પતંગનો પાંચમો ખૂણો !
શીખવા જેવી મજેદાર ક્રિયાને
આપણે સૌએ એવી તો કંટાળાજનક બનાવી દીધી છે કે બાળક સામે જ્યાં ભણવાનું નામ પડે
ત્યાં ભડકે ! દરેક સજીવ દરેક ક્ષણે કૈક શીખે જ છે. જેમ આપણે શ્વાસ
વગર ના રહી શકીએ શકીએ એમ શીખ્યા વગર પણ ના રહી શકીએ ! આવી રસપ્રદ ઘટના અને આપણે સૌએ ઘટમાળમાં ભેળવીને તદ્દન નીરસ અને શીખનાર માટે
નિરર્થક બનાવી દીધી છે ! અને જ્યારે શીખવું બોજારૂપ લાગતું હોય ત્યારે
શીખવવાનું કામ થઈ શકતું નથી.
- Ø પતંગનો ઈતિહાસ
- Ø પતંગનું વિજ્ઞાન – પતંગ કેવી રીતે ઉડે છે ?
- Ø પતંગ અને વિમાન વચ્ચે શું સામ્ય છે ?
- Ø ઉત્તરાયણ એટલે શું ?
- Ø મકરસક્રાંતિ એટલે શું ?
- Ø પતંગ કેવી રીતે બનાવાય છે ?
- Ø પતંગ બનાવવમાં કઈ કાળજી લેવી જોઈએ ?
જેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ.
ગામમાંથી વીણી લાવેલી ચિપ્સનો ઉપયોગ કરી બધાએ ગ્રુપમાં
જુદી જુદી પતંગો બનાવી ગ્રીન હોલમાં લગાવી. આજે મધ્યાહન ભોજન પણ ઉત્તરાયણ સ્પેશીયલ
“ઊંધિયું, પૂરી અને જલેબી” ખાતા ખાતા સ્પીકર પર ઉત્તરાયણના ગીત વાગે વચ્ચે વચ્ચે
આજે આપણે ઊંધિયું ખાધું તેમાં કઈ કઈ શાકભાજી છે તેની યાદી બોલવામાં આવી. અને પછી અમારું
મેદાન – અમારું આકાશ – અમારી દોરી – અમારી પતંગ અને
અમારી બુમો પણ ખરી જ !
દિવસના અંતે સૌ ફરી ભેગા મળી આજે શું ગમ્યું, શું ના ગમ્યું ની ચર્ચા
અને હોમ વર્ક ? એ જ
ઉત્તરાયણ સ્પેશીયલ !
આજ નો દિવસ લખો – ઊંધિયું બનાવવા કઈ કઈ સામગ્રી
જોઈએ અને તે કેવી રીતે બને તે લખો ! દિવસને અમે ચકાસ્યો ત્યારે સમજાયું કે પતંગ ચગાવવા
અને ઊંધિયું ખાવામાં શાળામાં સંખ્યા એ જ
દિવસે પૂર્ણ થઇ ગઈ અને એ રીતે હાજરીમાં અમને પોસ્ટ ઉત્તરાયણ ઈફેક્ટ ના વરતાઈ .. વિજ્ઞાન, ઈતિહાસની જાણકારી મેળવી અને પતંગ બનવા માટેનું કૌશલ્ય પણ
તેઓ એ કેળવ્યું એ તો અમારો નફો અને એ જ અમારો પતંગનો પાંચમો ખૂણો !












ઉત્તરાયણ/ મકરસક્રાંતિની ઉજવણી ના વિવિધ
કારણો >> પતંગનો ઈતિહાસ >> પતંગ ચગવા પાછળનું વિજ્ઞાન >> ઉજવણી શા માટે ?
💣ચાલો, સમગ્ર પતંગોત્સવના વિડીયોને માણીએ >>
4 comments:
ખુબ સરસ પ્રવૃત્તિ
ખુબ સરસ... આપ જેવા સાહેબ ત્યાં કાર્યસફળતા એ સામેથી આવવું પડે...
As always nice activity
Hats off you all guys of school teachers as well as students
ખુબજ સરસ છે આ પતંગનો પાંચમો ખૂણો
Post a Comment