November 30, 2016

ગીવ મી ધ વિંગ્સ ટુ ફ્લાય !!!


ગીવ મી વિંગ્સ ટુ ફ્લાય
ઘટના - :

             જયારે એને શાળા કક્ષાએ ગોળાને સૌથી દૂર ફેંક્યો ત્યારે તેના માતા પિતા ઘરમાંથી ભૂખ દૂર કરવા ઘરથી ૨૦૦ કિલોમીટર દૂર મજુરીકામ માટે ગયેલા હતા, જયારે એને ક્લસ્ટર કક્ષાએ ગોળો સૌથી દૂર ફેંક્યો અને તાળીઓનો ગુંજારવ થયો ત્યારે પણ ઘરમાં કોઈને ખબર નહોતી. ગોધરા જેવા પ્રમાણમાં મોટા કહી શકાય તેવા તાલુકા કક્ષાએ પણ પ્રથમ ક્રમાંકે રહી, ત્યારે પણ ઘરે રહેતા તેના દાદીને માત્ર તેગોધરે રમવા જઈ !” એટલી ખબર હતી. ખેલમહાકુંભમાં જીલ્લા કક્ષાએ ભાગ લેવાના પણ એની દાદી માત્ર એટલું સમજતા હતા કે કાલે ગોધરે રમવા જવાની !
        
એના ઘરમાં માત્ર હંસા જાતે સમજતી હતી કે જીલ્લામાં ગોળા ફેંકમાં ત્રીજા નંબરે સંયુક્ત રીતે આવી એટલે શું !” ઘરે રહેતી દાદી, પરણાવી દીધેલી મોટીબેન અને કામ અર્થે બહારગામ રહેતા માતા-પિતા માટે તો સાહેબે જે શીખવાડ્યું બરોબર હશે ! અને બરોબરમાં અમે માત્ર એના હાથમાં ગોળો આપ્યો અને કેવી રીતે ફેંકવો શીખવ્યું બાકી મહાવરો તો એનો ગોળો એના ઘેર આપી દીધો કે ઘેર પ્રેકટીસ કરજે ! એના ઘરની સ્થિતિ જોતા અમને હતું કે ઘરે જઈ એને ક્યાંથી સમય મળવાનો ? પણ આપણી નકારાત્મક ધારણાઓને જો હકારાત્મક આશાઓથી હરાવી શકીએ તો દરેક જગ્યાએહંસા નાયકમળવાની ! એનું પોતાનું આકાશ છે , આપણે જો આકાશમાં ઉડવાની પાંખો આપી શકીએ તો !!!
                                               ઘટના :
                  
શોર્ટ નોટીસમાં મોર્નિંગ એસેમ્બલીમાંઆઈડિયા કોમ્પીટીશનનો આઈડિયા આપ્યો સાંજે શાળા છૂટતા પહેલા તમારા આઈડીયાઝ આપી દેવાના શરત સાથે ! 
છઠ્ઠા ધોરણના વૈભવને :૦૫ પૂછ્યુંલખ્યો ?” બેફિકરાઈના, નથી લખ્યો પણ આઈડિયા છે !” “છે ? તો લખી નાખ લખી ને ઘેર જજેઉભડક લખેલો આઈડિયા આપી ગયો. શાળાના ૩૦ જેટલા  વિદ્યાર્થીઓએ ૫૦ જેટલા જુદા જુદા આઈડીયાઝ આપ્યા. બધા સ્કેન કરી આઈ.આઈ.એમ. અમદાવાદ મેઈલ કર્યા. અને બીજા દિવસે વળતો જવાબ મળ્યો કે ૧૫/૧૦ ડૉ. .પી.જે. અબ્દુલ કલામની યાદમાં ઉજવવાના ચિલ્ડ્રન ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે નિમિતે આઈ.આઈ.એમ. અમદાવાદ ખાતે આઈડિયા શેરીંગ માટે ધોરણ- વૈભવપૂરીની પસંદગી થઇ છે !”
અમને સમજાતું હતું કે ગૌરવશાળી તક છે. એના ઘરે જઈ વાત કરી તો એમને માટે તોસાહેબ જોડે અમદાવાદ જવાનો છે !” પૂરતું છે !  બંને ઘટનાઓ અમને અમારી જવાબદારી સમજાવી ગઈ કે વિદ્યાર્થી જેવી પણ આર્થિક-સામાજિક વિષમતામાંથી શાળામાં આવે પછી અમારે એના કૌશલ્યને ઓળખવું રહ્યું !
જાણે કહી રહ્યા છેગીવ મી વિંગ્સ ટુ ફ્લાય, આઈ હેવ માય ઓઉન સ્કાય ! 

November 28, 2016

વિજ્ઞાનનું – મનોરંજન જ્ઞાન !!


વિજ્ઞાનનું – મનોરંજન જ્ઞાન

              પ્રાથમિક શિક્ષણ કાર્યમાં બે બાબતો પર વધુ ભાર મુકવામાં આવે છે – વાંચન-લેખન અને ગણન. અપર પ્રાયમરી કક્ષાએ જતાં મહત્વના અને ભાર મુકાતા વિષય તરીકે ઉમેરાય છે વિજ્ઞાન અને ટેકનોલોજી.
                ધૂળેટીમાં રંગ છાંટવાની પિચકારી કેવી રીતે પાણી બહાર ફેંકે છે અથવા તો સાયકલ ગતિમાન થાય ત્યારે જ કેમ તેનું બેલેન્સ રહે છે? –પ્રાથમિક કક્ષાએ બાળકે તેની સમજ નથી મેળવી હોતી ! પરંતુ ડોક્ટરનું ઇન્જેક્શન પિચકારીનું કામ કરી શકે છે, અથવા તો મોટર સાયકલનું નકામું ટાયર રસ્તા પર લઈને ફેરવવા નીકળે ત્યારે તેને ધક્કો આપશું તો જ ફરશે અને સીધું રહેશે – આટલું તો તે વિજ્ઞાન વિષયમાંના પ્રવેશના પૂર્વાર્ધમાં જ જાણતો હોય છે - વિજ્ઞાન આપણા માટે વિષય હોઈ  શકે છે પણ –બાળકો માટે વિજ્ઞાન એ હંમેશાં કુતુહલ સર્જક રહ્યો છે. બાળકોની જીજ્ઞાશાવૃતિને સંતોષતો રહ્યો છે. વિજ્ઞાન ટેકનોલોજી વિષય બાળકોને મનોરંજન પૂરું પાડે છે તેમ કહીએ તો પણ ખોટું નથી. 
બાળકોમાં કુતુહલ જગાડતો અને જીજ્ઞાશાઓને પોષતો આજ વિજ્ઞાનનો વિષય  આગળ જતાં વ્યવહારમાંમાં પરોવાઈ જતો હોય છે. જીવનની દરેક બાબતોને સરળ કરવામાં લાગી પડતો હોય છે, નવાઈ એ વાતની લાગેશે કે પળેપળ અને ખૂણે ખૂણે વિજ્ઞાન વિષય કામ કરતો હોય છે. પ્રાથમિક કક્ષાએ બાળકને વિજ્ઞાનનું જ્ઞાન જરૂરીયાત મુજબનું પૂરું પાડતાં આપણે એક પેઢીને અંધશ્રદ્ધાઓથી દૂર રાખી પુણ્યનું કામ કરીએ છીએ- તેવું કહેવું પણ વધારે પડતું નથી. વિજ્ઞાન વિષય માટે શિક્ષકો એટલે કે આપણા તરફી મદદગાર એક બાબત એ પણ છે કે ગણિતને જેમ રસિક બનાવવું પડે છે, તેવું વિજ્ઞાનની બાબતમાં નથી. જો આપ બાળકોને જરૂરી સામગ્રી અને બાળકની સમજ મુજબની ભાષામાંની માર્ગદર્શિકા સાથે એક રૂમમાં મૂકી દો તો પણ બાળક તેની જાતે જ ઘણું બધું સમજી રૂમની બહાર નીકળશે. પરંતુ આપણું કામ તેને તે બાબતો વિજ્ઞાનની ભાષામાં સમજાવવાનું હોઈ આપણી હાજરી ત્યાં જરૂરી બને છે. કુતૂહલવશ બાળક અને તેમાંય વધારે કુતુહલ જગાડતાં વિજ્ઞાનનાં પ્રયોગો – તો પછી શું જોઈએ ??? - આપણું કામ બાળકની તે કુતૂહલતાનો લાભ લઇ તેનામાં વિજ્ઞાનની જેટલી ઠસોઠસ સમજ ભરાય તેટલી ભરવાનું છે.
જય “વિજ્ઞાન” વડે જ જય “જીવન”

November 19, 2016

અધિકાર -જાણવાનો અધિકાર !


⃠  અધિકાર જાણવાનો અધિકાર !

એક મિત્ર પર કારની પહેલી સર્વિસ પછી તેના અનુભવના રેટિંગ માટે ફોન – “તમે અમારી સર્વિસથી સંતૃષ્ટ છો ? જો સંપૂર્ણ સંતૃષ્ટ હો તો ૧૦ અને બિલકુલ નહિ તો ૦ એમ ૦ થી ૧૦ રેટિંગ આપો !”
મિત્રનો જવાબ, “તમારે સર્વિસમાં શું શું કરવાનું હોય છે ? તે વિષે જણાવો તો હું જાણી શકું કે તમે કાર સર્વિસમાં તે પૈકી કેટલી બાબતો સમાવિષ્ટ કરી ! જયારે મને ખબર જ ના હોય કે કંપની કેટલી બાબતો મને આપી રહી છે તો તે અનુભવ યોગ્ય કે અયોગ્ય એ હું ના કહી શકું !” આ સંવાદનું સંધાન બાળ અધિકાર જાગૃતિ અભિયાન હેઠળ લેવાયેલ પ્રશ્નપત્ર સાથે થયું. બાળકો જ જો તેમના અધિકાર ના જાણતા હોય તો – એ અધિકાર તેમને ક્યાંથી પ્રાપ્ત થવાના ? એમના પૈકી કેટલાને ખબર હશે કે તે શીખી શકે તે રીતે શીખવું એ તેમનો અધિકાર છે ! એ બધા તો સાહેબ જે ભણાવે છે તે જ રીત યોગ્ય છે, હું ડફોળ છું એટલે જ મને નથી આવડતું – એવા વિચાર થી જ ચગદાતા રહેતા હશે !
        ૧૯ મી એ પહેલા પુસ્તિકા વાંચન અને પછી પ્રશ્નપત્રથી દ્રઢીકરણ કરાવ્યું ત્યાં જ “બંધારણ દિવસે” તે જ બાબતની આગળની કડી મળી – કે લોકશાહીમાં ખાટલે મોટી ખોડ એ જ છે કે લોકો પણ તેમને પ્રાપ્ત થયેલા અધિકારને જાણતા નથી ! બાળ અધિકારની માહિતી બાળકો પાસે નથી તેમ બંધારણે લોકોને આપેલા હકથી લોકો પણ ‘અજ્ઞાની’ છે ! આપણામાંથી ઘણાને આપણા ચૂટેલા પ્રતિનિધિઓને આપણા માટે શું કરવાનું હોય તેની વિગતો ખબર નથી ! આપણે નથી જાણતા કે આપણા ટેક્સમાંથી જેમને જેમને પગાર મળે છે તે સૌને આપણી કઈ કઈ જવાબદારીઓ આપી છે ! આપણા તે અજ્ઞાનનો લાભ લેવાતો રહે છે અને લોકશાહી જેવા અમૂલ્ય વૃક્ષને અંદરથી ઉધઈ ખાતી રહે છે ! બહારથી મજબુત જણાતું એ વૃક્ષ અંદરથી ખોખલું થતું જાય છે. એ ઉધઈ મારવાની એક જ દવા છે – અધિકારો વિષેની જાણકારી ! જો હક ખબર હશે તો ક્યારેક તે પ્રાપ્ત કરવા સંઘર્ષ કરતા પણ શીખીશું !
        આ વખત બંધારણ દિવસે ૬ થી ૮ વિદ્યાર્થીઓને વારાફરતી યુટ્યુબ પર બંધારણના ઘડતર અને તેમાં અપાયેલા હકો- ફરજો વિગેરેની માહતી આપતો વિડીયો બતાવી ચર્ચા કરી – તેમાંથી તેઓ કેટલું ગ્રહી શક્યા એ જુદો મુદ્દો છે – મહત્વનું છે તેમનું  એ સમજવું કે કોઈપણ સંસ્થા –ઘર થી માંડી દેશ સુધી સમુહમાં રહેવા કેટલાક નિયમો છે અને તેના પાલનમાં જ સૌનું હિત છે !


ચાલો, પહેલા પગથીયે પગ મુકીએ – તેમનો  અધિકાર જાણવાનો અધિકાર ન છીનવીએ !

November 01, 2016

Re-Installation – No & Never !!!!!


Re-Installation – No & Never !!!!!
     કમ્પ્યુટરમાં વિન્ડો કે મોબાઈલમાં એપ્લીકેશન Install કરતી વખતે માંગવામાં આવતાં Options આપણે કેટલાં ધ્યાન પૂર્વક વાંચી અને પછી ક્લિક કરીએ છીએ કારણ કે કોઇપણ એક Option એવો ક્લિક થઇ જાય કે જે આપણી જરૂરિયાત મુજબનો ન હોય તો પરિણામ એ આવે કે આપણી અનુકુળતા મુજબની અથવા તો આગળના સમયમાં આપણે જે-તે કાર્યની જરૂરિયાત મુજબ વિન્ડોઝ કે એપ્લીકેશન કામ નહિ આપી શકે અથવા તો કોઈ એવું setting  છુટી જશે તો આગળ અવ નવી Errors ઉભી થશે !  આમ, વિન્ડોઝ કે એપ્લીકેશનની સફળતા તેના સુચારુરૂપે થયેલ Installation પર આધારિત છે. તમે બે અલગ અલગ વ્યક્તિઓને એક જ વિન્ડો અથવા તો એક જ એપ્લીકેશન પર અલગ અલગ મંતવ્યો આપતાં સાંભળ્યા હશે. કેટલીકવાર તો એવું પણ કહેતાં સાંભળ્યું હશે કે “એક કામ કર, પહેલાં આખી એપ્લીકેશન Uninstall કરી ફરીથી નાખ ! – પરિણામ મળે પણ છે કે Re-Installation બાદ એપ્લીકેશન સરસ કામ કરતી થઇ જાય છે. – પણ બાળકના શૈક્ષણિક જીવનમાં આવું Re-Installation શક્ય નથી. બાળકના જીવનમાં પ્રાથમિક શિક્ષણ માટેનો સમયગાળો એ તેનો સુવર્ણકાળ તરીકે માનીએ છીએ. ફક્ત વાંચન લેખન અને ગણન અને માહિતીઓથી તેને ભરી દેવો એટલો જ ઉદેશ્ય એ સુવર્ણકાળને ન્યાય ન હોઈ શકે ! બાળકને પ્રાથમિક શિક્ષણ તેના અગામી આજીવનકાળના શૈક્ષણિક પ્રક્રિયાઓ માટેની એપ્લીકેશનની Installation પ્રક્રિયા છે. તે દરમ્યાન તેને માહિતીઓથી ભરવા કરતાં માહિતીઓ શોધવા મથતો કરવાનાં settings વધારે જરૂરી હોય છે ! બાળકોમાં આ માટેનાં settings ઉદીપક તરીકે મળે તે જ તેના પ્રાથમિક શિક્ષણનો સુવર્ણ પ્રયત્ન કહી શકાય. બની શકે છે કે આગામી શિક્ષણ વ્યવસ્થાપકો તેનાં અભ્યાસક્રમને પુરાંતવાળું લર્નિંગ મટીરીયલ પૂરું ન પાડી શકે ત્યારે તેને ક્યાંથી શોધવું અથવા તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેવી લર્નિંગ પ્રોસેસ બાળકના જીવનમાં Install કરવાનો સુવર્ણકાળ એટલે પ્રાથમિક શાળાનું જીવન ! અને માટે જ અમે ફરીથી કહીએ છીએ  કે પ્રાથમિકકક્ષા બાદ બાળકના શૈક્ષણિક જીવનમાં આવું Re-Installation શક્ય નથી.
ચાલો, નવા સત્રથી – “ જાગી જઈએ અને લાગી જઈએ” !!!