November 03, 2014

एक कदम ...


એક થા મોહન કે એક હૈ મોહન ?
"મમ્મી,વચન આપ કે ઘરની આસપાસ ગંદકી નહી કરે !!"
૨જી ઓકટોબરે આપણા મોહનદાસ કરમચંદ ગાંધી વિષે ઘણી બાબતોની ચર્ચા  તો થવાની !
                   ...એમની સત્યપ્રિયતા અને સ્વચ્છતાપ્રિયતા ઉપરાંત જો કોઈક બાબત સૌથી અસરકારક હોય તો – “પરિસ્થિતિ પ્રત્યે તેમની ઇનોવેટીવ દ્રષ્ટિ !  ઉપલબ્ધ સંસાધનોનો અનોખી સૂઝ બુઝથી ઉપયોગ કરવાની આવડત ! જ્યાં અન્ય વ્યક્તિઓનું વિચારવાનું અટકી પડતું ત્યાંથી એમનું વિચારવાનું શરૂ થતું !
આઝાદી અને રેટિયો નું કોમ્બીનેશન ગાંધી વગર કોને સુઝે ?
 દેશના પ્રત્યેક વ્યક્તિને દેશ સાથે જોડાયેલા હોવાની અનુભૂતિ કરાવવા માટેના તેમના પ્રયાસો ખેડૂતથી માંડી ઉદ્યોગપતિ સૌને એકસમાન રીતે પ્રેરિત કરવા ! બહુ મોટા પાયે અશક્યલાગે તેવા કાર્યક્રમ આપવાને બદલે, સૌ જોડાઈ શકે એવા કાર્યક્રમ દેશને આપવા ! લોકો શાની સાથે સૌથી વધુ જોડાઈ જશે તે વસ્તુઓ શોધી કાઢવાની તેમની દ્રષ્ટિ ! મીઠાના કર ને દુર કરવા કરેલી દાંડી યાત્રા એ આ બાબતનું ઉદાહરણ છે.
                  ધન-દાન માટે ઓટોગ્રાફ આપવાથી માંડી અને ધન ના હોય તો શ્રમ દાન અને સમય દાન મેળવવા માટેના પ્રયાસો ! ધીમે પણ મક્કમ પગલે દેશભરના લોકોની તાસીર બદલાતા ગયા અને અંગ્રેજસત્તાકમાંથી પ્રજાસત્તાક બની શકાયું !
                                આવા ગાંધીનો બર્થડે આ વખત ગામમાં સ્વચ્છતા માટેની જાગૃતતા ફેલાવી ઉજવ્યો ! પ્રયાસ નાનકડો લાગે પણ અસર નાની નહિ જ હોય
લાંબામાં લાંબો પંથ કાપવા લેવાયેલું પહેલું પગલું તો નાનકડું જ હોય છે !
એક કદમ ગાંધી ઔર સરદાર કી ઓર !











રેલીના વળતાં સમયે જોવા મળતાં દ્રશ્યોમાંની એક ક્લિક - આ નિયત મુજબનું હતું કે પછી રેલીની અસરકારકતા હતી -તે અમે ચોક્કસપણે નથી કહી શકતાં !!
¹ વિડીયોગ્રાફી જોવા માટે નીચે ક્લિક કરો ! 

No comments: