U इरादे अगर नेक है, तो आप एक नहीं अनेक हैं !
સવાર સવારમાં પોસ્ટ ઓફીસે
જઈને કહ્યું દરેક પ્રકારના સ્ટેમ્પ એક એક જોઈએ છે ! ઓફિસરશ્રી બોલે તે પહેલાં
પટાવાળાનો જવાબ, “બે જ પ્રકારના સ્ટેમ્પ પડ્યા છે.” “તો તે આપો, સાથે ૪૦ પોસ્ટ
કાર્ડ ૧૦ આંતરદેશીય પત્ર આપો અને ટપાલમાં લખવા માટે બીજું કઈ હોય તે !” ફરીથી પટાવાળાનો
પ્રશ્ન “તમારે કામ શું છે તે કહો !” “મારા ધોરણમાં બાળકોને પત્ર લેખન કરાવવા સાથે
સાથે પોસ્ટ અંગેની બીજી જાણકારી આપવા માટે !” એ જ ક્ષણે પટાવાળા ભાઈની આંખોની ચમક
કહી આપતી હતી કે હવે સામે આ માણસ પટાવાળા
મટી વાલી બની ગયો છે ! “ઉભા રો સાહેબ” કહી પાંચથી છ પ્રકારના સ્ટેમ્પ જુના કવરો
પરથી શોધી લાવ્યા.
અહીં ટીકીટો સામાન્ય છે પણ
સમાજની બાળકો માટે મથતા વ્યક્તિ તરીકેનો સમર્પણ ભાવ એવો હોય છે કે તેને મુલવી ન
શકાય. જયારે જયારે કોઈ કર્મી સમર્પણની ભાવનાથી પ્રયત્નો કરતો જોવા મળે છે ત્યારે
સમાજ તેના હાથમાં હાથ મીલાવવા તૈયાર બેઠો હોય છે. આજે પણ સમાજ માટેની ક્યારેય ઘૃણા ન કરવા માટેની યાદીમાં સૌથી પ્રથમ
સ્થાને બાળકો જ રહ્યાં છે. આ અમારા આટલાં વર્ષોનો અનુભવ રહ્યો છે.
એવું ન હોત તો જેવી ખબર પડી કે શાળા ગામમાં
પુસ્તકાલય ઉભું કરી રહી છે તો ગામ માટે અજાણ્યા એવા અરવિંદભાઈ તે માટેની તિજોરી ન
મૂકી જાય અથવા તો રાજકોટનું દંપતી શાળાના બાળકો માટે ગાડી ભરી રમકડાં આપવા ના આવે.
પહેલીવાર શાળામાં આવનાર કિરણભાઈનો ડાયલોગ હતો કે તમે આ બાળકો માટે આવી સરસ શાળા
બનાવી તો તેની જાળવણી માટે મારા તરફથી કેમેરા ! દુર જુનાગઢ કેશોદથી “મામા” રોકડા
મોકલાવે કે બાળકોને મજા કરાવજો ! બાળકો સાથે મળી બનેલી શાળાને જોવા આવવાનું કહેનાર
તમામ મુલાકાતી હોય કે નિરીક્ષક, જાણે કે શાળાને જોવા નહિ બાળકો પ્રત્યેનો તેમનો
પ્રેમ જ તેઓને ખેંચી લાવતો લાગ્યો. મુલાકાતીઓ દ્વારા બાળકોને અપાતી ચોકલેટ અમને પણ
ખાવા મળે છે તે ફાયદાને ગૌણ ગણીએ તો બાળકોના જીવન ઘડતર માટેના આ બધા સાથેના ચિંતન
અને ચિંતા વડે અમારા સંકલ્પનો પણ મહાવરો
થાય છે. એટલે જ.....
સી.સી.ટીવી કેમેરા વડે શાળાને સુરક્ષિત કરનાર કિરણભાઈ સુથાર |
બાળકો માટે બોક્સ ભરી પજલોની રમતો મોકલનાર સારંગ પાટીલ , પુણે |
બાળકો માટે ચોકલેટ સહીતની ભેટ - ટીમ સુરેન્દ્રનગર |
શાળાને જરૂરી UPS આપનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી નવનીત |
બકુલભાઈ શાહ, ગોધરા તરફથી.. |
અરવિંદભાઈ, [ કાંટળી ] ગામના પુસ્તકાલય માટે તિજોરી આપનાર દાતા |
છેક કેશોદ [જુનાગઢ] થી બાળકો માટે મીઠાઈના પૈસા મોકલાવતા વિનોદમામા |
બાળકો માટે ગાડી ભરી રમકડાં અને રમતોના પોસ્ટર પહોંચાડનાર રાજકોટનું દંપતી ગૌતમ ઇન્દ્રોડીયા અને પુંજા પૈજા |
અમારા સૌ મુલાકાતીઓ અને સમાજનો આભાર, કે જેઓ અમને મનથી
ઉત્સાહિત અને સંકલ્પ પ્રત્યે પ્રોત્સાહિત કરી રહ્યાં છે.
No comments:
Post a Comment