ રસ્સા ખેચ!



બાળમેળો- વર્ષ -:2009-2010


નવાનદીસર પ્રાથમિક શાળા
તા-:ગોધરા [પંચમહાલ]
                       તા-:15-02-2010

અહેવાલ

[બાળમેળો- વર્ષ -:2009-2010]
મેળો એટલે
ભરપુર આનંદ મેળવવાનું સ્થળ,પરંતું શાળા બાળમેળો એટલે આનંદની સાથે-સાથે શિક્ષણ પણ !                             રોજ બાળકોને પ્રાર્થના કરવામાં વધારે મજા આવતી પણ આજે બાળકોને પ્રાર્થના વહેલી પૂરી કરવામાં રસ હતો તે તેમના ભજન-ધૂન ગાવાના ઢાળમાં ચોક્કસ તરી આવતો હતો. જેવો પ્રાર્થનાનો કાર્યક્રમ પૂરો થયો તરત જ  બાળમેળાના કન્વિનર શિક્ષકશ્રી રાકેશ પટેલ ધ્વારા ગ્રુપ આયોજન અને સ્ટોર વ્યવસ્થાની જાહેરાત કરી.. જેમાં અમે અમારી શાળામાં ચાલતી “નાગરીક ઘડતર” પ્રવ્રુત્તિના જૂથોનો ઉપયોગ કર્યો. જૂથવાર સ્ટોરનું આયોજન બનાવ્યું. જેમાં નીચે મુજબની કામગીરી ફાળવવામાં આવી


ગ્રુપનું નામ
ફાળવેલ સ્ટોલ
માર્ગદર્શક શ્રી
1.     ધ્રુવ
માટીકામ
શ્રીમતિ નિલોત્તમા પટેલ
2.    સરદાર
કાતરકામ-કાગળકામ
શ્રી ચંદુ બામણિઆ
3.    વેલકમ
લાઈફ્સ્કીલ થ્રુ ડ્રામા
શ્રી રાકેશ પટેલ   
4.    આર્યભટ્ટ
ચિત્રકામ
શ્રી પ્રકાશ પટેલ
5.    હિંદુસ્તાન
ગીત-સંગીત
શ્રી શાંતિલાલ માલીવાડ
6.   મેઘાણીગ્રુપ
ભાષા અને ગણિતની રમતો
શ્રી ગીરીશ વાળંદ
7.  ન્યુટનગ્રુપ
પ્રયોગના સાધનોની ઓળખ [સમજ]
શ્રી રાકેશ પ્રજાપતિ    
 
દરેક  ગ્રુપના બાળકોને દરેક સ્ટોરની પ્રવ્રુત્તિ [ફક્ત જોવા મળે તેવું નહી] કરવા મળે તે માટે 40-40 મિનીટની ફાળવણી કરવામાં આવી. પ્રથમ માત્રુગ્રુપના બે બાળકો તથા  માર્ગદર્શક શ્રી ફરતા –ફરતા આવતા તમામ ગ્રુપના બાળકોને પ્રવ્રુત્તિનું મહત્વ અને કાર્યની રૂપરેખા વિશે સમજ આપે, ત્યારબાદ ગ્રુપના તમામ બાળકો તે પ્રવ્રુત્તિનો અનુભવ મેળવે તે રીતે હરતાં-ફરતાં શિક્ષણ તે અમારો ધ્યેય રહ્યો હતો.  
આ બાળમેળામાં બાળકોને અમે આપણા સહવાસી પક્ષીઓનું અને તેમના રહેઠાણનું જતન કરવાની પ્રેરણા આપવા માટે અમારી શાળા અને બાળમેળાને “ચકલી બચાવો” અભિયાન સાથે જોડ્યો. કાતરકામ અને કાગળકામ દરમ્યાન સરદારગ્રુપના બાળકો તેમજ માર્ગદર્શકશ્રી ચંદુ બામણિઆએ તેમની પ્રવ્રુત્તિ દરમ્યાન ચકલીના માળા બનાવ્યા. [જે તમે ફોટોગ્રાફમાં જોઇ શકશો] જેમાં ચકલી નિશ્ચિંત વસવાટ કરી શકે. આ પ્રવ્રુત્તિ એ અમારા પ્રાણી અને પક્ષીપ્રેમના પૂરાવા રૂપે હતો.
         બાળમેળાની પૂર્ણાહૂતિ ગીત-સંગીતના સ્ટોરમાં થઇ, જેમાં તમામ ગ્રુપના બાળકો તેમજ માર્ગદર્શક શ્રીઓ તમામે દેશીતાલમાં ધોરણ-3 થી 7 ના કાવ્યો ગાઇને અભિનય અને હીંચ લઇ બાળકોને મેળાના થાકનો અનુભવ કરાવ્યો.
 અંતમાં કહીએ તો  દરેક પળે બાળકોને મન મેળાનો  અને અમારે મન  શિક્ષણ આપવાનો ધ્યેય સિધ્ધ થતા અમે સફળ બાળમેળાની ઉજવણી કરી.
ચાલો જોઈએ કેટલીક ઝલક!
                                  ચિત્રકામ
                         
                            ભાષા અને ગણિતની રમતો
                            
                              પ્રયોગના સાધનોની ઓળખ [સમજ]
                          
                                    ગીત-સંગીત
                           
                              કાતરકામ-કાગળકામ

માટીકામ

લાઈફ્સ્કીલ થ્રુ ડ્રામા

તાક ધીન તાક ધીના ધીન તાક!

March 02, 2010

ચક્કીબેન ...ચક્કીબેન

ગયા માસમાં યોજાયેલા બાળમેળાની એક પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓએ ચકલી માટે ૬ ઘર બનાવ્યા હતા...તે વખતે તો મને ખાત્રી નહોતી કે આવો ફોટો ઝડપવાની તક મળશે કે હું..કેટલીક અતિ મહત્વની..જેવીકે અમારો સાયન્સ સીટી નો પ્રવાસ પછી મારો છત્તીસગઢ નો શૈક્ષનિક્ અભ્યાસ નો પ્રવાસ બધું બાજુ પર મુકીને આ પોસ્ટ કરીશ....ફોટો જોઈને તમેજ કહો છે ને..Worth wile.....
વધુ...ઘર બનાવવાની રીત વગેરે તમારા ફીડ બેક જાણ્યા પછી!

February 18, 2010

સિકલસેલ એનીમિયા વિશેના કેટલાક ફોટોગ્રાફ્સ!



અહી સિકલસેલ એનીમિયા અંગેના ફોટોગ્રાફ્સ મુક્યા છે....
આખરે રોગ ગમે તે હોય પણ તેના વિશેની જાગૃતિ અને સાવચેતીઓ જ તેને રોકવાનોશ્રેષ્ઠ ઉપાય છે...અમારી શાળાના સાત વિદ્યાર્થીઓ માં આ પ્રકારના લક્ષણ દેખાયા..તેમને માટેની જરૂરી દરકાર શરૂ થઇ ગઈ છે..આપ પણ આ વિશેની માહિતી નજીકના પ્રાથમિક આરોગ્યું કેન્દ્રમાંથી મેળવી શકો છો.
વધુ જાણકારી માટેઆ વિષય માં ઉત્સાહિત અને સદાય મદદ માટે તૈયાર તેવા નીસર્ગભાઈ અને તેમની ટીમનો પણ સંપર્ક કરી શકો છો..
Patel Nisarg D
ID:patelnisarg_35@yahoo.com
Mo:9879627106

February 11, 2010

January- Flashback!


5-1-2010

દૂરવર્તિ શિક્ષણ

શિક્ષણ કાર્યમાં કોઇક વાર એવું બને છે કે કોઇ એકમ માટે શિક્ષક ધ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવવા છતાં તે એકમનું હાર્દ બાળકો સુધી પહોંચાડી શકાતું નથી અને કંસારની જગ્યાએ થુલું બની જાય છે અને આવા સમયે શિક્ષકશ્રીની મહેનત, બાળકોનો સમય અને સરકાર શ્રીના નાણાં એડહોકે [એળે] જતાંનો ભાસ થાય. માટે આ કંસાર [એકમના હાર્દ] ને બચાવવાના જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગરના પ્રયાસ પૈકી એક છે “દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ”. જેમાં જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર ધ્વારા ગુજરાત રાજ્યમાંથી લાખો શિક્ષકોમાંથી ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના એકમોના શિક્ષણ માટે કેટલાક એવા શિક્ષકોની પસંદગી કરવામાં આવી જે સરળ રીતે બાળકોને આ ત્રણ વિષયોના એકમોનું શિક્ષણ અને સાર આપી શકે. ગોઠવણ પણ એવી કરવામાં આવી કે આ પસંદગી પામેલ શિક્ષક શ્રી બાયસેગ સ્ટુડિયોમાં જે તે એકમનું શૈક્ષણિક કાર્ય કરે છે અને ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાના બાળકો તે જ સમયે તે શૈક્ષણિક કાર્યને ટી.વી. સેટ પર જોતાં –જોતાં તેમાં થતી પ્રવ્રુતિઓ ને પોતાના વર્ગખંડમાં કરે છે, વર્ગશિક્ષક શ્રી માર્ગદર્શકનું કામ કરે છે.
આ કાર્યક્ર્માં બાયસેગ સ્ટુડિયોમાં અંગ્રેજી વિષયના શૈક્ષણિક કાર્ય [ડેમોસ્ટ્રેશન] કરવા માટે જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર ધ્વારા અત્રેની નવાનદીસર શાળા પરિવારના જ શિક્ષક શ્રી રાકેશ પટેલની પસંદગી કરવામાં આવી, જે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. શાળા પરિવાર તેમને ખૂબ-ખૂબ અભિનંદન આપે છે.
“દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ”. માં ટેલીવિઝન પર પોતાના જ વિષય/વર્ગ શિક્ષક શ્રીને નિહાળવાનો લાહવો પણ અમારા બાળકો ખૂબ જ અનેરો હતો.તેમના માટે તો તે દિવસનું શૈક્ષણિક કાર્ય “મોસાળમાં જમણવાર અને મા પીરસનાર” જેવું હતું, માટે જ જેવા પોતાના શિક્ષક શ્રીને ટેલીવિઝન પર નિહાળ્યા કે તરત જ બાળકોએ ખુશી અને તાળીઓથી પોતાના શિક્ષક શ્રીનું દૂરવર્તી સ્વાગત કર્યુ હતું. જે ક્ષણ અમારા માટે બાળકોના દિલમાં અમારા પ્રત્યેનું પોતાના-પણું દર્શાવતા દસ્તાવેજ સમાન હતું.




૮ મી જાન્યુઆરી

સિક્લ સેલ એનેમિઆ

એક એવો રોગ જે સમયાંતરે કામ કરવાની શક્તિને ઘટાડે છે. જેના લક્ષણોની વાત આપને ફરી કરીશું.. આજે બાળકોને અમે આપેલ શિક્ષણનો બાળકો મોટા થઇ સમાજોપયોગી બનવાની પૂરી ઇચ્છા હોય પરંતું જો તે સમયે શરીર સાથ ન આપે તો તે બધું જ શૂન્ય થઇ જાય, આજે આપણે આપણા બાળકના સ્વાસ્થ્યની ચિંતા કરીશું તો જ બાળકોની આવતી કાલ પણ સ્વ્સ્થ રહેશે અને આપણે આપેલા શિક્ષણનો સમાજ માટે ઉપયોગ કરશે. સિક્લ સેલ એનેમિઆ એક એવો રાક્ષસ છે જે તમારી નજરની સામે જ તમારા બાળકની અંદર અને તેની સાથે-સાથે મોટો થઇ રહ્યો હોય છે. આવા રાક્ષસનો નાશ કરવા ,આપણી શાળાના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રાખવા એક શિક્ષક અને એક શિક્ષિત તરીકે જાગ્રુત રહેવું પડશે જ. અમે પણ અમારા શાળાના ધોરણ- 3 થી 7ના બાળકોના લોહી ટેસ્ટના રીપોર્ટની રાહ જોઇ રહ્યા છીએ. આવો ભગવાનને પ્રાર્થના કરીએ કે એક પણ સિક્લ સેલ એનેમિઆ અમારી શાળામાં ન હોય.
તમે પણ તમારો અને તમારા બાળકોનો સિક્લ સેલ એનેમિઆ નો ટેસ્ટ નજીકની સરકારી હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્ર્માં વિના મૂલ્યે કરાવી શકો છો.
જરૂર છે ફક્ત “ સ્વાસ્થ્ય પ્રત્યેની જાગ્રુતિની”

આ અંગેની વધુ માહિતી ફરી ક્યારેક!

12મી જાન્યુઆરી

સ્વામીવિવેકાનંદ જયંતિ

12મી જાન્યુઆરી એટલે “સ્વામીવિવેકાનંદ જયંતી”. અત્યાર સુધી અમે પણ સ્વામીવિવેકાનંદના વ્યક્તિત્વને હિન્દુ ધર્મ વિશેષજ્ઞ અને આધ્યાત્મિક મહાપુરૂષ જ તરીકે નિહાળતા હતા. અમે પણ તેમના શિકાગોના ‘સર્વધર્મ સભા” માંના સંબોધનની ‘’મારા વહાલા, અમેરિકન ભાઇઓ અને બહેનો,” જેવી પ્રથમ લીટીથી જ તેમની મહાનતાની વાખ્યા બાંધી દેતા. પરંતું જેમ-જેમ તેમના વિશેના સાહિત્યથી પરીચિત થતા ગયા તેમના માટે મહાનતા શબ્દ નાનો અને આધ્યાત્મિક શબ્દ સંકુચિત લાગતો ગયો.
હિંદુસ્તાનમાં હિન્દુ ધર્મ અને સંસ્ક્રુતિ વિશે લોકોમાં જાગ્રુતિ લાવવા માટે સૌથી મહત્તમ ચિંતા અને પ્રયત્નો જો કોઇએ કર્યા હોય તો તે મારા મત મુજબ વિવેકાનંદજી જ છે. આ વાત ઉપરથી તમને પણ કદાચ એમ લાગતું હશે કે સ્વામીવિવેકાનંદ મન આ દુનિયામાં પ્રથમ મહત્વનો પોતાનો ધર્મ હતો. તે ખરેખર અર્ધસત્ય અને આપણી અજ્ઞાનતા જ છે....શાળાના વિદ્યાર્થી રાહુલ બામણીયા (ધોરણ-૩) તેમનું વિશ્વ પ્રસિદ્ધ વક્તવ્ય વાંચી તેમને New Style થી Happy birth day કહ્યું!

16 જાન્યુઆરી- ઉંચે ઉડે આપણો પતંગ
ઉત્તરાયણ આમતો ખગોળીય તહેવાર છે.
ઉત્તરાયણને મકરસક્રાંતિ કહીએ છીએ પણ –
સૂર્યનું મકર રાશિમાં જવું અને સૂર્યનું ઉત્તર તરફ નમવું, બંને બાબતોનો સમય જુદો હોય છે.
હવે આ વખતે ઉત્તરાયણ હતી (દર વર્ષની જેમ ) ૨૨ મી ડિસેમ્બરે-
અને
આપણે બધાએ ભલે ૧૪મિ જાન્યુઆરીએ મકરસક્રાંતિ ઉજવી હોય પણ આં વખતે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ૧૯ મી જન્યારીની રાત્રે થવાનો હતો...
એ ભલે તો આપને પતંગોત્સવની જ વાત કરીએ-
પતંગોત્સવ દર વર્ષે ઉજવાતો જ હતો..પણ આ વખતે કૈક નવું વિચાર્યું..
આ વખતે ખરીદેલી પતંગો...ભલે ઘેર આપણા બાળકો ચગાવે....પણ આપણા સૌની અગાશીઓ પર કપાઈને આવેલી પતંગો ૧૬ મી એ શાળામાં લાવવાની અને બધાએ ચગાવવાની..સાથે બધાએ ઘેરથી તલ સાંકળી લાવવાની...
તો બધા શિક્ષકો એ નિર્ણય સાથે છુટા પડ્યા..
૧૬ મીએ અમે લૂટેલો આનંદ તો અમારામાંથી કોઈ નહિ વર્ણવી શકે પણ ....બધા એ વાત પર ખૂબ હસ્યા કે...” યાર! આ વખતે ઘરે પતંગ ચગાવામાં મજા આવી એના કરતા એના કરતાય પતંગો લુટવાનો આનંદ વધુ આવ્યો! “
ચાલો ૧૬ મી ના પતંગોત્સવની બે-ત્રણ અલપ-ઝલપ!
પતંગ-પર્વનો શ્રેષ્ઠ ફોટોગ્રાફ!

26મી જાન્યુઆરી
પ્રજાસત્તાકદિન પ્રજાની સત્તા પ્રજાને જણાવવા ઉજવવો....
બાકી આજે તો પ્રજાસત્તાક ભારતમાં પ્રજાને તેની સત્તાની પડેલી જ નથી...
સબળ લોકશાહી માટે શિક્ષણ અનિવાર્ય છે તેની સાથે...વધુ દ્રઢતાપૂર્વક દેશને આગળ વધારવા માટે તેને એવા નાગરિકોની ભેટ આપવી પડશે કે
જે પ્રમાણિક હોય-પહેલાતો પોતાની જાત પ્રત્યે,પછી પડોશી,ગામ,રાજ્ય,દેશ પ્રત્યે-
તેનામાં બીજા પ્રત્યે સહાનુભૂતિ હોય.
જુથમાં કાર્ય કરી શકે.
સત્ય બાબતને નચિંત રીતે કહી શકતો હોય.
અમારી આ જીજીવિષાનું પરિણામ એટલે નાગરિક ઘડતર, તેની વાત તો ૨૬મિ ની પોસ્ટ માં વિસ્તારથી થઇ ગઈ છે....
આ વખતે ઉજવણીમાં ગામલોકોએ વધુ ઉત્સાહથી ભાગ લીધો- નદીસરના અગ્રણી અને સમાજ સેવકો આમ તો નદીસર (અમારું વી.ઈ.સી.નું ગામ)માં ધ્વજવંદન માં હાજરી આપે છે પણ આ વખતે તેમાંથી કેટલાકે અમારી શાળામાં આવ્યા. પરિણામ?
ગામના ભજન મંડળને મળેલુ હાર્મોનિયમ દિવસના સમયે શાળામાં જ રહેવા દેવું તેવો નિર્ણય!

અમારી જાન્યુઆરીની સફર તમને કેવી લાગી જરૂરથી જણાવજો!