મર્યાદિત
સંશાધનો વડે અમર્યાદિત આનંદ
મિત્રો, રમત-ગમત એ બાળકોને આનંદપ્રમોદ કરાવતો મોટામાં મોટો સ્ત્રોત છે.
બાળકો માટે રમતનું મેદાન એટલે કે જાણે સ્વર્ગ ! વર્ગખંડમાં બૂમ પડે કે “સાહેબ,
મેદાન પર બોલાવે છે.” - તો ગમે તેટલાં સૂચનોને
ભૂલી એકવાર તો બાળ-સેનાનો ઓ...ઓં....ઓ... નો નાદ ન સંભળાય- તો જ નવાઈ !
બાળક હંમેશાં રમતપ્રિય રહ્યું છે. હા, પ્રિય રમત માટે વિવિધતા હોય તે એક અલગ વિષય
છે. રમતો પણ બે પ્રકારની હોય છે – Out Out Door Game એટલે કે
રૂમ બહારની- મેદાનમાં રમાતી રમતો અને બીજી હોય છે - In Door Game એટલે કે રૂમમાં બેસીને રમી શકાય તેવી રમતો, જેવી કે ચેસ – કેરમ- ટેબલ
ટેનિસ – સાપસીડી - વગેરે. આવી બધી રમતોની વાત આવે ત્યારે શાળા તરફથી પહેલો પ્રશ્ન બાળકોની સંખ્યા અને તે માટે ઉપલબ્ધ
સંસાધનોનો જ આવે છે ! તેમાંની
વાત નીકળે એટલે મૂંઝવણ રજુ કરતાં સૂરમાં વહીવટ અને વર્ગખંડ બંને એકમેકના વિરોધાભાસમાં
હોય છે. વહીવટ માટે નાણાંકીય મૂંઝવણ તો વર્ગખંડ
માટે સંખ્યાકીય મૂંઝવણ. હા, બંને પોતાને
સ્થાને સાચા પણ છે ! તો હવે બાળકોના
આનંદનું શું ? આવી જ પરિસ્થિતિ ત્યારેઉભી થઇ કે જ્યારે ધોરણ પાંચના વર્ગખંડમાં
કેરમ રમતની ચર્ચા અને ત્યાર બાદ રમવા માટેની બાળ-જીદ ઉભી થઇ. પરંતુ આપણી નવાનદીસર
શાળાના ધોરણ-૫નાં બાળકો એ વાતે નસીબદાર હતાં કે વર્ગશિક્ષક
અને વહીવટકર્તા બંને એક જ સિક્કામાં સમાયેલા
હતાં, એટલે જ તેઓ બધી જ તરફની મુશ્કેલીઓથી વાકેફ હતાં. કેરમ સેટ-૧ અને જિદ્દી
ખેલાડીઓ સત્તાવીસ. હવે? શાળા પરિવારમાં આ જ મનોમંથન શરૂ થયું , કે બાળકોના આનંદ
માટે આવી પરિસ્થિતિમાં સારામાં સારું શું કરી શકાય ? –. અંતે બાળકોના આનંદિત
ચહેરાઓ તરફી નિર્ણય લેવાયો, જે મુજબ કેરમને એક ટેબલ પર ગોઠવવામાં આવ્યું. બે બાજુ
બે છોકરા-છોકરીઓને સરખે ભાગે ટીમો બનાવી ઉભા રાખવામાં આવ્યા. સામસામે એક-એક બાળકનો
દાવ નક્કી કરવામાં આવ્યો. કુકી પાડનારને બીજો દાવ મળે અને સ્ટ્રાઈકર પડી જાય તો તે
આઉટ. આવા જરૂરિયાત મુજબના હંગામી નિયમો વડે રમતની શરૂઆત કરી. બાળકો દોડાદોડી –
ધક્કામુક્કી કરી જે આનંદ-ઉત્સાહથી રમતાં હતાં, ત્યારે તેમના આનંદિત ચહેરાઓ જોઈ કેરમની
રમત માટેના નિયમોને તોડ્યા-મરોડ્યા બદલનો અમારો સંશય ક્યાં ભાગી ગયો? તેની અમને
ખબર જ ન પડી ! કારણ કે આવા પ્રયત્ન વડે અમારો ઉદેશ્ય મર્યાદિત સંસાધનો ધ્વારા
બાળકોને અમર્યાદિત આનંદ આપવાનો જ હતો !
1 comment:
Anokhu vicharvani rit....
Post a Comment