⤨ વિજ્ઞાનનું
– મનોરંજન જ્ઞાન
પ્રાથમિક શિક્ષણ કાર્યમાં બે બાબતો પર વધુ ભાર મુકવામાં આવે
છે – વાંચન-લેખન અને ગણન. અપર પ્રાયમરી કક્ષાએ જતાં મહત્વના અને ભાર મુકાતા વિષય
તરીકે ઉમેરાય છે વિજ્ઞાન અને ટેકનોલોજી.
ધૂળેટીમાં રંગ છાંટવાની પિચકારી કેવી રીતે પાણી બહાર ફેંકે
છે અથવા તો સાયકલ ગતિમાન થાય ત્યારે જ કેમ તેનું બેલેન્સ રહે છે? –પ્રાથમિક કક્ષાએ
બાળકે તેની સમજ નથી મેળવી હોતી ! પરંતુ ડોક્ટરનું ઇન્જેક્શન પિચકારીનું કામ કરી
શકે છે, અથવા તો મોટર સાયકલનું નકામું ટાયર રસ્તા પર લઈને ફેરવવા નીકળે ત્યારે
તેને ધક્કો આપશું તો જ ફરશે અને સીધું રહેશે – આટલું તો તે વિજ્ઞાન વિષયમાંના પ્રવેશના
પૂર્વાર્ધમાં જ જાણતો હોય છે - વિજ્ઞાન આપણા માટે વિષય હોઈ શકે છે પણ –બાળકો માટે વિજ્ઞાન એ હંમેશાં કુતુહલ
સર્જક રહ્યો છે. બાળકોની જીજ્ઞાશાવૃતિને સંતોષતો રહ્યો છે. વિજ્ઞાન ટેકનોલોજી વિષય
બાળકોને મનોરંજન પૂરું પાડે છે તેમ કહીએ તો પણ ખોટું નથી.
બાળકોમાં કુતુહલ જગાડતો
અને જીજ્ઞાશાઓને પોષતો આજ વિજ્ઞાનનો વિષય
આગળ જતાં વ્યવહારમાંમાં પરોવાઈ જતો હોય છે. જીવનની દરેક બાબતોને સરળ
કરવામાં લાગી પડતો હોય છે, નવાઈ એ વાતની લાગેશે કે પળેપળ અને ખૂણે ખૂણે વિજ્ઞાન
વિષય કામ કરતો હોય છે. પ્રાથમિક કક્ષાએ બાળકને વિજ્ઞાનનું જ્ઞાન જરૂરીયાત મુજબનું
પૂરું પાડતાં આપણે એક પેઢીને અંધશ્રદ્ધાઓથી દૂર રાખી પુણ્યનું કામ કરીએ છીએ- તેવું
કહેવું પણ વધારે પડતું નથી. વિજ્ઞાન વિષય માટે શિક્ષકો એટલે કે આપણા તરફી મદદગાર
એક બાબત એ પણ છે કે ગણિતને જેમ રસિક બનાવવું પડે છે, તેવું વિજ્ઞાનની બાબતમાં નથી.
જો આપ બાળકોને જરૂરી સામગ્રી અને બાળકની સમજ મુજબની ભાષામાંની માર્ગદર્શિકા સાથે
એક રૂમમાં મૂકી દો તો પણ બાળક તેની જાતે જ ઘણું બધું સમજી રૂમની બહાર નીકળશે.
પરંતુ આપણું કામ તેને તે બાબતો વિજ્ઞાનની ભાષામાં સમજાવવાનું હોઈ આપણી હાજરી ત્યાં
જરૂરી બને છે. કુતૂહલવશ બાળક અને તેમાંય વધારે કુતુહલ જગાડતાં વિજ્ઞાનનાં પ્રયોગો –
તો પછી શું જોઈએ ??? - આપણું કામ બાળકની તે કુતૂહલતાનો લાભ લઇ તેનામાં વિજ્ઞાનની
જેટલી ઠસોઠસ સમજ ભરાય તેટલી ભરવાનું છે.
જય “વિજ્ઞાન”
વડે જ જય “જીવન”
No comments:
Post a Comment