January 30, 2015

ચિત્ર- એક ભાષા !!


ચિત્ર- એક ભાષા !!
           “આપણી લાગણીઓને પ્રગટ કરવાનું અથવા તો એકબીજા સાથે લાગણીઓને શેર કરવાનું માધ્યમ એટલે આપણી ભાષા” – ભાષાની આવી વ્યાખ્યા કરીએ તો સૌથી જૂનામાં જૂની ભાષા ચિત્રો ગણાય.. જયારે ભાષા ફક્ત બોલાતી હતી એટલે કે લેખિત સ્વરૂપ ન હતું ત્યારે પણ ચિત્રો ભરેલી દિવાલ ધ્વારા એકબીજાને સંદેશાઓ આપવાનું કાર્ય ચાલતું હતું ! ચિત્ર તો આમેય મોટાં – નાનાં- વૃદ્ધ દરેક વ્યક્તિને ગમતી વસ્તુ છે. વર્ગકાર્ય દરમ્યાન વિષય તરીકે - ચિત્રકળા બાળકોને રોમાંચિત કરતો રહ્યો છે. શાળાઓમાં પણ જયારે જાહેરાત કરવામાં આવે કે કાલે ચિત્ર સ્પર્ધા છે ત્યારે બાળકના ચહેરાની લાલી અને આંખોની ચમકમાં એક નવીન રંગ ઉમેરાય છે. કેટલીકવાર આપણને એવી વાતો કાને પડે છે કે “ચિત્ર દોરતાં આવડવું એ તો કુદરતી કૌશલ્ય છે.” – 

ચાલો એકવાર માની પણ લઈએ કે હશે પરંતુ જેમ આપણે ક્રિકેટ શીખવી બધાને સચિન નથી બનાવવા પરંતુ આપણા પ્રયત્નો વડે એક ક્રિકેટર અથવા તો ક્રિકેટનો અનુભવી/જાણકાર તો બનાવી શકીએ ને ! બસ, આ વાત આપણા ચિત્ર વિષયના વર્ગકાર્ય દરમ્યાન વિચારએ. શું આપણા વર્ગકાર્ય દરમ્યાન ચિત્ર માટેનો બાળકોને કેટલો સ્કોપ આપીએ છીએ. કેટલીકવાર એવું બને છે કે વર્ગખંડો ધ્વારા શારીરિક શિક્ષણ – ચિત્ર – સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય વગેરેનું વિષયોનું અથવા તો તાસોની ઉપેક્ષાઓ પણ થતી જોવા મળે છે. તેને જ કારણે બાળક જયારે ચિત્રસ્પર્ધામાં જે ચિત્રો દોરે છે તે જોઈ નવાઈ લાગે છે કે અરે! મારા વર્ગના બાળકોએ તો મેં ધાર્યા કરતાં પણ ઘણો સારો દેખાવ કર્યો છે ને ! – ત્યારે પુરક વિચાર એ પણ કરવાનો થાય છે કે તેને જો આ બાબતનું પૂરું માર્ગદર્શન અને સતત મહાવરો મળ્યો હોત તો ?
                       ગાંધી નિર્વાણ દિને “ગાંધીજી અને સફાઈ” – બેનર હેઠળ રાજ્યની તમામ શાળાઓએ ચિત્રસ્પર્ધા યોજવાનો ઉદેશ્ય હતો- બાળકોને ગાંધી બાપુના સ્વચ્છતા પ્રત્યેના પ્રેમનો  પરિચય કરાવી બાળકો તેમના પોતાના જીવનમાં સ્વચ્છતાને વણવા માટેનો. આપણી શાળાએ પણ સ-ઉદેશ્ય આગવા આયોજન અને નિયત સમય મુજબની સ્પર્ધા યોજી. નવાઈ એ હતી કે બાળકો ચિત્રમય...-શિક્ષકો ચિત્રમય  – આઈ વિટનેસ ચિત્રમય... –મુલ્યાંકનકારો ચિત્રમય એ તો ઠીક શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કે જેઓને બાળકોને પ્રોત્સાહિત કરવા આમંત્રિત કર્યા હતાં તે પોતે પણ ચિત્રમય... ત્યારે થતું કે બાળકો સાથે જ જાતે ચિત્ર દોરવા બેસી જવું તેનાથી વળી વધુ પ્રોત્સાહન શું હોઈ શકે ? - ચાલો કેમેરા વડે નિહાળીએ સ્પર્ધા સમયના અમારી શાળાના પટાંગણના આનંદિત પર્યાવરણને...
સ્પર્ધાના આઈ વિટનેસ - મિતેશભાઈ અને બાબુકાકા 

શાળા પરિવારને મૌન પડાવી સ્વચ્છતા અંગેના શપથ લેવડાવતા શ્રી રાકેશભાઈ પ્રજાપતિ 

હું શપથ લઉં છું કે ...... 
મૌન.....

સ્પર્ધકોને મટીરીયલ વિતરણ......









ધોરણ-1/2 માટે રંગપુરણી....




ધોરણ-1/2 માટે એવા સ્કેચ જેમાં બાળકોને નખ - વાળ -દાંત -શૌચાલય વગેરેનો સંદેશ મળી રહે....

વિભાગ-1 માં પ્રથમ અંકિત..
વિભાગ-૨ માં પ્રથમ વિશાલ
સ્પેશ્યલ બાળક માટે સ્પેશ્યલ મદદ કરતાં અમારા શિક્ષકશ્રી સ્વપ્નીલભાઈ 
બાળકો અને શિક્ષકોની સાથે સાથે SMC અધ્યક્ષશ્રી પણ ચિત્રમય.... 

શિક્ષકશ્રીઓ...
આઈ વિટનેસ પણ ચિત્રમય...

મૂલ્યાંકનકાર ગોપાલભાઈ  પણ .... 
ચાલો  વિડીયો ધ્વારા આ ઇવેન્ટને માણીએ.....

January 26, 2015

લોકશાહી !


લોકશાહી -  कितने दूर, कितने पास ?

                       મસ્તી કી પાઠશાલાના પ્રતિનિધિરૂપે – આઈ.આઈ.એમ.-અમદાવાદ ખાતે યોજાયેલ “ત્રીજી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન એટ ગ્રાસરૂટ” માં ઉદઘાટક તરીકે બોલતા – શાળાનું ધ્યેય વાક્ય જુદા જુદા ત્રીસ દેશોના પ્રતિનિધીઓને પણ સ્પર્શી ગયું.- અને તે “શ્રેષ્ઠ શાળા થી શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ થી શ્રેષ્ઠ રાષ્ટ્ર !” ત્યાં જ બીજી એક બાબત એની સાથે સંકળાઈ કે આખરે “શ્રેષ્ઠ રાષ્ટ્ર” કોને કહેવું ? જ્યાં દરેક નાગરિક પોતાના હક વિષે સભાન હોય અને ફરજ પાલન વિષેની જવાબદારી પ્રત્યે સંવેદનશીલ !આવા બધા વિચાર સાથે શાળામાં – પ્રજાસત્તાકદિનની ઉજવણીનો માહોલ –
·         પ્રશ્નો જ પ્રશ્નો –

Ø  શું હજુ બધા લોકો કે જેમની પાસે સત્તાની ચાવી છે  તે બધા મતની તાકાત સમજે છે?” “શું હજુ તેઓ પોતાના હકો પ્રત્યે જાગૃત છે ?” “શું તેઓ હજુ તેમની ફરજ પાલન માટે પોતાની જાતને સજાગ રાખે છે ?” “શું તેમને સ્વચ્છંદતા અને સ્વતંત્રતા વચ્ચેનો ભેદ માલુમ છે ?” વિચાર વમળો પણ હતા ને મોકો પણ  શાળાની ઉજવણીની તૈયારીમાં લાગેલા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ચાલી કે આઝાદી કોને કહેવી?” “કોઈ તમારા ઘરમાં આવે અને તમારી વસ્તુ લઈને જતો હોય  તમે તેને પકડો અને તે જવાબ આપે હું આ દેશનો આઝાદ નાગરિક છું ! હું ગમે તે કરું ! શું આને આઝાદી કહેવાય ?” તેમને ડોકા ના કહેવા ધુણાવ્યા ! તો વ્યાખ્યિત કર્યું કે આપણી આઝાદી આપણા એક વર્તુળમાં છે જે વર્તુળ બીજાની આઝાદીના વર્તુળમાં ખલેલ ના કરવું જોઈએ ! સાચી આઝાદી એ છે કે જયારે તમે તમારી આસપાસ બનતા પ્રસંગોમાં તમારી જવાબદારી ઉપાડતા થાઓ.- 

             ...........અને આ વાક્ય સાથે તેમને જવાબદારી ઉપાડી આખી ઉજવણીનો કાર્યભાર સોપ્યો – શનિવારે નાની નાની બાબતોમાં તેમના ઈનપુટ મળ્યા – પરફેક્ટ પ્લાનિંગ કર્યું – જેમાં ચાલુ નાટકમાં દ્રશ્ય બદલાય એટલે સ્ટેજ પરથી ખુરશી કોણ લઇ જશે થી માંડીને કયું જૂથ ક્યારે પ્રેક્ષકમાંથી ઉભા થઇ બેકગ્રાઉન્ડ જશે ? ત્યાં સુધીનું !  સમગ્ર કાર્યક્રમ આયોજન મુજબ પૂર્ણ થયા પછી વિચાર કરતા લાગે છે કે – જો આ રીતે આ પેઢીને કેળવતા રહીએ  તેમને જવાબદારી ઉપાડતા કરીએ તો –“લોકશાહી હાથવેતમાં છે !” નહીતર રાહ જોયા કરીએ–કોઈક ગાંધી ને સરદાર ની !  

 

મુર્ખના સરદાર.. નાટક 
 

નાટક- શેરી સ્વછતાં [ધોરણ-3/૪]

નાટક- શિવાજી મહારાજ...

નાટક-   એક પરિક્ષા.....

નાટક-: સફરજન & જલેબી - ધોરણ-૮ 
પ્રજાસત્તાકની ઉજવણીમાં પોત-પોતાની ભાગીદારી નોધાવતા બાળકો...
 


 

બાળકોના કાર્યોનું ડિસ્પ્લે...
ઉજવણી અને નાટકના વિડીયો ચેનલ નવાનદીસર પર ટૂંક સમયમાં.....

January 25, 2015

child Film Festival !

U  બાળકો અને બાળ-ફિલ્મો
              વર્ગખંડમાં સૌથી અસરકારક લર્નિગ મટીરીયલ  કયું ? આપણા સૌના મત એમાં જુદાજુદા હોઈ શકે ! છતાં સૌ પોતાની આસપાસ નજર કરીને વિચારીએ તો સચોટ રીતે ડીરેક્ટ કરેલી ફિલ્મો અને સીરીયલ્સ એ જે તે ઉમરના વિદ્યાર્થીઓને આપણા કરતા વધુ અસરકારક રીતે શીખવે છે. કારણ બસ એટલું જ તે શીખવા સાથે મનોરંજન પૂરું પડે છે ! ગ્રામીણ ક્ષેત્રના કોઈ બાળકને માતૃભાષા શીખવાની ઉંમરે પણ જો તેની કક્ષાનું મનોરંજન પૂરું પાડતી કોઈ અન્ય ભાષાની ફિલ્મ-સીરીયલ જોવાની વારંવાર તક મળે તો તેને તે ભાષા સમજમાં આવતી જતી હોય છે અને સમયાંતરે તે પોતે પણ તે ભાષા પ્રયોજતો જોવા મળે છે. અને આનું મુખ્ય કારણ હોય છે બાળકને તેમાંથી મળતું મનોરંજન ! બાળકને જયારે કોઈ દ્રશ્યમાંથી આનંદ મળતો હોય છે ત્યારે તે ભલેને ગમે તે ભાષામાં હોય બાળક પોતાની આંતરિક સમજ શક્તિનું પૂરું જોર તેને સમજવામાં લગાવી દે છે અને વારંવારના મહાવરાના કારણે કોઈપણ પ્રકારના માર્ગદર્શન વિના પણ બાળક તે ભાષાને સમજવામાં – જાણવામાં અને વાપરવામાં સફળતા મેળવે છે. આપણે શું શીખી શકીએ ? - લર્નિગ મટીરીયલ જો બાળકનાં  ‘ભાવતાં’ ફોરમેટમાં રજૂ કરવામાં આવે તો તે પછીની ક્ષમતા[સમજ] સિદ્ધિ માટે તમે ભલે કઈં જ નહિ કરો તો પણ બાળકો તેને શીખવા-સમજવા માટે પોતાની પુરેપુરી તાકાત લગાવી દેશે. બાળકોને ફિલ્મો જોવી બહુ જ ગમે છે. અને તેમાંય બાળ-ફિલ્મો હોય તો બાળક તેને જોવા માટેની જીદ ન કરે તો જ નવાઈ. આપણે એકવાત થોડી સમજવી પડશે કે બાળ-ફિલ્મો અને શૈક્ષણિક સાધન તરીકે વાપરતાં વિડીયોમાં થોડોક ફરક છે. શૈક્ષણિક વિડીયો જેમાં મુખ્ય ટાર્ગેટ બાળકોને શિક્ષણ માટેનો જ હોય અને મનોરંજન ગૌણ ! જયારે બાળ-ફિલ્મ એ મનોરંજન માટે બને અને સાથે તેને શીખવે ! જ્યાં ‘થીએટર’ વર્ગખંડની, ફિલ્મની વાર્તા વર્ગકાર્યની અને સ્ક્રીપ્ટ શિક્ષકના આયોજનની ગરજ સારતા જોવા મળે !
                                      ગુજરાતમાં પ્રથમ બાળ ફિલ્મ મહોત્સવ રાજકોટ ખાતે ઉજવાઈ ગયો અને હવે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન ઘડાઈ રહ્યા હોવાનું જયારે સંભળાઈ રહ્યું છે ત્યારે આપણી શાળાઓ હવે આવી મનોરંજક અને અસરકારક TLM માં અવ્વલ રહેતી  એવી બાળ-ફિલ્મો વડે હરીભરી બનશે તેવી અપેક્ષાઓ સાથે, ચાલો નીચેના ફોટોગ્રાફ્સ પર ક્લિક કરી નિહાળીએ રાજ્યના પ્રથમ બાળ ફિલ્મ મહોત્સવમાં શાળાએ રજુ કરેલ વિડીયોને...

વધુ વિડીયો જોવા માટે > ¹<< Channel Navanadisar

January 12, 2015

ચારિત્ર..


વ્યક્તિત્વ - ચારિત્ર - કર્તવ્ય

                                    ૧૨મી જાન્યુઆરી – સ્વામીજીનો જન્મદિવસ. એ વ્યક્તિત્વનો જન્મદિવસ જેમણે યુવાનોને અરીસો બતાવી યુવાનીનો અહેસાસ કરાવ્યો, યુવાનોને ધ્યેય નક્કી કરી અને તેની પ્રાપ્તિ માટે જાગૃત કર્યા. જેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ આપણને આજે પણ આંજી દે તેવું છે. આપણે પણ  શાળામાં જ્યારે સ્વામીજી અથવા તો કોઈ મહાન વ્યક્તિઓની જન્મ-જયંતિની ઉજવણીની વાત આવે ત્યારે બાળકોને તેઓના મહાન કાર્યોની અને તેમના મહાન વ્યક્તિત્વના ઉદાહરણો આપીએ છીએ અને બાળકોને તેમનામાંથી બોધપાઠ મેળવી મહાન બનવાનો રસ્તો ચીંધીએ છીએ. પ્રાથમિક શાળામાં બાળકોને મહાન વ્યક્તિના ચારિત્ર્ય વિશે પણ કહેવાવું જોઈએ ! ચારિત્ર્યમાં જે મુલ્યોની વાત આવે છે તે છે : નીતિ/નૈતિકતા, વ્યવહાર, પ્રમાણિકતા, દેશ-સમાજ સેવા માટેની તત્પરતા, ફરજ પ્રત્યેની સભાનતા, કાર્ય પ્રત્યેની નિષ્ઠા/નિયમિતતા વગેરે... આવા બધા મૂલ્યોનો સમૂહ એટલે જ ચારિત્ર્ય. હવે વિચારો કોઈ માણસ જુઠું બોલે છે અથવા તો કોઈ માણસ પોતે નક્કી કરેલ નિયત સમયમાં કાર્ય પૂર્ણ કરતો નથી આ બધા પાસાં પણ એક ખરાબ ચારિત્ર્ય પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં હોય છે. પરંતુ સમાજમાં અત્યારે જાણે આ બધાને ચારિત્ર્ય સાથે કોઈ લેવા દેવા ના હોય એમ આ બધું કોઠે પાડવા લાગ્ય છે ! જુઠું બોલવું કે  કાર્ય પ્રત્યે બેદરકાર રહેવું વગેરે સાહજિક બનતું ગયું છે, આ વખતે અમારી સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણીનો ખાસ ઉદેશ્ય એ જ હતો કે સમાજની વ્યહવારીકતામાં ચારિત્ર્ય ઘડતર માટેના જે મુલ્યોની અવગણના થઇ રહી છે તેને પ્રકાશિત કરવા, બાળકક્ષાએજ તેઓને તેમના વ્યહવારમાં પ્રમાણિકતા – સમય પાલન – નિયમિતતા- દેશ/સમાજ સેવા પ્રત્યે રસરૂચી સાથેનો અમલ કરાવી ધીમેધીમે તેમના સ્વભાવમાં અને પછી વ્યવહારમાં સામેલ કરાવવા... અને તો જ આપણી આવતીકાલની પેઢી એટલી બધી ચારિત્ર્યવાન હશે કે જે દરેક કાર્ય સમયસર પ્રમાણિકતા પૂર્વક અને ખભેથી ખભા મિલાવીને કરતી હશે. 

January 01, 2015

બાળકના દિલમાં થઇ દિમાગ સુધી...

U બાળકના દિલમાં થઇ દિમાગ સુધી...

મિત્રો, શૈક્ષણિક કાર્ય માટેની પ્રક્રિયામાં મુખ્યત્વે ત્રણ બિંદુ મહત્વનો ભાગ ભજવે છે 1. શિક્ષકનું બાળક પ્રત્યેનું લાગણીપૂર્વકનું વર્તન 2. બાળકની શિક્ષક પ્રત્યેની શ્રધ્ધા 3. પ્રવૃત્તિ અને પ્રયુક્તિઓ સભર વર્ગખંડ. શિક્ષણવિદોનું પણ માનવું છે કે જો બાળકના દિમાગ સુધી કોઈ વસ્તુ પહોંચાડવી હશે તો તે એક માત્ર વાયા “દિલ” થી જ જશે. જ્યાં સુધી કોઈ બાળક તમારી સાથે લાગણીના સંબંધોથી નહિ જોડાય ત્યાં સુધી તમારા વર્ગખંડમાંની હાજરીનું પ્રતિબીંબ અને પરિણામ પત્રકના પ્રતિબીંબ વચ્ચે નિરિક્ષકોને અસમાનતા ખાઈ નજરે ચઢશે ! શું આપે આપના વર્ગખંડમાંના બાળક સાથે વાતચીત અને વર્તન ધ્વારા એટલી નિકટતા કેળવી છે કે બાળક તમને પૂરક પ્રશ્ન પુછી શકતો હોય કે “સાહેબ, આ મને ન સમજાયું જરા Once More”. મિત્રો, તમે કહો તેવું ને તેવું જ અને ખુબજ સરળતાથી બાળકો તમારા શિક્ષણ કાર્યને સમજી જાય તે માટે તો આપે પ્રાથમિક શાળાના બાળકો માટે તેમના પ્યારા અને ઉચ્ચ પ્રાથમિક શાળાના બાળકો માટે તેમના આદર્શ બનવું જ પડશે. ઉદાહરણ કહું તો આપણે આપણા પ્રિય/આદર્શ નેતા – અભિનેતા કે લેખકની વાતો કેટલી રસ પૂર્વક સાંભળીએ- અથવા તો વાંચીએ છીએ, અને મનોવિજ્ઞાન કહે છે કે રસ પૂર્વક જોયેલું સાંભળેલું કે વાંચેલું તરત જ યાદ રહી જાય છે, ટૂંકમાં બાળકો તમને રસપૂર્વક સંભાળશે/જોશે ત્યારે તમે તમારી મહેનતનું પૂરેપૂરું પરિણામ મેળવી શકશો. અને અમે કહ્યું તેમ બાળકો ત્યારે જ તમને રસપૂર્વક સાંભળશે જ્યારે તમે તેમના પ્યારા કે આદર્શમાંના એક હશો !!!      -:અમારા ધ્વારેથી....
ચાલો, કાગળમાંથી "સ્ટાર" બનાવીએ! >જુઓ નીચેના વિડીયોને...