U “Activity Base Learning” એટલે...
મિત્રો, એક્ટીવીટી બેઝ લર્નિંગ એટલે
શું ? તે તો આપણે સૌ જાણીએ છીએ. પ્રવૃત્તિ ધ્વારા શિક્ષણ એટલે કે બાળકોમાં કોઈ
સંકલ્પના સ્પષ્ટ કરાવવા માટે જો કોઈ પ્રવૃત્તિનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે ABL ઉપયોગ કર્યો તેવું કહેવાય. બાળકોને
પ્રવૃત્તિમય રહેવું જ હોય છે, બાળકોને સળંગ બે કલાક પ્રવૃતિમય રાખવાં એ ખુબજ
સહેલું છે, પરંતુ બાળકોને ચુપચાપ બે મિનીટ માટે પણ વર્ગમાં પ્રવૃત્તિહીન બેસાડવાં એટલે
ખુબ જ અઘરું “नामुमकिन” ! એટલાં જ માટે તો પ્રાથમિક કક્ષાએ અને તે પણ શરૂઆતના વર્ષોમાં સમાજ અને સીસ્ટમ બાળ-શૈક્ષણિક
પ્રવૃત્તિઓથી સભર વર્ગશિક્ષકની અપેક્ષાઓ સેવે છે. મિત્રો આનો સીધો જ
અર્થ એ જ થયો છે કે “આવાં વર્ગખંડોમાંથી બાળકો માટે શિસ્ત અને શાંતિ જાળવવાની શિક્ષકની સુચનાયુક્ત બૂમો જેટલી જોરથી અને વધુ પ્રમાણમાં
બહાર સંભળાય તેટલો તે શૈક્ષણિક પ્રવૃત્તિઓથી ઓછો સુસજ્જ છે - તેવું માની શકાય. અને આવા
સ્વકર્મ આધારિત કારણોને કારણે જ કેટલીકવાર પહેલાં-બીજા ધોરણના વર્ગખંડમાંથી પાંચ
વાગે બહાર નીકળતાં જ શિક્ષક “આજે તો બૂમો પાડી-પાડી માથું દુખ્યું” ની ફરિયાદો
કરતો જોવા મળે છે. પરંતુ આવી પરિસ્થિતિઓનું નિવારણ એક અને એક માત્ર એ જ છે કે
વર્ગકાર્ય પ્રવૃત્તિઓથી સભર સમૃદ્ધ હોય, બાકી થોડા વધુ દિવસો જો બૂમો અને
સૂચનાઓના આધારે જ આપણે હાંક્યે રાખીશું તો થોડા સમયગાળા પછી વર્ગખંડમાં ફકતને ફક્ત
આપણી સૂચનાઓ જ પડઘા પડશે/હશે અને આપણે હોઈશું બાળકના ઘરે અને તે પણ “વાલી-સંપર્ક” રજીસ્ટર
સાથે!
No comments:
Post a Comment