અભ્યર્થના સાથે સપનાઓનું વાવેતર
છેલ્લા કેટલાક વર્ષોથી
ધોરણ-૮ પછી શાળા છોડી હાઈસ્કૂલમાં જતા વિદ્યાર્થીઓના વાલીઓને મળવાનો અને તેમને
તેમના બાળકને ભણવામાં આડખીલી ના બનવા માટેની વિનંતી કરવાનો ઉપક્રમ હતો જ !
આ પ્રયાસ પછી ય બધા
બાળકો ઓછામાં ઓછો દસ-બાર ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તેવું બનતું નહિ, અને તે આઠ
વર્ષ સુધી તેની લેવાયેલી કાળજીના સાપેક્ષમાં હતાશ કરી દેનારી બાબત હતી. એક જ્યોત
સદા ઝળહળતી રાખવી પડે અને તે છે – માનવમાં વિશ્વાસની ! પ્રયત્ન છોડી દેવાથી કઈ થવાનું
નથી !
આથી, આ વખત અભ્યર્થના
સમારોહમાં વાલીઓની અને બાળકોની આંખમાં સપનાઓનું વાવેતર કરવાનું નક્કી કર્યું. કોઈક
નાનકડા ગામડામાં જ્યાં હજુ કોઈ સરકારી નોકરી ના કરતુ હોય – જે ગામની જૂની પેઢી
માટે તો કિશોર અવસ્થાથી છૂટક મજુરી કરવાનું નક્કી થઇ જતું હતું – એ પેઢીને તેમના
બાળકોને ભણાવવાથી તેમની જીવન શૈલીમાં કેવો ફેરફાર આવી શકે – એ સમજાવવું જરૂરી
હતું.
આપણા ગામના વિદ્યાર્થીઓ
જે હાઈસ્કૂલમાં જાય છે, તેના આચાર્યશ્રીને ફોન કરી તેમનો કલાકનો સમય માંગ્યો. બે
બાબતો વિષે આપણા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સમજાવવા કહ્યું.
૧. હાઈસ્કૂલમાં
એડમીશન માટે કઈ કઈ બાબતો જરૂરી છે, એડમીશન ક્યારથી શરૂ થશે, કયા કયા સરકારી લાભ
હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને મળે, અને તેના માટે વાલીઓએ કયા ડોક્યુમેન્ટ આપવા પડે !
૨. તે પોતે કયાં
શિક્ષણ મેળવ્યું, તેમના કુટુંબની સ્થિતિ અને આર્થિક સ્થિતિ વિષે વિગતે વાત કરો –
અને તેમની જેમ હાઈસ્કૂલના આચાર્ય બનવા શું ભણવું પડે ?
તેમને તેમનો સમય ફાળવ્યો
– અગાઉથી તેમની સાથે થયેલી ચર્ચા મુજબ વિગતવાર સંવાદ કર્યો. શિક્ષક સહજ સ્વભાવે
ગ્રામજનો સમજી શકે તેવી વાર્તાઓ પણ એમને વક્તવ્યમાં વાણી લીધી. વાલીઓને શિક્ષણનું
મહત્વ સમજાવવાનો એમના પ્રયાસની સફળતા ગ્રામજનોના મો પરના સ્મિત અને આશાસ્પદ
નજરોમાં જોઈ શકાતી હતી.
સૌથી મોટો ફાયદો એ થયો
કે તેમને અમારા તમામ વિદ્યાર્થીઓનો એક પરિચય થઇ ગયો. એ જ રીતે અમારા વિદ્યાર્થીઓ
જયારે એમના વિદ્યાર્થી બનશે ત્યારે કોઈ પણ મૂંઝવણમાં એમની પાસે સરળતાથી પહોચી જશે
!
સંવાદથી સપના વાવવાનો આ
પ્રયાસનો ઉપક્રમ દર મહીને/બે મહીને – નજીકમાં આવેલ કોઈ ડોકટર, એન્જીનીઅર, કડિયા,
સુથાર, તલાટી જેવા વ્યવસાયિકો સાથે ચાલુ રાખવાનું વિચાર્યું છે.
તમારા સૂચનો આપશો – આ
સપનાના વાવેતરમાં !
4 comments:
ખુબ સરસ....જો સરકારી શાળાના શિક્ષકો વર્ગના બાળકો પર પૂરતા પ્રમાણમાં ધ્યાન આપે તો સરકારી શાળાની વ્યાખ્યા બદલાઈ જાય...
Ya its really good. I Appreciate It.
sarahniy prayas:
ખૂબ સરસ કામ છે સાહેબ.આપના બાળકોને આપે આગળ વધવાનો માર્ગ ખુલ્લો કરી આપ્યો.મારા મંતવ્ય મુજબ આ બાળકોને હાઈસ્કૂલમાં જવામાં કોઈ મુશ્કેલી ના પડે.અને આનંદથી જશે.....આપનો આ લેખ વાંચી અભ્યર્થના સાથે સપનાઓનું વાવેતર ...મારી શાળામાં પણ હું આગામી સમયથી ચાલુ કરીશ એવી હું ખાતરી આપું છું.
આપના મેસેજ તેમજ બ્લોગના માધ્યમથી હું ઘણુંબધું શીખ્યો છું જેથી આપનો હું ઋણી છું.
arvindselot85.blogspot.com
Post a Comment