May 01, 2019

ગ્રામોત્સવ – પડદાની પેલે પાર !



ગ્રામોત્સવ પડદાની પેલે પાર !
“બધા કહે છે, ગયા વખત જેવું તો ભાગ્યે જ થાય !”
“હશે, આપણે મન તો ગામ ભેગું થાય કોઈ એક વાત પર એનો જ આનંદ રાખવાનો... ગયા વખત ધાર્યા કરતા આનંદ વધુ થયેલો કારણકે એટલી મોજ આપણે ય નહોતી વિચારી...એટલે આપણે ભેગા થઈશું...એટલું જ ધારવાનું...બાકી જલસા કરો...” ગામમાં આજે મીટીંગ રાખવાના છીએ...એમ કહેવા આવેલ રવિ સાથે થયેલા સંવાદને આજે એક મહિનો થવા આવ્યો હશે...પણ હજુ ય કાનમાં એનો પેલો અંદેશો તો ગુંજે છે !
ગામ આખાને જો કોઈ એક કામ ભેગું કરતુ હોય તો એ છે એ ગ્રામોત્સવ...અમારો પોતીકો નવા નદીસરનો ઉત્સવ ! એમણે તો નક્કી કરી લીધું...સાઉન્ડ, સ્ટેજ, પાણી, જગ્યા...જવાબદારીઓ વહેચાઈ ગઈ..એના કરતા ય કહેવું જોઈએ કે જવાબદારીઓ ઉપાડી લેવાઈ !
હવે વારો હતો શાળાનો...ગયા વર્ષે તાલીમના કારણે પરીક્ષા વહેલી પૂરી થઇ હતી અને એટલે જ તો એક કાર્યક્રમ કરીએ એવો વિચાર આવ્યો હતો..પણ આ વર્ષે આખો મહિનો ચાલનારી પરીક્ષા અને તેની સાથે તૈયારીનો તાલમેલ કરવાનો હતો. ગરમીનું પ્રમાણ પણ વધતું જતું..એટલે કયા ધોરણને ક્યારે પ્રેક્ટિસ પછી ઘર તરફ રવાના કરવા..એ ય જોવાનું હતું. ગયા વર્ષે અન્ય ગામમાંથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી હતી. હવે આ વર્ષે તેમને ઘરે જવામાં મુશ્કેલી ના પડે તે પણ નિશ્ચિત કરવાનું હતું. આ બધી મુશ્કેલીઓનો તો ઉપાય મળે..પણ અમારા માથાભારે બોસીસ...
  😎“રાકેશ સાહેબ, પીન્ટુ સર કેમ ના આયા?
😏 “ગોપાલ ને પૂછો !”
😠  “તમને કેમ નથી ખબર ?”
😟  “મેં એમની સાથે વાત નથી કરી !”
😕  “તો હમણા ફોન કરો...”
😖  “નંબર નથી મારી પાસે,”
😡  “તો શું આચાર્ય બની ગયા... ચાલો,,,આમનાથી કઈ નહિ થાય !”
😏  “સાહેબ, વંદના ના પાડે છે...એને ખેતરમાં કામ છે.”
😒  “સાહેબ હું આતંકવાદી બન્યો હતો પણ કાલથી નહિ અવાય...મારે મારા ઘેર દાહોદ જતા રહેવાનું છે.”
😮  “સાગર પૂનમનો નંબર છે ? ફોન કરો બે દિવસથી નથી આવતો !”
આમ, બધાના મૂડ સેટ કરી રહ્યા...ત્યાં...કપડા આવી ગયા... ટ્રાયલ લેવાનું શરૂ કર્યું...
😆  “આ પેન્ટ મને ના આવે... “  
🙆  “અમે આ કેડિયું ના પહેરીએ....”
ગુસ્સો આવી જાય...પછી થાય..હશે..હજુ ય અર્જુનનો આત્મા આ બધામાં ફેરો મારી જતો હશે... દરરોજ બપોરે બે વાગ્યા સુધી સખત ગરમીમાં તેમની પ્રેક્ટિસ પૂરી કરાવી ઘરે જઈએ.. ભૂખ, તરસ અને તાપ ત્રણેય જોયા નથી ! હવે આ બધું પૂરું થઇ યુદ્ધનો સમય આવ્યો ત્યાં... આ વંકાઈ ગયા... શાંતિથી બેસી તેમને સાંભળ્યા... અને સૉલ્યુશન આપ્યા...
જંગ શરૂ થતા પહેલાની અમારી આ જંગ ચાલુ જ છે... કોઈકને લાગે છે કે અમારે હજુ વધુ કાર્યક્રમમાં રહેવા જેવું હતું... કોઈકને થાય છે કે સાહેબ પક્ષપાત કરે છે અને અમને પ્રેક્ટિસ માટે ઓછો સમય આપે છે. કેટલાકને પોતાનો ડ્રેસ પસંદ નથી આવ્યો ! (મૂળ તો પોતાનો પસંદ નથી આવ્યો એ નહિ, બીજાનો ડ્રેસ સારો લાગે છે એ સવાલ છે !)
આ લખાય છે એ પછી ત્રણેક દિવસ બાકી છે...
કાર્યક્રમનો સમય છે...ચોથી જુન, સાંજે સાત કલાકે...
અમારી આ માથાકૂટ પછી ય એક જલસો નક્કી છે.. અમે એવા જ છીએ, લડાઈ અને ઝઘડા પછી..,,આંસુ સારીને ય સ્મિત સાથે ગળે લાગવા વાળા... ચાલો આવજો અમને મળવા, રૂબરૂ ના આવી શકો તો નીચે આપેલી લીંક પર જઈ આજે જ અમારી સાથે Live જોવા જોડાઓ,.રાહ જોઈએ છીએ તમારી !

4 comments:

જ્ઞાન કી પાઠશાલા બાકરોલ said...

વાહ રીસામણા મનામણાં સાથે જોરદાર ઉત્સવ ઉજવાયો અભિનંદન ટીમ નદીસર ને

Sahadev said...

અનેરું વાતાવરણ બનાવવા બદલ અભિનંદન..

Manan Buddhdev said...

લગે રહો.... નવા નદીસર.... અર્જુનનો આત્મા તો કાયમ આવે જ, ચિંતા નહીં કરવાની...

Unknown said...

Hello its Nicole from JHB South Africa I am afraid I cant read the language, so I cant see details for BALA if their is a email I can use the one I have I have not much success with I am keen to try and do some of this work in jhb

My email is ceep@telkomsa.net

Thanks