સિક્રેટ
સુપર સ્ટાર !
પ્રજાસત્તાક દિન ઉજવવાથી દેશના લોકતંત્ર વિષે જાગૃતતા
આવે. દેશના લોકોને એ અહેસાસ થાય કે અમે કેટલા અગત્યના છીએ ! અમે જ છીએ કે જેઓ દેશ
બનાવી રહ્યા છીએ. શાળાએ આ વખતના પ્રજાસત્તાક દિને – ગામને એ સમજાવવાનો મોકો લીધો
કે તેઓ કેટલા અગત્યના છે !
દરેક
વખતની જેમ “ના ના ના કહેતા ગયા અને બાળકોએ ૨૨ જેટલા કાર્યક્રમો ગોઠવી દીધા.” કાપીએ
તો કોનો કાર્યક્રમ કાપીએ ? આખરે આ મોકો હોય છે કેટલાક બાળકો માટે “હીરો” થવાનો !
રોજ રોજ ભણવામાં બાથોડા ભરતા બાળકો આવા કામમાં બીજાને બાથે પડી જાય છે ! કાર્યક્રમ
તો આપ અહીં જોઈ શકશો ! પણ જેનું વિઝ્યુઅલ અમારી પાસે નથી તે વાત વહેચવી ગમે એવી છે
!
પહેલું તો અમારા તરફથી હાથ ઊંચા કરી દેવાયા કે આ
વખત સિલેકશન તમારું – પ્રેક્ટિસ તમારી – અમે પ્રેક્ષક અને તમે કહેશો તે મદદ ! કેટલાક
અમે ધારેલા કાર્યક્રમો તો આવી જ જવાના હતા – પણ નવું ઉમેરાયું “સ્વાગ સે કરેંગે સબ
કા સ્વાગત !” કોરિયોગ્રાફર – YouTube ! મજેદાર એ કે ક્યારેય આવા ડાન્સ પ્રકારમાં ના જોવા મળે
એવી રીટા ફ્રન્ટ લાઈનમાં હતી અને એને જોઇને એવું લાગે નહિ આ પ્રકારનો તેનો પ્રથમ
પ્રયાસ છે ! નાના ટાબરિયાના દશકા દસ અને ચાલો જોવા જઈએ મેળો – યજ્ઞનો ઘોડો અને
સામે મૂરખના સરદાર ! તો હિન્દી નાટિકા સચ્ચા બાલક ! ઇન્ડીયા વાલે અને ઐસા દેશ હૈ
મેરાની રીધમ (ફરી કોરિયોગ્રાફર YouTube !) સિંગિંગ
સેન્સેશનલ નેહલનું “સોને કા ભારત મેરા...” અને બીજા કાવ્ય ગાન પણ ખરા ! અમરદીપનો સિપાહી
તરીકેની એકોક્તિ !
માઈમમાં ઉમેરાયેલો સાઉન્ડ અને તેના વડે “હમ સબ એક હૈ” ની સળગતી
ચિનગારી ! એક ગ્રુપ માટે બહુ તાળીઓ પડી એ બધા અમારા સિક્રેટ સુપર સ્ટાર્સ –
સામાન્ય રીતે વર્ગમાં ચુપચાપ થઇ જતા સૌએ મળીને ચોર્યું “ગામડાનું દિલ” ! એમાંય
સુનીલની ચણીયા ચોળી પહેરી બિન્દાસ ઘૂમરી ખાવી !
સૌથી
મોટું આશ્ચર્ય ગામમાંથી મોટી સંખ્યામાં આવેલા ગ્રામજનો અને તેમનો ઉત્સાહ ! અમે ય
વચ્ચે વચ્ચે મોકા લીધા “ગૃહકાર્ય કેમ જરૂરી છે ?” “ શાળાનું પર્યાવરણ સર્જવામાં
તેમનો ફાળો કેવી રીતે છે ?” “ એસ.સી.ઈ. અંતર્ગત હવે કેવી રીતે તેમના બાળકોનું
મુલ્યાંકન થાય છે ?” જેવા મુદ્દાઓની ચર્ચા થઇ ! પ્રયાસ થયો કે તેઓ શાળાની સિદ્ધિઓ
અને સમસ્યાઓ બંનેથી વાકેફ રહે ! આખરે ઉદેશ્ય એ જ કે જે એમનું છે એના વિષે તેઓ
જાગૃત થાય !
ખેર, વર્ષોવર્ષ થતા જુદા જુદા પ્રયાસોથી રચાયેલું આ
ઉત્સાહ પર્વ અહી જોઈએ – અને આવા કાર્યક્રમમાં બીજું શું
જોડવું ? એવા સવાલ સાથે – “વંદે માતરમ !”
1 comment:
ક્યા કિસી ભી ગુજરાત રાજનીતિક પાર્ટી ને ભાષા વિકાસ કા પ્રચાર કિયા હૈ?
આઓ મિલકર સંકલ્પ કરે,જન-જન તક ગુજનાગરી લિપિ પહુચાએંગે,
સીખ, બોલ, લિખ કર કે,
સમ્પર્ક ભાષા કા માન બઢાએંગે,
ભાષા કી સરલતા દિખાયેંગે,
ઔર ભારત કો જટિલ લિપિયોંસે મુક્ત કરેંગે.
બોલો હિન્દી લેકિન લિખો સર્વ શ્રેષ્ટ નુક્તા / શિરોરેખા મુક્ત ગુજનાગરી લિપિમેં !
ક્યા દેવનાગરી કા વર્તમાનરૂપ ગુજનાગરી નહીં હૈ ?
હિંદી લેખનમેં અધિક પ્રાદેશિક શબ્દોં કા પ્રયોગ કિજીએ ઔર પૈર નોટ (foot note ) મેં હિંદી શબ્દાર્થ લિખીએ !
ગુજનાગરી લિપિ કે ઉદ્દેશ્ય
ગુજનાગરી લિપિ કે ભારત મેં અધિકાધિક ઉપયોગ કે લિયે જનજાગૃતિ પૈદા કરના.
ગુજનાગરી લિપિ કો ભારત કી સમ્પર્ક લિપિ કે રૂપ મેં પ્રતિષ્ઠા કે લિયે આવશ્યક ઉદ્યમ કરના.
ભારત કી લિપિવિહીન ભાષાઓં/બોલિયોં કે લિયે ગુજનાગરી લિપિ અપનાયે કે લિયે આવશ્યક પ્રયાસ કરના.
વિશ્વ કી અનેક ભાષાયેં અત્યન્ત અવૈજ્ઞાનિક લિપિયોં કી સહાયતા સે લિખી જાતી હૈં. ઉન ભાષાઓં કે લિયે ગુજનાગરી લિપિ અપનાને કે લિયે આવશ્યક પ્રચાર કરના એવં જાનકારી દેના.
ગુજનાગરી લિપિ કો સમય ઔર તકનીકી આવશ્યકતાઓં કે હિસાબ સે ઉપયુક્ત બનાયે રખને કે લિયે ઉસમેં આવશ્યક પરિવર્તન સુઝાના.
ગુજનાગરી લિપિ કે પ્રચાર-પ્રસાર હેતુ પત્રિકા નિકાલા, ગોષ્ઠિયાઁ આયોજિત કરના.
Post a Comment