સ્વામીજીનું વ્યક્તિત્વ.....૧૫૦
વર્ષ પછી પણ...!!!
![]() |
HApPy BiRthDay......SWAMI.. |
![]() |
સ્વામીજીના સમ્માનમાં ...... |
દેશ વિવેકાનંદજીની ૧૫૦મી
જન્મજયંતી ઉજવી રહ્યો છે !
એક પ્રાથમિક શાળા આ ઉજવણીમાં
હિસ્સેદાર ના બને તો જ નવાઈ- આ પ્રકારની ઉજવણીઓ એ એવા પ્રસંગો છે કે જેનાથી તમને એક
કારણ મળે છે; વિદ્યાર્થીઓની સમજ
કેળવવાનું,તેમની અંદર રહેલી
શક્તિઓને જાગૃત કરવાનું !
આ વર્ષે વિદ્યાર્થીઓએ
બધી ઉમરના બાળકોને ધ્યાનમાં રાખી વિવેકાનંદ જયંતી ઉજવવાનું નક્કી કર્યું –
- ચર્ચા પછી નક્કી થયું કે સર્વધર્મ પ્રાર્થના-પછી હવે શાળામાં હીટ થઇ
ચૂકેલું “મનુષ્ય ગૌરવ ગીત”ના ગાનથી શરૂઆત થશે.
સર્વધર્મ પ્રાર્થના ....
मनुष्य तू बड़ा महान हें....-मनुष्य गौरव गीत...!!!
ત્રણ વ્યક્તિઓ વિવેકાનંદ વિષે
ચર્ચા કરાવશે – જેના વિષયો આ મુજબ હતા....
વિવેકાનંદ અને ભારત….
જે અંતર્ગત સ્વામીજીના
નાત-જાત-ધર્મ-વિશેના ખ્યાલોની ચર્ચા
થઇ. રજુ કરનાર પ્રકાશ(ધોરણ-૮)ની તૈયારી ખુબ સરસ હતી
અને તેને વાંચેલા પુસ્તકોમાંથી લીધેલા અવતરણો પણ....તેમાંય તેને છેલ્લે
કરેલો હુંકાર “હવે ફક્ત બંસીધરની ભક્તિ
કરવાથી કઈ નહિ વળે-તમારે હવે ગીતા સમજાવનાર કૃષ્ણ પેઠે કર્મ કરવું પડશે...” અસરકારક રહ્યો.
વિવેકાનંદ અને વાંચનકળા.......
આ
વિષય રજુ કરનાર દિનેશ પોતે ખુબ સરસ વાચક છે; તેને સ્વામીજી વિષે
વાંચ્યું તે ઉપરાંત તાજેતરમાં “સત્યના પ્રયોગો પણ વાંચેલી...તો તેની છાંટ પણ તેના
વક્તવ્યમાં ઝળકી.. તેને તેના વક્તવ્યના
અંતે સૌને સારા વાંચન માટે બધાને પ્રેરિત કર્યા.
બાળકોના વિવેકાનંદ........
આ
બધામાં અમારા નાના બાળકો માટે શિક્ષકે વિવેકાનંદના બચપણના –કે જયારે તેઓ “બીરેશ્વર” અથવા “વિરેશ્વર” તરીકે ઓળખાતા તે સમયના તેમના
તોફાનોની વાતો કહી..તેમાય કોઈકની વાત સાંભળી ડરી જવા કરતા તે ડરનો એક વાર
સામનો કરી લેવાની વાત માટે તેમને – ઝાડ અને ભૂત ની વાત કહી તે બાળકો માટે પ્રેરણાદાયી
રહી.

ટૂંકમાં અમારો પ્રયાસ હતો તેમની સામે તેમની ઉમરના વિવેકાનંદને મુકવાનો ! કેટલો સફળ રહ્યો એ તો ભવિષ્ય જ કહેશે !
.......અગાઉની ઉજવણીઓ જોવા અહી ક્લિક કરો :..........
No comments:
Post a Comment