હું છું ખાખી
બાવો... 👳👳
જૂની વાતને યાદ કરી લઈએ તો
બાળકોને ભણવું એટલું ગમતું નથી જેટલું ભજવવું ગમે છે. [ સાચું તીર્થ વાળો એકમ તમને યાદ
હશે ] દરેક એકમોમાં કૌતુક્તા ઉમેરવાનું કૌશલ્ય કેળવવું એ આજના યુગની / વર્ગખંડો બાળકોની માંગ છે. ફક્ત
માહિતીલક્ષી શિક્ષણનો જમાનો રહ્યો નથી કે ફક્ત ને ફક્ત ટોક ચોકમાં હવે બાળકોને પણ
રસ રહ્યો નથી. તમે તમારી આસપાસ ઉત્પાદકો કે વ્યવસાયિક કાર્યક્ષેત્રો તરફ નજર કરશો તો
ખ્યાલ આવશે કે ચિત્રપટ થી માંડી ચિત્રકાર સુધી અને કારીગરથી માંડી કંપનીઓ સુધી
તમામ પોતપોતાના કાર્યક્ષેત્રમાં પોતાની પ્રોડક્ટ નો ફેલાવો કરવા માટે અથવા તો તેને
વધુ અસરકારક બનાવવાના માટે નવીનતા ઉમેરતાં રહેતાં હોય છે. તો એક શિક્ષક તરીકે આપણે
તેમાં શા માટે પાછળ રહીએ ? તમે જોશો કે કંઇક અલગ કરી જનારને દુનિયા યાદ કરે છે,
બાળકોનું પણ એવું જ છે એમને જે જોઈએ છે તે આપણે તેમના જ ફોર્મેટમાં આપવું પડશે.
દા.ત તરીકે કોઈ
બાળકને વિટામીન સી ની જરૂર છે. હવે વિટામીન સી ખાટા પદાર્થમાંથી મળે છે. કુશળ
શિક્ષક એ જ છે કે બાળકોને સીધી ખટાશ ખવડાવવાને બદલે બાળકને ભાવતાં ફળ વિશે જાણી
તેમાંનું વધુમાં વધુ વિટામીન સી ધરાવતું ફળ
ખવડાવે. અહીં બાળકનો ઉદ્દેશ્ય ફળનો સ્વાદ લેવાનો છે અને શિક્ષક તરીકે આપણો ઉદેશ્ય
તે બાળકમાં વિટામીન ઉમેરવાનો છે. વર્ગખંડોમાં દરેક એકમોનો બાળકોને રસાસ્વાદ કરાવવા
આવા આવા નુસ્ખાઓ કરવા જ રહ્યા. આવા પ્રયત્નોમાં થોડી દોડાદોડી અથવા તો કાર્યભાર વધ્યો
હોવાનો અહેસાસ થશે પણ બાળકોમાંનો ઉત્સાહની સામે તે કંઈ જ નહિ હોય ! અને અમે આ
અનુભવ્યું છે , તમે પણ અનુભવો આ
ફોટોગ્રાફ્સ અને નીચે આપેલ વિડીયો વડે ...👇
🎬video🎬
No comments:
Post a Comment