December 28, 2014

પ્રકૃતિ-સંસ્કૃતિ-પ્રવાસ


પ્રકૃતિ અને સંસ્કૃતિ ઓળખની પ્રવૃત્તિ – પ્રવાસ
 શૈક્ષણિક પ્રવાસ એ પ્રકૃતિ અને સંસ્કૃતિની ઓળખ કરાવતી પ્રવૃત્તિ છે !
                      આ વર્ષે પ્રવાસ ક્યાં જઈશું ? ના સવાલ સામે ઘણા વિકલ્પો બાળકોએ આપ્યા એમાં – કરમસદ, આણંદ અમુલ ડેરી, અમદાવાદ અને ગાંધીનગર તથા વડોદરા – પાવાગઢ મુખ્ય હતા. શિક્ષકે બધાના મંતવ્યો લીધા અને પાવાગઢ-વડોદરાનું સ્થળ નક્કી કર્યું. પ્રવાસ સમિતિને તે માટેની તૈયારી કરવાનું સૂચવ્યું..અને એક વહેલી સવારે અમે ઉપડ્યા અમારા એ નાનકડા વર્ગખંડને છોડી-એક મોટા વર્ગખંડમાં !
          પહેલો પડાવ- પાવાગઢ પાસેનું “વિરાસત વન” અવનવી વનસ્પતિઓ,તેના ઉપયોગોની મહિત દર્શાવતા બોર્ડ અને સુંદર બગીચો. વન મધ્યે આવેલી સીમેંટમાંથી બનેલી પણ લાકડાની જ જણાતી છત્રી બધાના આકર્ષણનું કેન્દ્ર બની. ત્યાં જ પાવાગઢમાં જોવાલાયક સ્થળોની માહિતી આપેલ હતી એટલે બાળકોએ એ પાવાગઢમાં પગ મુકતા પહેલા પાવાગઢને જાણ્યું- ત્યાંની પ્રખ્યાત ઈમારતો, તેનો વર્લ્ડ હેરીટેજમાં સમાવેશ, તળાવો વિગેરેની વિગતો ત્યારથી જ નોધપોથીનો હિસ્સો થવા લાગી. બધાને યાદગાર રહ્યું ત્યાં થતું પ્રી- વેડિંગનું વિડીયો શુટિંગ !
“હે સાહેબ ! પેલા પિચ્ચર ઉતારે છે ?” > “ખબર નહિ ! પૂછી આવો !” અને તેઓ પૂછી આવ્યા પણ આ પ્રી- વેડિંગમાં એમને કઈ ખબર ના પડી તો ત્યાંથી પાવાગઢ સુધી લગ્ન-પહેલાના એ વિડીયો શુટિંગની ચર્ચા ચાલી.
                                  પાવાગઢમાં અમારું પહેલું સ્થળ હતું – જામી મસ્જીદ; ગણ્યા ગણાય નહિ એટલા સ્તંભ, અદભુત કોતરણી, કેટલાકે તો હાથ ફેરવી ખાતરી કરી કે પથ્થરમાંથી જ કોતર્યું છે ? “સાહેબ આટલું બધું શાનાથી કોતરતા હશે ? કોણ કોતરતું હશે ? ના જવાબમાં આઈ.કે.વીજળીવાળાનો શિલ્પી વાળો પ્રસંગ યાદ કરાવ્યો. ઘુમ્મટ જોઇને તો બધાને પહેલી નવી એ કે “આ આવડા મોટા પથરા શાનાથી ઉચક્યા હશે ? ” જુના પાવાગઢ વચ્ચેથી પગપાળા પ્રવાસ કર્યો – તેનો કિલ્લો જોતા જોતા! અત્યાર સુધી તેમના માટે કિલ્લો એ શાળાના કોટ જેવો ભાસ્યો હતો ! હવે તેમને સમજાયું કે કિલ્લા પર ઘોડા કેવી રીતે દોડતા હશે ! આંખો પછી પેટનો વારો હતો – વડોદરા નજીક આવેલ નિજાનંદ આશ્રમે ખરેખર આનંદ આવે તેવું ભોજન કરાવ્યું- વળતી કોઈ અપેક્ષા રાખ્યા વગર ! જમ્યા પછી ત્યાંના ભીંત સુત્રો પર કેટલાકની પેન ચાલી તો સોનલ જેવી ચિબાવલી છોકરીઓએ ત્યાં આશ્રમમાં રહેતી છોકરીઓ સાથે દોસ્તી કરી વાતોના વડા કર્યા.પેટપૂજા પછી વડોદરાના કમાટીબાગમાં પક્ષીઓ જોતા જોતા બાળકોના ઉદગારો સાંભળીને થયું કે કુદરતથી સૌ કોઈ અભિભૂત થઇ જ જાય ! અવનવા રંગોથી રંગાયેલા અને વિવિધ અવાજોથી ગુંજતા એ પાંજરાઓને પસાર કરી – જંગલમાં રાજા થઇ ઘૂમતા અહી પાંજરામાં આકળ વિકળ થઇ આંટા મારતો વનરાજ અને હવે બહાર નહિ જ નીકળાય એ સમજી ગયેલો વાઘ - તો કદાવર રીંછ જોયા ! પ્રાણીઓની એ દુનિયામાં બે બિલાડી ને વાંદરાની વાર્તાની મૂર્તિ મળી તો નાના ટાબરિયાઓને તો ત્યાં વધુ મજા પડી. પ્રાણીઓની દુનિયામાંથી અમારો પ્રવેશ થયો ઇતિહાસમાં – એ મ્યુઝીયમમાં મુકેલી મોટી બંદુકો,તલવારો, બખ્તર, ઢાલ (અલ્યા આ તો સાચુકલી છે !) સાથે બીજા કેટલાક શસ્ત્રો અને ગાયકવાડ રાજ્ય સમયના સિક્કા, પોષાક પણ જોયા. ચીન, જાપાન અને ઈજીપ્તની સંસ્કૃતિની ઓળખ કરાવતી ચીજ વસ્તુઓ – 
...અને ઈજીપ્તના પીરામીડનું એક મમી પણ ખરું ! ૧૮૯૪ ની સાલમાં શિકાર થયેલો વાઘનું શરીર હજુ એવું જ સચવાયું છે – તે બતાવ્યા પછી હજુય કેટલાકને તે પુતળું હોવાનો વહેમ છે ! ત્યાંજ કેટલાય ખનીજો, પુરાતનકાળના મળી આવેલા પદાર્થો જોઈ તેની ચર્ચાને અલ્પવિરામ મુક્યું છે – ખબર છે હવે જેટલી વાર ઈતિહાસ ખુલશે તેટલીવાર એ વાતો આવવાની જ ! ૭૧ ફૂટ લાંબા વ્હેલના હાડપિંજરને જોઈએ ને બધાની આંખો પહોળી થઇ ગઈ ! વ્હેલ વિશેની વાતોનું વાવાઝોડું માંડ શમ્યું છે – ક્યાંકથી એના વિશેની ચોપડી લાવવી પડશે ! અમારો છેલ્લો પડાવ હતો ઈ.એમ.ઈ. ટેમ્પલ, વડોદરા – એનો સમગ્ર વહીવટ ઇન્ડિયન આર્મી કરે છે ! બાળકોનું પહેલું થ્રીલીંગ તો સાચુકલા સૈનિકો જોવાનું – અને બીજું જુદા જુદા વિસ્તારોમાંથી લવાયેલી છેક ૭ મી સદી થી ૧૦ મી સદી સુધીની મૂર્તિઓ ! કોઈ તેની વિગતો વાંચીને તો કોઈ તેને પગે લાગી લાગી આગળ ચાલ્યું ! ચક્રનો છેલો આંટો ફરી પાવાગઢમાં “હોટલમાં’ રાત્રી ભોજન લઇ વહેલું આવજે નવાનદીસર ! (બાળકોને મન તો એ પણ મોટો વૈભવ હતો – “અમે તો હોટલમાં જમ્યા’તા !) મધરાતે ગામ કલબલતું કરી અમે સૌ છુટા પડ્યા બીજે દિવસે પેન-પેપર લઇ મંડી પડવા !પ્રવાસ પછી શું એની વિગતે વાત જયારે આખું ડોક્યુમેન્ટ બની જશે પછી કરીશું – અત્યારે તો આ ફોટોગ્રાફ્સ જુઓ અને મારી આવો એક ચક્કર અમે જ્યાં જ્યાં ફર્યા હતા એ સ્થળોનું ! 
પ્રવાસન સ્થળની મુલાકાત માટે બસમાંથી ઉતરતાં બાળકો..
પાવાગઢની ગોદમાં આવેલ જયપુરા ગામે નિર્માણ પામેલ "વિરાસત વન" ની મુલાકાતે..
વિરાસત વન
વિરાસત વન




વિરાસત વન
વિરાસત વન
વિરાસત વન
વિરાસત વન
વિરાસત વન
વિરાસત વન
ઔષધીઓથી રૂબરૂ થતા બાળકો....
જામી મસ્જિદ ની મુલાકાત લેતાં બાળકો...
જામી મસ્જિદ, પાવાગઢ
જામી મસ્જિદ, પાવાગઢ

પ્રાચીન કિલ્લાની દિવાલના બંધારણનું નિદર્શન કરતાં બાળકો...
જામી મસ્જિદ, પાવાગઢ
જામી મસ્જિદ, પાવાગઢ



બાળકોની સવારના ભોજનની વ્યવસ્થા કરનાર નિજાનંદ આશ્રમ અને  સંચાલક શ્રીજયંતીકાકા..








કમાટીબાગ , વડોદરા...
પ્રાણી સંગ્રહાલય....
પ્રાણી સંગ્રહાલય....

પ્રાણી સંગ્રહાલય....
પ્રાણી સંગ્રહાલય....
પ્રાણી સંગ્રહાલય....



બે બિલાડી અને વાંદરો - વાર્તાના જાણે સાક્ષી બન્યા હોય તેવા ભાવ સાથે...
પ્રાણી સંગ્રહાલય....
પ્રાણી સંગ્રહાલય....

મ્યુઝિયમ , વડોદરા 


  

જોય ટ્રેન સફારીનો આનંદ લેતાં બાળકો....





ચાલો, બસની અંદર પણ એક ડોકિયું કરી લઈએ...



   

સાંજનું ભોજન...

December 01, 2014

“Activity Base Learning” એટલે...

U “Activity Base Learning” એટલે...
                                   મિત્રો, એક્ટીવીટી બેઝ લર્નિંગ એટલે શું ? તે તો આપણે સૌ જાણીએ છીએ. પ્રવૃત્તિ ધ્વારા શિક્ષણ એટલે કે બાળકોમાં કોઈ સંકલ્પના સ્પષ્ટ કરાવવા માટે જો કોઈ પ્રવૃત્તિનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે ABL  ઉપયોગ કર્યો તેવું કહેવાય. બાળકોને પ્રવૃત્તિમય રહેવું જ હોય છે, બાળકોને સળંગ બે કલાક પ્રવૃતિમય રાખવાં એ ખુબજ સહેલું છે, પરંતુ બાળકોને ચુપચાપ બે મિનીટ માટે પણ વર્ગમાં પ્રવૃત્તિહીન બેસાડવાં એટલે ખુબ જ અઘરું “नामुमकिन” ! એટલાં જ માટે તો પ્રાથમિક કક્ષાએ અને તે પણ શરૂઆતના વર્ષોમાં સમાજ અને સીસ્ટમ બાળ-શૈક્ષણિક પ્રવૃત્તિઓથી સભર વર્ગશિક્ષકની અપેક્ષાઓ સેવે છે. મિત્રો આનો સીધો જ અર્થ એ જ થયો છે કે “આવાં વર્ગખંડોમાંથી બાળકો માટે શિસ્ત અને શાંતિ જાળવવાની શિક્ષકની સુચનાયુક્ત બૂમો જેટલી જોરથી અને વધુ પ્રમાણમાં બહાર સંભળાય તેટલો તે શૈક્ષણિક પ્રવૃત્તિઓથી ઓછો સુસજ્જ છે - તેવું માની શકાય. અને આવા સ્વકર્મ આધારિત કારણોને કારણે જ કેટલીકવાર પહેલાં-બીજા ધોરણના વર્ગખંડમાંથી પાંચ વાગે બહાર નીકળતાં જ શિક્ષક “આજે તો બૂમો પાડી-પાડી માથું દુખ્યું” ની ફરિયાદો કરતો જોવા મળે છે. પરંતુ આવી પરિસ્થિતિઓનું નિવારણ એક અને એક માત્ર એ જ છે કે વર્ગકાર્ય પ્રવૃત્તિઓથી સભર સમૃદ્ધ હોય, બાકી થોડા વધુ દિવસો જો બૂમો અને સૂચનાઓના આધારે જ આપણે હાંક્યે રાખીશું તો થોડા સમયગાળા પછી વર્ગખંડમાં ફકતને ફક્ત આપણી સૂચનાઓ જ પડઘા પડશે/હશે અને આપણે હોઈશું બાળકના ઘરે અને તે પણ “વાલી-સંપર્ક” રજીસ્ટર સાથે!  

November 30, 2014

સામાજિક વિજ્ઞાન માં ‘સમાજ’ માટે શું ?


સામાજિક વિજ્ઞાન માં ‘સમાજ’ માટે શું ?

                         ધોરણ આઠના વિદ્યાર્થીઓ સાથે સામાજિક વિજ્ઞાન અંતર્ગત “ધાર્મિક અને સામાજિક જાગૃતિ” અંગેની ચર્ચા કરતો હતો. અગાઉથી તેમાં આપેલ માહિતી જોઈ ગયો હતો- મુખ્યત્વે – રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, દાદાભાઈ નવરોજી, અલીગઢ મુસ્લિમ યુનીવર્સીટી, જ્યોતિબા ફૂલે, ઠક્કરબાપા – આ બધા વિષે મારે તેમની સાથે ચર્ચવાનું હતું ! સવાલ ત્યારે થયો કે આ બધાને સામાજિક હીરો તરીકે જ તેમની આગળ રજુ કરીશ તો તેમને કેવી રીતે પ્રેરિત કરીશ કે “તેઓ એ પણ હજુ તેમના સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરવાનું બાકી છે !”
એકાદ સપ્તાહ ચાલેલી ચર્ચાનો ક્રમ કૈક આવો હતો –
  રાજા રામમોહન રાય વિષે જણાવ્યું - અને તેમને વિચારવાનું કહ્યું કે માની લો કે રાજા રામમોહન રાયે “સતી પ્રથા” નો વિરોધ ના કર્યો હોત તો આજે તેની શું અસર પડત ?  એમને જે તે સમયે એ ઝુબેશ ઉપાડી તેનું આજે શું મુલ્ય છે ? તેનો ફાયદો તે સમય પૂરતો હતો કે તેની અસર આજે પણ છે ? દયાનંદ સરસ્વતી એ વેદ તરફ પાછા વાળો – અને વિવેકાનંદે ગરીબની સેવા એ જ પ્રભુ સેવા કહ્યું – એ બધાથી આજે આપણા જીવનમાં કોઈ ફર્ક પડ્યો છે ?
..છૂટક છૂટક અને ત્રુટક ત્રુટક પણ અસરકારક જવાબો મળ્યા.
“આજે અમે છોકરીઓ નિશાળમાં ના હોત !” - 

“અમે ય ના હોત નિશાળમાં – અમનેય કોણ ભણવા દેત ?” – છોકરાઓનો ઉદગાર...
>“કોઈકના પપ્પા મરત તો એની જોડે એની માં નું મારવાનું નક્કી હોત તો – છોકરાનું શું થાત ?”
            તીર નિશાના પર હતું ને  મેં બીજો ઘા કરી દીધો – “તમને તમે જે ગામ રહો છો તેમાં હજુ આવી બદીઓ દેખાય છે ? કે હવે બધું જ બરાબર છે ? “
સોનલ : છે સાહેબ... ઘણી વાતો છે –બધાએ થઇ યાદી કરવા માંડી
“નાના છોકરાં ને પૈણાવી દેવા, ભુવા ધુણવા, છોકરી પરણાવતી વખત છોકરાવાળા પાસેથી પૈસા લેવા, મહીસાગરે મરઘી ચડાવવી “...વિગેરે
.....અને મારો આખરી સવાલ “તો શું આપણે કોને શોધી લાવશું ? – આ બધા વહેમ, અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો દુર કરવા ?”   
> “સાહેબ એમ તો કોણ આવે આપણે જ કરવું પડે ને ?”

સમાપનમાં બધા વિષે ફરી કહીને કહ્યું કે “વ્યક્તિગત રીતે વિચારીને કહેજો કે તમે શું કરી શકો આ સમાજમાં એક નાનકડો ફેરફાર કરવા ?”

November 20, 2014

Gunotsav Shubhechchhao..

આપે વર્ગખંડમાં કરેલી મહેનત ગુણ ના ઉત્સવ - દરમ્યાન પુરેપુરા વળતર સાથે પરિણામમાં પરિણમે તેવી સૌ  પ્રાથમિક  શિક્ષક મિત્રોને    શાળા પરિવાર તરફથી  શુભેચ્છા  

November 15, 2014

બાળ-સ્વચ્છતાને જવાબદારીઓમાં ન વહેંચીએ..


બાળ-સ્વચ્છતાને જવાબદારીઓમાં ન વહેંચીએ
મિત્રો, અમિતાભ બચ્ચન સાહેબનો બાળ-સ્વચ્છતાં માટેની ઝુંબેશનો એક વિડીયો ટેલિવિઝન ઉપર પ્રસારિત થાય છે. જેના ધ્વારા દર્શાવાય છે કે દર વીસ સેકન્ડે એક બાળકનું મૃત્યુ જમતાં પહેલાં હાથ ન ધોવાને કારણે થાય છે.
                  હવે વિચારો કે જે માત્ર વીસ સેકન્ડે એક બાળક આપણાથી દૂર થઇ રહ્યું છે તે દુનિયામાંનું  એક સ્થળ એ આપણી શાળા પણ છે. ત્યારે આપણને બાળકોની સ્વચ્છતા અંગેની ગંભીરતા સમજાય છે. પરંતુ જ્યારે પણ શાળામાં બાળકોની સ્વચ્છતા માટેનો મુદ્દો ચર્ચવામાં આવે છે ત્યારે ફેસબુક કે વોટ્સઅપના નોટિફિકેશનની જેમ જવાબદારીનું તીર ઘર-વાલી-સમાજ તરફ તકાય છે. ક્યારેક આર્થિક પરિસ્થિતિનો દોષ - તો ક્યારેક વાલીની અજાગૃતતા બે મુદ્દા આગળ ધરી ચર્ચાને વિરામચિહ્ન લગાવી દઈએ છીએ. અને જો સાચું કહું તો તે માટેની ચર્ચા કર્યાથી અથવા તો એક-બે વાર વાલીને સૂચનો આપ્યેથી આપણે બાળકની સ્વચ્છતા માટે ઘણો જ પ્રયત્ન કર્યો હોવાનો અહેસાસ કરી લઈએ છીએ. મિત્રો, વાલીની પરિસ્થિતિ અથવા તો અજાગૃતતા જ જો આ માટેનું કારણ હોય તો વિચારો કે આપણે અથવા તો આપણી પેઢીનો સ્વચ્છ બનનાર એ પ્રથમ વ્યક્તિ સ્વચ્છતાના પાઠ કોની પાસેથી શીખ્યો હશે? કોઈક તો હશે જ કે જેને આપણી પેઢીને સ્વચ્છ બનાવવા કમર તોડ પ્રયત્નો કર્યા હશે જ ! જેના ફળ રૂપે સ્વચ્છતા આપણી જીવનશૈલીમાં વણાઈ. પરંતુ સત્ય એ પણ છે કે આપણે જાગૃત નાગરિક તરીકે પણ કદી સ્વચ્છતાનાં આગ્રહી નથી બની શક્યા. ઉદાહરણ રૂપ આપણા સૌની શિક્ષક તરીકેની ભૂમિકા રૂપ સિક્કાની બીજી બાજુની વાત કરીએ તો આપણે આપણા પોતાના નાના બાળકોમાં સ્વચ્છતાં માટે ઘર કક્ષાએ કોઈ સ્પે.સમય અથવા તો સૂચનનું પ્રમાણ પણ નહીવત  જણાશે. ક્યારેક ક્યારેક તો ઘરમાં બાળકની અસ્વચ્છતા દેખાતાં એવો પણ સૂર સંભળાય છે કે “ આટલા મોટા નખ ! તારા સાહેબ નિશાળમાં તને કશું કહેતાં પણ નથી?  

 હવે નવાઈ ત્યારે લાગે છે કે શિક્ષક તરીકેની ભૂમિકામાં વર્ગખંડના બાળકોની સ્વચ્છતાં માટે વાલીને સુચના આપીએ છીએ અને કેટલાક આપણા વ્યવસાયી મિત્રો વાલી તરીકેની ભૂમિકામાં શાળા પાસે આ બાબતની અપેક્ષા સેવે છે, ત્યારે એક મોટો પ્રશ્ન આકાર પામે છે કે બાળકને “સ્વ-સ્વચ્છતા” તરફ માર્ગદર્શિત કરવાની જવાબદારી કોની? મિત્રો, શું આપણે સૌ આવી ગંભીર બાબત અંગેની જવાબદારી મારી નહી હોવાનું સાબિત કરવામાં જ સમય વ્યય તો નથી કરી રહ્યાને? આપણા નવાનદીસર શાળા પરિવારની વાત કરીએ તો શાળા પરિવારે પણ “બાળ-સ્વચ્છતા” માટેની જવાબદારી શિક્ષકની હોય તો પણ અને ન હોય તો પણ તેને સ્વીકારી હવેથી તે બાબત પર વધુ ધ્યાન આપવાની શરૂઆત કરી દીધી છે. જાગ્યા ત્યાંથી.....  અમે, અમારા વર્ગખંડમાંના બાળકોની પેઢીના એ પુણ્યશાળી વ્યક્તિ બનવા માંગીએ છીએ- જે કોઈએ આપણી પેઢીને સ્વચ્છ બનાવવા જેવું ભગીરથ કાર્ય કર્યું હતું. અત્રેના પ્રયત્નોમાં શાળાએ દરેક વર્ગમાં એક “નેઈલ મોનીટર’ એક “હેર મોનીટર” તો કોઈ બાળક “ક્લોથ મોનીટર”ની રચના કરી છે, વર્ગશિક્ષક દરેક મોનીટરને માર્ગદર્શિત કરી જરૂરી ઉપકરણ પૂરા પાડશે –જેમ કે નેઈલ મોનીટરને જરૂરી નેઈલ કટર તો હેર મોનીટરને કાંસકા – હેર ઓઇલ વગેરે. આ ઉપરાંત સમયાંતરે સામુહિક દાતણ અને તેના ધ્વારા દાતણ-દાંતનું મહત્વ વગેરે કાર્યક્રમો તો ખરા જ !   

મિત્રો સાથે વહેંચણી.....
 સામુહિક "બ્રશોત્સવ" અથવા તો "દાતણોત્સવ" પણ કહી શકો છો....
બાળકોમાં સામૂહિકતાનો આનંદ...
શૌચાલયમાં લટકાવેલ સાબુ વડે હાથ ધોવાની યોગ્ય રીત સમજાવતા શિક્ષકમિત્ર.. 

November 05, 2014

અમારા ધ્વારેથી...

बाल स्मिताय नम :
                            મિત્રો, શાળા પર્યાવરણ બાળકોથી જ હર્યું ભર્યું લાગે છે, આપણે જો રજાના દિવસે કોઈ કામ અર્થે શાળાએ જઈએ અથવા તો બાળકોના છૂટ્યા પછીના સમયનું શાળા પર્યાવરણનું અવલોકન કરીએ તો આપણને સમજાશે કે બાળકોની હાજરી માત્રથી એક સ્થળ શાળા બની જાય છે, બાકી બાળક વિના તો શાળા પણ સ્થૂળ બની જાય છે. શાળામાં બાળકોના સસ્મિત ચહેરાનું પણ એટલું જ મહત્વ છે. બાળકો ‘હસતાં-હસતાં ભણે’ અને ‘રમતાં-રમતાં ગણે’ તેવું આયોજન પણ આપણા તરફથી હોવું જ જોઈએ. આપણું ઘર હોય કે ઓફિસ, થિયેટર હોય કે બાગ-બગીચા- જો ત્યાંનું વાતાવરણ બિનજરૂરી શિસ્તના નામે ઉભા કરેલ નિયમોના “હાઉ” વડે શણગારેલ હશે તો આપણે કાંતો ત્યાં જવાનું ટાળશું અથવા જો જવું ફરજીયાત હશે તો જેમ બને તેમ કામ પતાવી તે સ્થળ છોડી દેવાના પ્રયત્નમાં હોઈશું. શાળાકીય પર્યાવરણમાં પણ આ વાત સીધેસીધી બેસે છે. શાળાકીય શૈક્ષણિક વર્ગકાર્યની સફળતાની ટકાવારી પણ આ પરિબળ પર વધારે આધાર રાખે છે, ચાલો નવા વર્ષના નજરાણા પેટે શાળાકીય પર્યાવરણમાં બાળકોને એવું કઈંક અનુકુલન કરી આપીએ કે બાળકોના ચહેરો “ઘડીભર” નહિ પણ “ઘડિયાળ-ભર” સ્મિત ચીપકેલું રહે ! “સદાય હસતાં રહેવું એ જો ઈશ્વરની સર્વોપરી ભક્તિ હોય તો પછી સદાય હસાવતાં રહેવું એ તો જાણે ખુદ ઈશ્વર જ બનવું – શાળા પરિવાર તરફથી આપના બાળકોને અગામી "નવીન દ્વિતીય સત્ર" માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ...

November 04, 2014

મર્યાદિત સંશાધનો.. ???

મર્યાદિત સંશાધનો વડે અમર્યાદિત આનંદ

                             મિત્રો, રમત-ગમત એ બાળકોને  આનંદપ્રમોદ કરાવતો મોટામાં મોટો સ્ત્રોત છે. બાળકો માટે રમતનું મેદાન એટલે કે જાણે સ્વર્ગ ! વર્ગખંડમાં બૂમ પડે કે “સાહેબ, મેદાન પર બોલાવે છે.” - તો ગમે તેટલાં સૂચનોને ભૂલી એકવાર તો બાળ-સેનાનો ઓ...ઓં....ઓ... નો નાદ ન સંભળાય- તો જ નવાઈ ! બાળક હંમેશાં રમતપ્રિય રહ્યું છે. હા, પ્રિય રમત માટે વિવિધતા હોય તે એક અલગ વિષય છે. રમતો પણ બે પ્રકારની હોય છે – Out  Out Door Game  એટલે કે રૂમ બહારની- મેદાનમાં રમાતી રમતો અને બીજી હોય છે - In Door Game એટલે કે રૂમમાં બેસીને રમી શકાય તેવી રમતો, જેવી કે ચેસ – કેરમ- ટેબલ ટેનિસ – સાપસીડી - વગેરે. આવી બધી રમતોની વાત આવે ત્યારે શાળા તરફથી પહેલો પ્રશ્ન બાળકોની સંખ્યા અને તે માટે ઉપલબ્ધ સંસાધનોનો જ આવે છે ! તેમાંની વાત નીકળે એટલે મૂંઝવણ રજુ કરતાં સૂરમાં વહીવટ અને વર્ગખંડ બંને એકમેકના વિરોધાભાસમાં હોય છે. વહીવટ માટે નાણાંકીય મૂંઝવણ તો વર્ગખંડ માટે સંખ્યાકીય મૂંઝવણ. હા, બંને પોતાને સ્થાને સાચા પણ છે ! તો  હવે બાળકોના આનંદનું શું ? આવી જ પરિસ્થિતિ ત્યારેઉભી થઇ કે જ્યારે ધોરણ પાંચના વર્ગખંડમાં કેરમ રમતની ચર્ચા અને ત્યાર બાદ રમવા માટેની બાળ-જીદ ઉભી થઇ. પરંતુ આપણી નવાનદીસર શાળાના ધોરણ-૫નાં બાળકો એ વાતે નસીબદાર હતાં કે વર્ગશિક્ષક અને વહીવટકર્તા બંને એક જ સિક્કામાં સમાયેલા હતાં, એટલે જ તેઓ બધી જ તરફની મુશ્કેલીઓથી વાકેફ હતાં. કેરમ સેટ-૧ અને જિદ્દી ખેલાડીઓ સત્તાવીસ. હવે? શાળા પરિવારમાં આ જ મનોમંથન શરૂ થયું , કે બાળકોના આનંદ માટે આવી પરિસ્થિતિમાં સારામાં સારું શું કરી શકાય ? –. અંતે બાળકોના આનંદિત ચહેરાઓ તરફી નિર્ણય લેવાયો, જે મુજબ કેરમને એક ટેબલ પર ગોઠવવામાં આવ્યું. બે બાજુ બે છોકરા-છોકરીઓને સરખે ભાગે ટીમો બનાવી ઉભા રાખવામાં આવ્યા. સામસામે એક-એક બાળકનો દાવ નક્કી કરવામાં આવ્યો. કુકી પાડનારને બીજો દાવ મળે અને સ્ટ્રાઈકર પડી જાય તો તે આઉટ. આવા જરૂરિયાત મુજબના હંગામી નિયમો વડે રમતની શરૂઆત કરી. બાળકો દોડાદોડી – ધક્કામુક્કી કરી જે આનંદ-ઉત્સાહથી રમતાં હતાં, ત્યારે તેમના આનંદિત ચહેરાઓ જોઈ કેરમની રમત માટેના નિયમોને તોડ્યા-મરોડ્યા બદલનો અમારો સંશય ક્યાં ભાગી ગયો? તેની અમને ખબર જ ન પડી ! કારણ કે આવા પ્રયત્ન વડે અમારો ઉદેશ્ય મર્યાદિત સંસાધનો ધ્વારા બાળકોને અમર્યાદિત આનંદ આપવાનો જ હતો !