🌳ઝાડ
અને 👦👧 બાળ – કેટલીક સામ્યતાઓ !
આજનો બાળક એ આવતીકાલનો નાગરિક છે.
આવતીકાલનો દેશ એ આજના બાળકોના ઘડતર પર નિર્ભર છે. દેશના નાગરિકોની ટેવો કેવી હશે
તે આજના વર્ગખંડોમાં થતી પ્રવૃતિઓ અને પ્રયત્નો પર નિર્ભર છે. એટલે જ તો મોટાભાગના
અભિયાન શાળા કેમ્પસમાં એ જ આશાએ આવતાં હોય છે કે થોડો પ્રયત્ન કરવામાં આવશે તો
બાળકોના વિચારો અને વર્તનમાં તે સહેલાઈથી વણાઈ જશે. અને પરિણામે ભવિષ્યમાં
સ્વચ્છતા અથવા એવાં અન્ય સામાજિક જાગૃતિ માટેના પ્રયત્નોની જરૂર નહિ પડે. જેમ છોડ
એ ભવિષ્યનું ઝાડ છે તેમ બાળ એ ભવિષ્યનો નાગરિક છે. આવતીકાલનું “વન” એ આજના છોડ પર આધારિત છે.
શાળાના શિક્ષક અથવા તો બાળકના વાલી તરીકે જોઈએ તો બાળ અને છોડ કેટલીક સામ્યતાઓ
તમને જોવા મળશે. બંનેના ઉછેર માટેની કાળજીપૂર્વકનું જતન એ એની પહેલી શરત છે. તેના
માટેની અનુકુળતાભર્યું વાતાવરણ ઉભું કરવામાં આવે તો બંને નો વૃદ્ધિ અને વિકાસ ખુબ
જ જલદી થાય છે. એકવાર અમુક સમય સુધી જ છોડને જો યોગ્ય માવજત મળી જાય પછી તે પોતાને
જાતે જ વિકસતો જાય છે. બાળકોનું પણ આવું જ છે, બાળકોને પણ પ્રાથમિક કક્ષાએ જો
યોગ્ય માર્ગદર્શન સાથેની માવજત આપવામાં આવે તો ભવિષ્યમાં પોતાની સૂઝબૂઝથી જ આગળ
વધી વિકાસ સાધી શકે છે. જે બાળકો લર્નિંગ સ્પીડમાં ધીમા હોય છે તેમના માટે પણ આપણે
છોડની માવજતમાંથી શીખવા જેવું હોય છે. એકસાથેના ખાતર પાણીથી છોડનો ઉછેર થતો નથી.
એક દિવસ કે એકસામટા પ્રયત્નોથી છોડ વિકસવાને બદલે કોહવાઈ કે મુરઝાઈ જાય છે. પરંતુ
રોજરોજ જરૂરિયાત મુજબની માવજત વડે જ સારી વૃદ્ધિ શક્ય બને છે તેવું વાંચન, લેખન
અને ગણન માં ઉપચારાત્મક કાર્યની
જરૂરિયાત વાળા બાળકોનું પણ છે. નિયમિતપણે
અને સતત તેમનામાં ખૂટતી કુશળતાઓનો ઉપચાર કરતાં રહેવું એ જ એમની ખરી માવજત કરી
કહેવાય.
સાથે સાથે હા બીજી એક વાત એટલે કે
સામ્યતા એ પણ કે આજની માવજત વડે છોડ કાલે જ ક્ષુપ અને પરમ દિવસે વૃક્ષ બની જશે
તેવી આપણી અપેક્ષાઓ હોતી નથી, તેવી જ રીતે બાળકનું પણ છે. માટે જ કહીએ છીએ કે
છોડના ઉછેરમાં અને બાળના ઉછેરમાં અધીરાઈને સ્થાન નથી કારણ કે છોડનું ઝાડ બનવું એ
રીતે સતત ચાલતી પ્રક્રિયા છે, જેવું આપણી
શિક્ષણ પ્રક્રિયાનું છે.


























































