દરેક વર્ષે તો દિવાળી પછી કાં તો શાળામાં વિદ્યાર્થીઓ સાથે મળવાનું થાય કે પછી ગામમાં છૂટક છૂટક ...મળાય.. આ વર્ષે કૈક નવું કરવાનું વિચાર્યું...ને શાળાને બદલે બીજે ક્યાંક મળવાનું નકી થયું.બધા જૂથ સાથે ચર્ચા થઇ ને અંતે સ્થળ નક્કી થયું.-ચામુંડા માતાના મુવાડા( નવા નદીસરથી ૩-૪ કિમી )
મહીસાગર ને આરે!
તારીખ માટે વિદ્યાર્થીઓના આગ્રહના કારણે બધા શિક્ષકોને વેકેશનની વચ્ચે એક દિવસ વતનમાંથી આવવું પડ્યું.(સાચો શબ્દ વાપરું તો આવ્યા!)
તેમને તેનો જરાય અફસોસ ના જ થાય -
કારણ ખબર છે?
કેટલીક તસ્વીરો તમે જોશો એટલે સમજી જશો કે કેવા પ્રેમથી અને મસ્તીથી અમે અમારું દિવાળી મિલન ઉજવ્યું...
તારીખ ૨૬ મી ઓક્ટોબર
સ્થળ- ચામુંડા માતાના મુવાડા
બોલો ચામુંડા માતાની જય!
મહીસાગર જોવામાં મશગુલ
હરેશભાઈ ચૌધરી (યુનિસેફ) મને છોકરીઓને ક્રિકેટ રમાડવાની સલાહ આપી હતી...તે વખતે મહત્વ નહોતું સમજાયું પણ ....પરિણામ શું આવે જોવું હોય તો તમારી શાળાની કન્યાઓને ક્રિકેટ રમાડી જોજો.
પ્રકાશભાઈ ક્યારેય ફ્રી હોય? ગોપાલ સાથે ગામના નકશાને આખરી ઓપ આપતા!
નવા નદીસર પ્રાથમિક શાળા
આપ સૌને નવા વર્ષે આપ સૌ નવી ક્ષિતિજો સર કરો તેવી શુભકામનાઓ પાઠવે છે!
આપ સૌના જીવનમાં પણ અંધકાર થી ઉજાસ તરફ પ્રગતી થાય તેવી શુભેચ્છા!
અચાનક બની બેઠેલા કોર્ડીનેટર અને શિક્ષન્ સાથે જીવવા બનેલા કોર્ડીનેટર વચ્ચે શું ફર્ક હોય છે તે આ તસ્વીરો જ કહી જાય છે હજુ વિદ્યાર્થીઓને શીખવું તેવો ઉત્સાહ જેમને હૈયે છે તે સૌને અમારા સી આર સી અને બી આર સી ની બેવડી જવાબદારી સંભાળતા શ્રી હરિશ્ચંદ્ર રાહુલજીની આ તસ્વીરો સપ્રેમ ભેટ!
ગામનું નામ નદીસર.... વર્ષ હતું..૧૯૭૩...ભાદરવા સુદ તેરસ .. ગામની જીવાદોરી સમાન મહીસાગર નદી માં આવ્યું પૂર! જે દીવાલ રક્ષણ માટે હતી તેજ તૂટી પડી... ગામ આખું પાણી પાણી..
તાત્કાલિક તો ગામના તમામ લોકોને નજીકના ઉચાણવાળા ગામ મોરવામાં આશરો આપવામાં આવ્યો પણ લાંબાગાળાના ઉકેલ માટે શું? કુદરત ફરી રુઠી શકે! લોકો ડરી ગયેલા હતા... તે સમયે નિર્ણય લેવાયો કે ગામના તમામ લોકો માટે નવી જગ્યાએ ગામ વસાવવું... ગામ વસાવવા માટે જગ્યા પસંદ કરી નદીસર ગામની નજીક આવેલી ગોચર તરીકે વપરાતી..પડતર જમીન. યુધ્ધના ધોરણે કામગીરી શરુ કરાઇ.. ટાટા બિરલા કંપની ને ગામનું બંધારણ અને નવા મકાનો બનાવવાનું કામ આપવામાં આવ્યું. ૧૯૭૪ માં પડતર જમીનમાં જાણે પ્રાણ ફુકાયો.. જ્યાં ઝાડી ઝાંખરા હતા ત્યાં આજે આધુનિક ઢબે બનેલું ...કાટખૂણે ડીઝાઇન કરેલું ગામ હતું. અને તે ગામ એટલે અમારું નવાનદીસર.. તે જ વર્ષે શ્રી કે. કે. વિશ્વનાથન દ્વારા અહી પ્રતીતાત્મક રીતે ઉદઘાટન થયું. નદીસરના જે લોકોના ઘર તૂટી ગયા હતા તેમના માટે સિમેન્ટના નાના ક્વાટર્સ અને જેમના ઘર સારી હાલતમાં હતાં તેમને અહી મકાન બનાવવા માટે જમીન ફાળવવામાં આવી.. ૧૫૦ જેટલા મકાનો ફાળવ્યા પણ નદીસર જે અહીંથી લગભગ બે કિલોમીટર દુર આવેલું છે...વળી ખેતીથી ગુજરાન ચલાવતા લોકોને પોતે ખેતીથી દુર થઇ જશે એમ લાગ્યું એટલે કેટલાય લોકો અહી રહેવા જ ન આવ્યા..!! ફક્ત જેમની પાસે નદીસરમાં ખેતી લાયક જમીન ન હતી તેવા કુટુંબો અને શેરોના મુવાડા ગામના લોકો કે જેમના ખેતરો અહીંથી નજીક પડી શકતા હતાં..તેવા ૬૦ કુટુંબોએ અહી રહેવાનું શરુ કર્યું.. એમ શરુ થયું અહી લોકોનું જીવન.. શિક્ષણનો પણ વિચાર થયો જ હોય..વળી જયારે,જ્યારે ૧૦૦૦૦ જેટલી વસ્તી અહી રહેવા આવશે એવી ગણતરી પણ હતી, ગામની નજીકમાં આંગણવાડી, પ્રાથમિકશાળા તથા હાઇસ્કૂલ બને તેટલી જમીન ફાળવી પણ..જયારે,જ્યારે બધા લોકો જ રહેવા ના આવ્યા ત્યાં એટલા મોટા સંકુલનું શું? ફક્ત ૬ ઓરડાવાળી નવાનદીસર પ્રાથમિક શાળા અસ્તિત્વમાં આવી. શરૂઆતમાં ગામમાં પીવાના પાણી સ્ત્રોત તરીકે ત્રણ કુવા હતા...વીજળી નહોતી પહોચી, ખેતી અને ખેત મજુરી સિવાય કોઈ રોજગાર નહોતો! સુંદર આયોજન કરી ઉભું કરેલું ગામ હતું, પણ લોકોમાં આ સુંદર ગામને જાળવી રાખવા જેટલી જાગૃતિ નહોતી... ગામ ૧૦ ધોરણ પાસ કરેલ ફક્ત ૧ યુવાન.. સરકારી કર્મચારી કહેવાને માટે બે પ્રાથમિક શિક્ષકો જે વફાની પરીક્ષા પાસ કરી શિક્ષક બન્યા હતા.. બાજુના ગામ શેરોના મુવાડાથી પછી સ્થળાંતર કરી આવેલા પટેલ ભગુભાઈ નાથાભાઈએ પોતાના કેટલાક પ્રયત્નો કરી વીજળીના થાંભલા ઉભા કરી પોતાના લાકડા વહેરવાના ડેમચો સ્થાપ્યો..ગામમાં વીજળી અને તેની સાથે એક નવું રોજગારનું સાધન મળ્યું. ભગુભાઈના જ પ્રયત્નોથી શાળાને ફરતે તારની વાળ પણ થઇ. કૈક વિકાસ ની લહેરખી જણાઈ.. પણ લોકો પર કોઈ અંકુશ નહોતો.. સૌ પોતાના ક્વાટર્સ છોડી બીજી જગ્યાઓ પર મકાન બનાવવા લાગ્યા..કોઈ રોકનાર તો હતું નહિ. થોડા વર્ષોમાં જ ગામનું સ્વરૂપ બદલાઈ ગયું. આયોજનપૂર્વક બનેલું ગામ હતું પણ હવે ફક્ત કેટલાક સારા મકાનો અને બાકીના ઝૂપડા એવો ઘાટ ઘડાઇ ગયો! એજ ગાળામાં નજીકના ખજૂરી ગામમાંથી ભરવાડ જાતીના કુટુંબો પણ અહી દેરા બનાવી રહેવા લાગ્યા! આમ વસ્તી થઇ પણ સવાર પડતા સૌ પોતાના મૂળ ગામે જાય અને આ ગામ ફક્ત રાતવાસા માટે હોય તેવો ઘાટ થયો..ટુંકમાં કોઈને આ ગામ મારું ના લાગ્યું, સૌ અહી જાણે આજે અહી રહી પછી બીજે જતાજ રહેવાનું છે એવા વિચારથી રહેતા..ગામની જમીન પર કોઈ પણ ગમે ત્યાંથી આવીને મકાન બનાવી દે..રહે કોઈ તેને પૂછનાર નહોતું, જમીન પર ગેરકાયદેસર દબાણ થાય કોઈને પડી નહોતી!! આ બધાની વચ્ચે કેટલાક માઈલસ્ટોન કહેવાય તેવી ઘટનાઓ માં ….. • બે- ત્રણ નાની દુકાનો શરુ થઇ.. • ગામમાં બે બસો આવતી થઇ ...નદીસર-ગોધરા અને નદીસર - વડોદરા • ૧૯૮૦ થી ધીમે ધીમે ઘરોમાં વીજળી પહોચી.. • નાનસિંહ ત્યાં રેડીઓ વાગ્યો.. • ગામના શ્રી નાથુસીહ પરમાર પંચાયતના સભ્ય તરીકે ચુંટાયા અને ડેપ્યુટી સરપંચ પણ બન્યા.. • શ્રી બાબુભાઇ રાવળને ત્યાં સાઇકલ આવી... હા! • એજ બાબુભાઈ ૧૯૯૧ માં ગામનું પ્રથમ ટ્રેક્ટર વસાવનાર પણ થયા • સરદાર આવાસ યોજન હેઠળ ફરી કેટલાક ક્વાટર્સ બન્યા..
• શ્રીમતી મધુબેન સુથારે "મધુ મસાલા" નામથી વિવિધ મસાલા બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો...જેનાથી પણ નવા નદીસરની એક નવી ઓળખ ઉભી થઇ. • ગામના શિક્ષક્ શ્રી બાબરભાઈ સોમાભાઈ કે,જેમના નામથી આજે ગામમાં "માસ્તરવાળું ફળિયું" છે...તેમને યોગેશ્વર સ્વાધ્યાયની પ્રવૃતિથી ગામના લોકોને સંગઠિત અને જાગૃત કરવાના પ્રયાસો કર્યા. • ૧૯૯૩ માં ઓરિસ્સા બાજુથી રમતા જોગી ગૌરાંગદાસ બાપુ નામના સાધુએ અહી મંદિર બનાવવાની પ્રેરણા આપી. • મંદિર બન્યું..અને ગામમાં શિવ નાદ વહેતો થયો! • ૧૯૯૩ માં જ ટીવીની દુનિયા નવા નદીસરમાં ખુલી.. શ્રી સુભાષભાઈ સુથારના ઘરે નવા નદીસરનું પ્રથમ ટેલીવિઝન આવ્યું.
• પાનમ નહેરનું પાણી મળતા અને ત્યારબાદ ગામની નજીક જતી પાનાઈ નામના કોતર પર બાંધેલ ચેકડેમથી ખેતી કરતા અને ખેતરોમાં મજુરી કરી જીવન ગુજારતા લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો.. જેમ જેમ ચેક ડેમોની સંખ્યા વધી તેમ પાણીનું સ્તર ઉચું આવ્યું...તેનો પણ ફાયદો થવા લાગ્યો!
• જેમની પાસે પોતાની જમીન નહોતી તેમને પણ સુથારી કામ ને કડિયા કામ શીખવાનું શરૂ કર્યું. • સૌ પોતાના રીતે કોઈને કોઈ વ્યવસાયમાં જોડતા ગયા...ગામ હવે વિકાસના પંથે છે ...એમ લાગવા લાગ્યું છે! આ બધાની વચ્ચે અત્રેની નવા નદીસર પ્રાથમિક શાળાના વિકાસ ક્રમનો એક અલગ જ ઈતિહાસ છે પણ અહી તે અસ્થાને છે. અંતે તો શાળાનો વિકાસનું અંતિમ લક્ષ્ય ....સમાજનો ....ગામનો વિકાસ છે.... અમારું લક્ષ્ય છે.... શ્રેષ્ઠ શાળા વડે શ્રેષ્ઠ ગામ, અને શ્રેષ્ઠ ગામ વડે શ્રેષ્ઠ ગુજરાત... આભાર
પ્રતિ,
આદરણીય શિક્ષક્ મિત્રો તથા તે તમામ શુભેચ્છકો કે જે અમારા બ્લોગ ની સતત મુલાકાત લઇ અમને જીવંત રહેવાનું બળ પૂરું પડે છે -
સૌને નવા નદીસર પ્રાથમિક શાળા પરિવારની શિક્ષક્ દિન નિમિત્તે શુભેચ્છાઓ!
મિત્રો આજે અહીં ઓગષ્ટ માસનું પ્રથમ પ્રશ્નપત્ર રજુ કરું છું, આજ post ને edit કરી બીજા પ્રશ્નપત્રો ઝડપથી મુકવાનો પ્રયાસ કરીશું.
માસિક કસોટી બાબતના તમારા અભિપ્રાયો મળશે તો આનંદ થશે.
Email us on- gitansh2007@gmail.com
or
call us 9979209505 (Gopal Patel)
9974598817 (Rakesh patel)
ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની મિજાજે “मस्ती की पाठशाला” એવી નવાનદીસર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે. જો આપ એક શિક્ષણ રસિક હો તો "આપ આપના બાળકને કેવું શિક્ષણ મળે તેવું ઇચ્છો? તે ફક્ત “શિક્ષિત’’ બને તેવું કે સાથે-સાથે તે એક ‘‘સમાજ ઉપયોગી’’ નાગરિક પણ બને તેવું? અમે તમારો જવાબ જાણીએ છીએ. કારણ કે દરેક વાલીની ઈચ્છા પોતાનું બાળક શિક્ષિત બને પણ સાથે-સાથે તેને જીવન મૂલ્યોનું શિક્ષણ પણ મળે તેવી હોય છે. બાળક શિક્ષિત બની પગભર બને પણ સાથે-સાથે સમાજ ઊપયોગી નાગરિક બની દેશના વિકાસમાં સહભાગી બને તેવો અમારો સતત પ્રયત્ન રહેલો છે, માટે જ અત્રેની શાળામાં અભ્યાસની સાથે-સાથે થતી સહભ્યાસિક પ્રવૃતિઓમાં અમે બાળકના “સર્વાંગિંક ગુણોના વિકાસ” નો ધ્યેય કેન્દ્ર સ્થાને રાખ્યો છે, અત્રે આ બ્લોગ ધ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગિં વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવૃતિઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે, સાથે-સાથે આ બ્લોગ અમારા માટે આપશ્રી જેવા શિક્ષણ રસિકો પાસેથી બાળવિકાસની દિશામાં અમારા આ પ્રયત્નોમાં રહેલ ખામીઓ સંદર્ભે સૂચનો અને નવીન માર્ગદર્શન મેળવવાનુ માધ્યમ પણ છે. આપ અત્યારે અમારા મુલાકાતી જ નહી, અમારા નિરીક્ષક અને માર્ગદર્શક પણ છો અને તમે કોઇ બાળકના વાલી પણ હશો જ, તો થોડીવાર માટે પણ આપશ્રી અમારી શાળાના બાળકોના વાલી બની અમારી પ્રવૃતિઓનું નિરીક્ષણ કરી અમને માર્ગદર્શન આપી અમારા ઉત્સાહમાં વધારો કરશો તેવી અમને ચોક્કસ આશા છે. અમારુ ઇ-મેઇલ આઇ ડી આપના માર્ગદર્શનની રાહ જોઇ રહ્યુ છે. Contact us on : nvndsr1975@gmail.com આ ઉપરાંત આપ અમારી શાળાને ફેસબુક https://www.facebook.com/navanadisar પર પણ નિહાળી સુચનો આપી શકો છો. અમારી મુલાકાત બદલ આભાર સહ – નવાનદીસર પ્રાથમિક શાળા પરિવાર !!!! શાળાના મિજાજને જાણવા માટે લોગો પર ક્લિક કરો !!
જો તમે શિક્ષક હોવ તો, "સમાજની આપણા પાસેથી શી અપેક્ષા છે?" - તે જાણો !
શિક્ષકમિત્રો, બાળકો ત્યારે ખૂબ જ અચરજ પામે છે, જયારે શિક્ષક તેઓને દૂરની વસ્તુ બાયનોકયુલર ધ્વારા ખૂબ જ નજીક બતાવે છે. એ વાતમાં નવાઈ નથી કે બાળક શિક્ષકને સર્વોપરી ગણતો હોય છે, પોતાના વાલીનું કહ્યું ન કરનાર બાળક પોતાના શિક્ષકના કહેવાથી ન ગમતું કામ પણ હોંશે-હોંશે કરી બતાવે છે. એ જ બતાવે છે કે આપણે જેમ આપણા આદર્શ[ગુરૂ]ની સામાન્ય સૂચનાને પણ જેમ હૂકમ[આજ્ઞા] માની અનુસરીએ છીએ, તેમ બાળક પણ આપણે કરેલી વાતને ગાળવા માટે કોઈપણ જાતની ગરણી વિના સીધી જ મગજ [માન્યતા]માં ઉતારી દેતાં હોય છે.અને તે જ કારણે બાળકની મોટા થયા પછીની દરેક વિષય પરની માન્યતાઓ ઉપર તેના શિક્ષકનો પ્રભાવ રહેશે જ. આમ ભવિષ્યમાં તે પોતાના શિક્ષકના પ્રભાવ વાળો જ નાગરિક બનશે તે ચોક્કસ છે. આનાથી એક વાત તો સાબિત થાય છે કે “ભવિષ્યનો સમાજ - વર્તમાનમાં કાર્યરત શિક્ષકોના પ્રભાવ વાળો જ નિર્માણ પામે છે.” મિત્રો, બાળકો પણ સમાજનું અથવા તો એમ કહીએ કે પોતાની સાથે બનતી દરેક ઘટનાઓ/બાબતોને સમજવા માટે શિક્ષકરૂપી બાયનોકયુલરનો ઉપયોગ કરતો હોય છે, કારણ કે તેનું એવું જ માનવું હોય છે કે મારા શિક્ષક જ દીર્ઘ દ્રષ્ટા અને સત્ય-દ્રષ્ટા છે. આપણા સૌ પરનો બાળકનો આવો વિશ્વાસ અકારણ જ હોય છે. મિત્રો,બાળકે આપણા પર મૂકેલ આ વિશ્વાસ તથા વર્તમાન સમાજે “ ભવિષ્યના સુ-સમાજ નિર્માણ ” માટે આપણા ઉપર મુકેલ વિશ્વાસ - આ બંને [બાળકનો અને વર્તમાન સમાજનો] આપણા પરનો વિશ્વાસ એ તેમનો “અંધવિશ્વાસ” નથી- તે હવે આપણે આપણા કર્યો વડે જ સાબિત કરવું રહ્યું .
અમારું ઈ-મુખપત્ર "બાયોસ્કોપ"
૧ લી મે, ૨૦૧૦ (ગુજરાત સ્થાપનાદિન) થી આપણી નવા નદીસર પ્રાથમિક શાળાએ તેનું ઈ-મુખપત્ર શરૂ કર્યું છે. જેનું નામ છે બાયોસ્કોપ. જેને અમે દર માસની પહેલી તારીખે પ્રકાશિત કરીશું.-અમારા માટે બાયોસ્કૉપનો ઉદ્દેશ શાળામાં ચાલતી પ્રવ્રુત્તિઓને પ્રોત્સાહન મળે, શાળાની પ્રવ્રુત્તિઓમાં રહેતી ત્રુટિઓ અને શિક્ષણકાર્યમાંની કોઇ મુંઝવણોમાં આપશ્રી જેવા અનુભવીશ્રીઓનું માર્ગદર્શન મળી રહે તેમજ કોઇ શાળાને પ્રેરણાત્મક સ્ત્રોત મળી રહે તે માટેનો છે. જો આપ આ અંકને આપના મેઈલ બોક્ષમાં ઇચ્છતા હો તો “Get Bioscope” લખી અમને મેઈલ કરો .. અમારું ઈ- સરનામું છે- nvndsr1975@gmail.com [ મિત્રો, અમારા અત્યાર સુધીમાં પ્રકાશિત અંકોના સંગ્રહસ્થાને પહોંચવા ઉપરોક્ત ફોટોગ્રાફ પર ક્લિક કરો .]
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉજવાતા ગુણોત્સવના બેનર પર આપણી શાળાની બાળાઓને મળેલું સ્થાન.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રશ્ન પૂછતા શાળાના શિક્ષકશ્રી...
"જો તમે મુખ્યમંત્રી નહિ પણ પ્રાથમિક શાળાના શિક્ષક હોત તો?
દિવ્યભાસ્કર સમાચારપત્રમાં-: આપણને પણ ગુજરાતની આવી શાળા મળી હોત તો?
દિવ્યભાસ્કરના શાળા વિશેના લેખને વાંચવા ઉપરના image પર ક્લિક કરો
" मस्ती की पाठशाला " વિશે ...
"ભેલપૂરી" - ઈ-મેગેજીનમાં શાળા વિશેનો આ આર્ટિકલ વાંચવો તમને ગમશે [image પર ક્લિક કરો ]
શાળાની સંવેદનાઓ - વેબ ગુર્જરીને મુખે
શાળાએ અનુભવેલી સંવેદનાઓના લેખને વાંચવા ઉપરોક્ત image પર ક્લિક કરો.
બાળકોમાં સ્વચ્છતાની જવાબદારી કોની ?
'બાળ-સ્વચ્છતાં" - વિગતે વાંચવા IMAGE પર ક્લિક કરો
નાગરિક ઘડતર
અમારી શાળાને સ્વયં-સંચાલિત બનાવી બાળકોમાં એક જવાબદાર નાગરિકનો ગુણ વિકસાવતી પ્રવૃત્તિને જોવા ઈમેજ પર ક્લિક કરો.
આઝાદી એટલે સમાન તક !!!
શાળામાં ઉજવાયેલ ઉજવણીને માણવા IMAGE પર ક્લિક કરો
શાળા પહોંચે સમાજ સુધી !
શાળાનું પ્રાર્થના સંમેલન ગામમાં જ [ વિગતો માટે ફોટોગ્રાફ પર ક્લિક કરો ]
ઇકોક્લાસ
જાણે કે ઋષિઓની કોન્ફરન્સ [વિગતે જાણવા ઉપરોક્ત image પર ક્લિક કરો ]
A Model School
BALA [A Model School ] ને વિગતે જાણવા ઈમેજ પર ક્લિક કરો
ચક્કીબેનનું ઘર
પ્રજ્ઞા શિક્ષણ
વિગતે વાંચવા માટે image પર ક્લિક કરો
સાયમન ગો બેક!
ઇતિહાસ શિક્ષણ..આ રીતે પણ...તે વખતે ખરેખર તેમને શું અનુભવ્યું હશે..?? જરા અનુભવી લઈએ!
ગાંધીહાટ
"ગાંધીહાટ" અન્વયે બાળકો માટે જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રી જેમ કે પેન-પેન્સિલ-નોટબુક-રબર-સંચા વગેરે દરેક ખાનામાં વ્યવસ્થિત ગોઠવી તેના પર સ્પષ્ટ વંચાય તેમ તે વસ્તુની કિંમત લખેલી હોય છે.કોઈ બાળકને જયારે,જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે ત્યારે તે બાળક જાતે જ ત્યાંથી જરૂરી વસ્તુ લઇ તેની બાજુમાં રહેલા ખુલ્લા ખાનામાં તે વસ્તુની કીમત પ્રમાણેના પૈસા મૂકી દે છે. ગાંધીહાટનો હિસાબ પણ બાળકો જ રાખે છે. દર પંદર દિવસે જયારે,જ્યારે જૂથોની કામગીરી બદલાય ત્યારે તે બાળકો ગાંધી હાટનો હિસાબ જે તે જૂથના નેતાને સુપ્રત કરી દે છે. ગાંધીહાટમાં ખૂટતી વસ્તુઓ લાવવા માટે જવાબદારી સંભાળતા જૂથના બાળકો તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીનો સંપર્ક કરે છે. આવી નાનકડી પ્રવૃત્તિથી બાળકોમાં પ્રમાણિકતાના ગુણનો વિકાસ થાય છે. જીવન ઉપયોગી વસ્તુઓની ખરીદી કરતા શીખે છે. જાણે અજાણે સૌ સહકારથી જીવવાનો ગુણ કેળવે છે.
આજના ગુલાબ
બાળકો માં સ્વચ્છતાનો ગુણ વિકસાવવો એ ખુબ જ અઘરી બાબત છે. કારણકે દોડવું,કુદવું ,ધૂળમાં રમવું,પડવું વગેરેની કોઈ વાત કરે કે તરત જ આપણને બાળકો જ દેખાય. બાળકોની આવી સ્વાભાવિક રમીતિયાળ અને તોફાની પ્રવૃતિઓ ન અવરોધાય અને સ્વચ્છતાનો ગુણ વિકસાવવો તે જરૂરી છે. "આજના ગુલાબ " પ્રવૃતિથી અમે તેમ કરવામાં અમે લગભગ સફળ રહ્યા છીએ. રોજ પ્રાર્થના સમયમાં બે મીનીટનો સમય ફાળવી...ધોરણવાર બાળકોને ઉભા કરવામાં આવે છે. જે જૂથને પ્રાથના સંમેલનની કામગીરી ફાળવેલ હોય તે જૂથના બાળકો અન્ય વિધાર્થીઓને તપાસે છે. જેમાં *વાળ ઓળેલા છે કે નહિ?*તેલ નાખેલું છે કે નહિ?*નાખ કાપેલ છે કે નહિ?*યુનિફોર્મ ધોયેલો છે કે નહી?* શરીર પર નો મેલ સાફ કરેલ છે કે નહિ? જેવી બાબતો ધ્યાનમાં રખાય છે. તપાસનાર જૂથ ધોરણવાર એક -એક બાળકનું નામ જાહેર કરે છે. તેને ઢોલકની ત્રણ તાલ - બધાની ત્રણ તાલીનું માન અપાય છે. શિક્ષક્ તે બાળકોના નામ ધોરણવાર શાળાના મુખ્ય ડિસ્પ્લે બોર્ડ પર નોધે છે.આનાથી કેટલક સુખદ પરિણામો અમને મળ્યા છે તેમાં બાળકો સમયસર શાળાએ આવે છે...સ્વચ્છ રહેવાની તંદુરસ્ત હરીફાઈ .... રોજ સ્નાન કરવાની ટેવ..હાથ ધોઈનેજ જમાય તેવી ટેવ...મળ્યા તે ઉપરાંત વાલીઓમાં પણ પોતાના બાળકની સ્વચ્છતા અંગેની જાગૃતિ આવી છે તે વધારાનો ફાયદો.
ખોયા-પાયા
"ખોયા-પાયા" નું હાર્ડબોર્ડનું ખોખું અમે ઓફીસ રૂમની બહાર લગાવેલ છે. જેમાં બાળકોને વર્ગ ખંડ કે મેદાનમાંથી કોઈ વસ્તુ મળશે તો તે ખોયા -પાયમાં મૂકી દેશે. જ્યારે કોઈ બાળકની વસ્તુ ખોવાઈ ગઈ હશે તો પણ તે અન્ય જગ્યાએ શોધવાનો સમય વેડફ્યા વગર ખોયા-પાયામાંથી જ મેળવી લેશે. અહી બાળકો પોતાના સિવાયની બીજાની વસ્તુ પોતાની પાસે ના રખાય તેવી સમજ કેળવશે ..ચોરીની કુટેવ હશે તો દુર થશે ...વધુ પ્રમાણિકતાવાળું વાતાવરણ શાળાને મળશે. અહી વિધાર્થીઓમાં જરૂરી અને બિનજરૂરી વસ્તુઓનો ભેદ સમજાવવો. તેમને સમજાવવું કે ફક્ત જરૂરી વસ્તુઓ જ "ખોયા-પાયા "ના બોક્ષમાં મુકવી
ઉત્સવો
બાળકો તહેવારોની ઉજવણી હમેશા પોતાના ઘરના -શેરી-મહોલ્લાના રસ્તાઓ પર કરવાનું પસંદ કરે છે.પરંતુ જો તહેવારના દિવસે શાળાનું વાતાવરણ તેમના ઘર જેવું બનાવી દઈએ તો?