April 29, 2016

Step sense !!!!


Step sense !!!!
            દરેક વસ્તુ – પરિસ્થિતિમાંથી મજા મેળવી લેવી તેનું જ નામ બાળપણ !! બાળપણનું આ મુખ્ય લક્ષણ છે. હા, ક્યારેક તેમની મજા લેવાની ‘મોજ’માં  ક્યારેક કોઈ નુકશાન થતું હોય છે. પરંતુ તેમાં તેમનો એ નુકશાન કરવાનો ઈરાદો હોતો નથી. જેમ કે પાર્કમાં આપણે શાંતિથી બેઠા હોઈએ એ ત્યારે આપણા હાથ ઘાસના તણખલાને તોડતાં કે ખેંચતા હોઈએ, નજીકના કોઈ છોડની ડાળીની ટોચને મરડી નાખીએ છીએ વગેરે.. આવું ઘણુંય કે જ્યાં આપણી વૃત્તિ ખરેખર નુકશાન પહોંચાડવાની નહિ પરંતુ સમય પસાર કરવાની અભાન રીતે થતી ક્રિયા હોય છે. ત્યારે વાતચીત કે વિચારોમાં તલ્લીન આપણને કલ્પના પણ નથી હોતી કે કોઈ દેડકા ભાઈના પ્રાણ જઈ રહ્યા છે. બાળકોમાં તો આવી તલ્લીનતા ૨૪ * ૩૬૫ દિવસ હોય છે, કેટલીય શિખામણો કે સૂચનો આના પર અસર કર્તા નથી હોતી કારણ કે તલ્લીન બાળકોને તો તે સમયે તેનો ખ્યાલ જ નથી હોતો જે તમે સમજાવવા માગો છો. ફરી ફરીને અજાણતાં જ રમત રમતમાં વસ્તુઓ કે પર્યાવરણને નુકશાન પહોંચાડતો રહે છે, પરિણામે આપણી ફરિયાદ હોય છે કે ગમે તેટલું કહો, બાળકો કહેલું માનતાં જ નથી !!! અને આપણે તેમના પર અશિસ્ત – તોફાની – કહ્યામાં ન હોવા વગેરે લેબલ ચીપકાવી દઈએ છીએ. શાળામાંનું  નવીન મકાન જયારે બે માળનું સીડી વાળું બન્યું ત્યારે સીડીનો પ્રશ્ન એ થયો કે શાળામાં ભણતાં બાળકો પૈકીના મોટાભાગનાં બાળકોનો સીડી ચઢવા ઉતરવા અંગેનો અનુભવ જ જ્યાં કાયમી ન હોય ત્યાં એક સાથે ઘણા બાળકો તેનો ઉપયોગ કરતાં હોય ત્યારે તેનો સેન્સ પૂર્વક ઉપયોગ કરે તે માટે જો બાળકોને સૂચનો કરવા પૂરતાં ન હોતાં , કારણ કે અહીં પણ ઉપરોક્ત તલ્લીનતા વાળો જ નિયમ લાગુ પડે છે, 
 દાદર ચઢ ઉતરમાં સૌથી વધારે ખતરો વળાંકમાં હોય છે ત્યારે બાળકોને સામસામે અથડાતા કેવીરીતે રોકવા ?? આવી બધી મૂંઝવણે અમને આવો રસ્તો સુજાડ્યો, જેમાં પગથીયાને એક પીળા પટ્ટા વડે બે બે ભાગમાં વંહેચી દીધું – UP & DOWN – એટલે એક ગ્રીન અને એક રેડ !!  જેનો ઉપયોગ બાળકો આવન – જાવન માટે કરતાં થાય, સાથે સાથે જેમ જેમ બાળકો પગથિયાં ચડતાં જાય તેમ પગથિયાં પરનું લખેલું ક્રમિક લખાણ વાંચતાં જાય જેથી બાળક વ્યસ્ત રહે [ શું લખવું – કાયમી કે રોજ ભૂંસી શકાય તેવું રાખવું ? –વગેરે નિર્ણયો હજુ અમારા બાળકો અને આપ સૌના સૂચનો બાદ નિર્ણયો લઈશું ] અમારો નવીન ભવન માટે દરેક બાબતોએ સતત એવો જ પ્રયત્ન રહ્યો છે કે જ્યાં જ્યાં આકસ્મિક રીતે બાળકોને નુકશાનીનો ભય છે ત્યાં એવી કોઈ પ્રવૃત્તિઓ જોડી દેવી કે જોખમો નહીવત બને અને જ્યાં જ્યાં બાળકો ધ્વારા નુકશાનીનો ભય હોય ત્યાં પણ બાળકોને વારંવારના સૂચનોને બદલે - આપ સૌની મદદ ધ્વારા ઉભા કરેલ આઈડીયા ધ્વારા નુકશાની અટકાવવી – કારણ ફક્ત એક જ કે સૂચનાઓ ગમે તેટલી કરશો – પરિણામમાં આપણને ફક્ત સુચના આપ્યાનો સંતોષ સિવાય બીજું કઈ જ નહિ મળે!! કેમકે એટલે જ તો તેને બાળક કહેવાય છે – તેની તો દુનિયા જ અલગ છે અને તેમની દુનિયામાં ડાહ્યા કે ડમરા પ્રકારના - દરેક સુચનોની – No eNTRY !!! હા, આપના સૂચનો અમારા માટે આવકાર્ય છે !

ત્યાં સુધી આપ પણ ક્લિક ધ્વારા  શાળા પરિવારની જ ધોરણ – ૩જા માં ભણતી દીકરી પ્રિયંકાને હાથે/માથે ઘડો ભરાવી આ અમારા નવીન ઘરમાં ગૃહપ્રવેશની પળોને માણો !!!

No comments: