February 28, 2024

વિજ્ઞાનનો આભાર માનવાનો દિવસ - રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

વિજ્ઞાનનો આભાર માનવાનો દિવસ  - રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 

ગત માસના અંતમાં એક મહત્વનો દિવસ હતો 28 ફેબ્રુઆરી!  આમ તો આખું વર્ષ વિજ્ઞાનની નાની મોટી મથામણ ચાલતી જ હોય. . પરંતુ જેવી આ તારીખ નજીક આવવાની થાય એટલે શાળા આખી વિજ્ઞાનમય બની જતી હોય છે ! વિજ્ઞાનના શિક્ષક તરીકે આ વર્ષે નવા આવેલાં બેન માટે પણ આ વિજ્ઞાન દિવસ ઉજવણી માટેનો  નવો નવો હતો. એટલે શું કરીશું - કેવી રીતે કરીશું તેઓને બાળકોએ જ કહી દીધું. હવે પછીનું તેમનું કામ હતું કે દરેકને ગમતું કામ મળી રહે ! આમાં પણ નાગરિક ઘડતર ગ્રૂપ અંતર્ગતનાં જૂથે મદદ કરી - કેમકે કોણ સારું દોરી શકે છે ? કોણ સારું લખી શકે છે ? કોણ સારી રીતે રજૂ કરી શકે છે? - આ બધું જ બધાં જાણે છે. એટલે પોતપોતે પોતાની ભાગીદારી સ્વીકારી કામે લાગી ગયાં. શાળા દર વર્ષે આ પ્રકારનું આયોજન કરતી જ રહી છે એટલે ક્યારે કરવું - કેવી રીતે કરવું - ક્યાંથી લાવવું - કોણ લાવશે - વગેરે પ્રશ્નો સામે આવવાની શક્યતાઓ ઓછી હતી ! અને એવાં પ્રશ્નો આવશે તો પણ વિજ્ઞાન શિક્ષક સુધી આવવાની શક્યતાઓ તો ખૂબ નહિવત - કારણકે શાળાની લીડરશિપ આ વર્ષે આશ્ચર્યજનક રીતે સક્રિય છે.

દર વર્ષે વિજ્ઞાન દિવસનો ઉદેશ્ય “બાળકો વિજ્ઞાનને નજીકથી જાણે” તે તો હોય છે જ પરંતુ સાથે સાથે બાળકો આખા વર્ષ દરમ્યાન જે જે જાણ્યું છે તેને ફરી એકવાર યાદ કરવાનું કારણ મળી રહેતું હોય છે. - ભણેલું ભૂલી ગયેલાં માટે અને હજુ ભણવામાં ન આવ્યું હોય તેઓને વિજ્ઞાન અંગેનું નવું નવું જાણવા મળે તે માટે પણ આ દિન શાળા માટે વિશેષ દિન તરીકે સાબિત થયો છે. આધ્યાત્મિક જગતમાં ભગવાન ક્યાં નથી? અને ભૌતિક જગતમાં વિજ્ઞાન ક્યાં નથી? - આ બંને પ્રશ્નો હવે સરખું મહત્ત્વ ધરાવે છે ત્યારે વિજ્ઞાનને જાણવું એ બાળકો માટે મહત્ત્વનું જ નહીં મૂળભૂત અધિકારોમાં સમાવિષ્ટ બન્યું છે. જ્યારે આપણે આપણી આસપાસના વિજ્ઞાન અંગેની બાળકો સાથે વાત કરીએ છીએ ત્યારે બાળકો સાથે સાથે આપણને પણ સમજાય છે કે હવે આપણે ફક્ત હવાના આવરણથી જ નહીં પરંતુ વૈજ્ઞાનિક સિદ્ધાંતના ઉપયોગ વડે ઊભી થયેલી સુખ સગવડવાળી સુવિધઓવાળા પર્યાવરણ વડે પણ ઘેરાયેલા છીએ. એવામાં આધ્યાત્મિકતામાં રોજેરોજ જેમ  ભગવાનનો આભાર માનવા માટેની પળને તહેવાર તરીકે ઊજવતાં હોઈએ છીએ. તેમ આ દિવસ પણ વિજ્ઞાનનો આભાર માનવાના [ માણવાના ] તહેવારથી ઓછો નથી! શાળામાં ઉજવાતા તહેવારો પૈકીનો આ તહેવાર એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને બાળકોએ કેવી રીતે ઉજવ્યો ? - તે તમે આ ફોટોગ્રાફ અને વીડિયો વડે જાણી શકશો.













































































વિડીયો.. 

(દરેક બાબતને વિજ્ઞાનની દૃષ્ટિએ જોતાં આવડી જાય તો સમાજમાં જે વિષયો taboo થઈ ગયા છે એના વિષે અમારી ભાવિકા કેવી સહજતાથી સૌને અને કેમેરાને પણ સમજાવી રહી છે તે વિડિયોમાં 10:00 આસપાસ ખાસ જોજો)


No comments: