September 20, 2009

અમારું ગામ ...અમારો ઈતિહાસ

ગામનું નામ નદીસર....
વર્ષ હતું..૧૯૭૩...ભાદરવા સુદ તેરસ ..
ગામની જીવાદોરી સમાન મહીસાગર નદી માં આવ્યું પૂર!
જે દીવાલ રક્ષણ માટે હતી તેજ તૂટી પડી...
ગામ આખું પાણી પાણી..

તાત્કાલિક તો ગામના તમામ લોકોને નજીકના ઉચાણવાળા ગામ મોરવામાં આશરો આપવામાં આવ્યો પણ લાંબાગાળાના ઉકેલ માટે શું? કુદરત ફરી રુઠી શકે!
લોકો ડરી ગયેલા હતા...
તે સમયે નિર્ણય લેવાયો કે ગામના તમામ લોકો માટે નવી જગ્યાએ ગામ વસાવવું...
ગામ વસાવવા માટે જગ્યા પસંદ કરી નદીસર ગામની નજીક આવેલી ગોચર તરીકે વપરાતી..પડતર જમીન.
યુધ્ધના ધોરણે કામગીરી શરુ કરાઇ..
ટાટા બિરલા કંપની ને ગામનું બંધારણ અને નવા મકાનો બનાવવાનું કામ આપવામાં આવ્યું.
૧૯૭૪ માં પડતર જમીનમાં જાણે પ્રાણ ફુકાયો.. જ્યાં ઝાડી ઝાંખરા હતા ત્યાં આજે આધુનિક ઢબે બનેલું ...કાટખૂણે ડીઝાઇન કરેલું ગામ હતું.
અને તે ગામ એટલે અમારું નવાનદીસર..
તે જ વર્ષે શ્રી કે. કે. વિશ્વનાથન દ્વારા અહી પ્રતીતાત્મક રીતે ઉદઘાટન થયું.
નદીસરના જે લોકોના ઘર તૂટી ગયા હતા તેમના માટે સિમેન્ટના નાના ક્વાટર્સ અને જેમના ઘર સારી હાલતમાં હતાં તેમને અહી મકાન બનાવવા માટે જમીન ફાળવવામાં આવી..
૧૫૦ જેટલા મકાનો ફાળવ્યા પણ નદીસર જે અહીંથી લગભગ બે કિલોમીટર દુર આવેલું છે...વળી ખેતીથી ગુજરાન ચલાવતા લોકોને પોતે ખેતીથી દુર થઇ જશે એમ લાગ્યું એટલે કેટલાય લોકો અહી રહેવા જ ન આવ્યા..!!
ફક્ત જેમની પાસે નદીસરમાં ખેતી લાયક જમીન ન હતી તેવા કુટુંબો અને શેરોના મુવાડા ગામના લોકો કે જેમના ખેતરો અહીંથી નજીક પડી શકતા હતાં..તેવા ૬૦ કુટુંબોએ અહી રહેવાનું શરુ કર્યું..
એમ શરુ થયું અહી લોકોનું જીવન..
શિક્ષણનો પણ વિચાર થયો જ હોય..વળી જયારે,જ્યારે ૧૦૦૦૦ જેટલી વસ્તી અહી રહેવા આવશે એવી ગણતરી પણ હતી, ગામની નજીકમાં આંગણવાડી, પ્રાથમિકશાળા તથા હાઇસ્કૂલ બને તેટલી જમીન ફાળવી પણ..જયારે,જ્યારે બધા લોકો જ રહેવા ના આવ્યા ત્યાં એટલા મોટા સંકુલનું શું?
ફક્ત ૬ ઓરડાવાળી નવાનદીસર પ્રાથમિક શાળા અસ્તિત્વમાં આવી.
શરૂઆતમાં ગામમાં પીવાના પાણી સ્ત્રોત તરીકે ત્રણ કુવા હતા...વીજળી નહોતી પહોચી, ખેતી અને ખેત મજુરી સિવાય કોઈ રોજગાર નહોતો!
સુંદર આયોજન કરી ઉભું કરેલું ગામ હતું,
પણ લોકોમાં આ સુંદર ગામને જાળવી રાખવા જેટલી જાગૃતિ નહોતી...
ગામ ૧૦ ધોરણ પાસ કરેલ ફક્ત ૧ યુવાન..
સરકારી કર્મચારી કહેવાને માટે બે પ્રાથમિક શિક્ષકો જે વફાની પરીક્ષા પાસ કરી શિક્ષક બન્યા હતા..
બાજુના ગામ શેરોના મુવાડાથી પછી સ્થળાંતર કરી આવેલા પટેલ ભગુભાઈ નાથાભાઈએ પોતાના કેટલાક પ્રયત્નો કરી વીજળીના થાંભલા ઉભા કરી પોતાના લાકડા વહેરવાના ડેમચો સ્થાપ્યો..ગામમાં વીજળી અને તેની સાથે એક નવું રોજગારનું સાધન મળ્યું. ભગુભાઈના જ પ્રયત્નોથી શાળાને ફરતે તારની વાળ પણ થઇ.
કૈક વિકાસ ની લહેરખી જણાઈ..
પણ લોકો પર કોઈ અંકુશ નહોતો.. સૌ પોતાના ક્વાટર્સ છોડી બીજી જગ્યાઓ પર મકાન બનાવવા લાગ્યા..કોઈ રોકનાર તો હતું નહિ.
થોડા વર્ષોમાં જ ગામનું સ્વરૂપ બદલાઈ ગયું.
આયોજનપૂર્વક બનેલું ગામ હતું પણ હવે ફક્ત કેટલાક સારા મકાનો અને બાકીના ઝૂપડા એવો ઘાટ ઘડાઇ ગયો!
એજ ગાળામાં નજીકના ખજૂરી ગામમાંથી ભરવાડ જાતીના કુટુંબો પણ અહી દેરા બનાવી રહેવા લાગ્યા!
આમ વસ્તી થઇ પણ સવાર પડતા સૌ પોતાના મૂળ ગામે જાય અને આ ગામ ફક્ત રાતવાસા માટે હોય તેવો ઘાટ થયો..ટુંકમાં કોઈને આ ગામ મારું ના લાગ્યું, સૌ અહી જાણે આજે અહી રહી પછી બીજે જતાજ રહેવાનું છે એવા વિચારથી રહેતા..ગામની જમીન પર કોઈ પણ ગમે ત્યાંથી આવીને મકાન બનાવી દે..રહે કોઈ તેને પૂછનાર નહોતું, જમીન પર ગેરકાયદેસર દબાણ થાય કોઈને પડી નહોતી!!
આ બધાની વચ્ચે કેટલાક માઈલસ્ટોન કહેવાય તેવી ઘટનાઓ માં …..
• બે- ત્રણ નાની દુકાનો શરુ થઇ..
• ગામમાં બે બસો આવતી થઇ ...નદીસર-ગોધરા અને નદીસર - વડોદરા
• ૧૯૮૦ થી ધીમે ધીમે ઘરોમાં વીજળી પહોચી..
• નાનસિંહ ત્યાં રેડીઓ વાગ્યો..
• ગામના શ્રી નાથુસીહ પરમાર પંચાયતના સભ્ય તરીકે ચુંટાયા અને ડેપ્યુટી સરપંચ પણ બન્યા..
• શ્રી બાબુભાઇ રાવળને ત્યાં સાઇકલ આવી...
હા!
• એજ બાબુભાઈ ૧૯૯૧ માં ગામનું પ્રથમ ટ્રેક્ટર વસાવનાર પણ થયા
• સરદાર આવાસ યોજન હેઠળ ફરી કેટલાક ક્વાટર્સ બન્યા..

• શ્રીમતી મધુબેન સુથારે "મધુ મસાલા" નામથી વિવિધ મસાલા બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો...જેનાથી પણ નવા નદીસરની એક નવી ઓળખ ઉભી થઇ.
• ગામના શિક્ષક્ શ્રી બાબરભાઈ સોમાભાઈ કે,જેમના નામથી આજે ગામમાં "માસ્તરવાળું ફળિયું" છે...તેમને યોગેશ્વર સ્વાધ્યાયની પ્રવૃતિથી ગામના લોકોને સંગઠિત અને જાગૃત કરવાના પ્રયાસો કર્યા.
• ૧૯૯૩ માં ઓરિસ્સા બાજુથી રમતા જોગી ગૌરાંગદાસ બાપુ નામના સાધુએ અહી મંદિર બનાવવાની પ્રેરણા આપી.
• મંદિર બન્યું..અને ગામમાં શિવ નાદ વહેતો થયો!
• ૧૯૯૩ માં જ ટીવીની દુનિયા નવા નદીસરમાં ખુલી.. શ્રી સુભાષભાઈ સુથારના ઘરે નવા નદીસરનું પ્રથમ ટેલીવિઝન આવ્યું.

• પાનમ નહેરનું પાણી મળતા અને ત્યારબાદ ગામની નજીક જતી પાનાઈ નામના કોતર પર બાંધેલ ચેકડેમથી ખેતી કરતા અને ખેતરોમાં મજુરી કરી જીવન ગુજારતા લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો.. જેમ જેમ ચેક ડેમોની સંખ્યા વધી તેમ પાણીનું સ્તર ઉચું આવ્યું...તેનો પણ ફાયદો થવા લાગ્યો!

• જેમની પાસે પોતાની જમીન નહોતી તેમને પણ સુથારી કામ ને કડિયા કામ શીખવાનું શરૂ કર્યું.
• સૌ પોતાના રીતે કોઈને કોઈ વ્યવસાયમાં જોડતા ગયા...ગામ હવે વિકાસના પંથે છે ...એમ લાગવા લાગ્યું છે!
આ બધાની વચ્ચે અત્રેની નવા નદીસર પ્રાથમિક શાળાના વિકાસ ક્રમનો એક અલગ જ ઈતિહાસ છે પણ અહી તે અસ્થાને છે.
અંતે તો શાળાનો વિકાસનું અંતિમ લક્ષ્ય ....સમાજનો ....ગામનો વિકાસ છે....
અમારું લક્ષ્ય છે....
શ્રેષ્ઠ શાળા વડે શ્રેષ્ઠ ગામ,
અને
શ્રેષ્ઠ ગામ વડે શ્રેષ્ઠ ગુજરાત...
આભાર

નવાનદીસર શાળાપરિવાર,

7 comments:

nima said...

jane koi varta vanchti hau tevu lagyu
vanchvani khub j maja avi...
jo itihas ni book pan am j lakhay to e balko no managamto vishay bani jay...

મારી કલ્પનાની શાળા said...

Khub saras...gam vishe aatlo undo abhyas karva badal ...abhinandan. ..
500% wali vat gami...gujaratnibadhi j shalana shikshako dhvara aavu kam thay to...aavta 5 year ma....samrudhdh guharat...bani jay...

Jagdish Bhavasar said...

Gam ni vikas yatra no sundar chitar.je gam ne olakhi shake te j shala no vikas kari shake.
Congratulations.

Unknown said...

બાળકોને સમજવા અને સમજી ને બાળકો ની યોગ્ય દિશા તે સાચો ભારતનો નાગરિક તૈયાર થવો તેણા પાછળ પ્રેમ મોટું પરીનામ છે.

Unknown said...

બાળકોને સમજવા અને સમજી ને બાળકો ની યોગ્ય દિશા તે સાચો ભારતનો નાગરિક તૈયાર થવો તેણા પાછળ પ્રેમ મોટું પરીનામ છે.

Unknown said...

Very nice point of discussed

jjugalkishor said...

ગ્રામવિકાસનો ઉત્તમ અહેવાલ ! અભિનંદન.