પ્ર[પ્રવૃત્તિ
ધ્વારા] જ્ઞા[જ્ઞાન] પ્રવુત્તિ.....
વિવિધ બીજ ચોટાડી મૂળાક્ષરો/શબ્દો ઉપસાવવા....
મિત્રો પહેલાં પણ આપણે TLM [શૈક્ષણિક સાધનો] વિશે ચર્ચા કરી છે.
આપણે એક વાત એવી કરીએ છીએ કે આપણી આસપાસની તમામ વસ્તુઓ એક પ્રકારના શૈક્ષણિક સાધન
છે. તે કોઇપણ રીતે આપણને આપણા વર્ગખંડમાં ઉપયોગી સાબિત થઇ શકે છે. છતાં પણ ક્યારેક
એવું બને છે કે આપણી નજર સામે જ પડેલી વસ્તુઓ કે જે આપણા માટે ઘણી જ ઉપયોગી સાબિત
થતી હોય તેવી વસ્તુઓને પણ આપણે અજાણતાં જ નિહાળી શકતાં નથી, આવું જ થયું આજે અમારી
શાળામાં... બાળકોને સવારે પ્રાર્થના પહેલાં સવાજણના બીજ વીણી ભેગાં કરતાં જોઈ
પહેલાં તો શિક્ષિકાબેનશ્રીએ પૂછ્યું ‘અલ્યા,શું વીણો છો? ત્યારે કોઈએ મુઠ્ઠી તો
કોઈએ ખિસ્સું ભરેલાં બીજ બતાવતાં કહ્યું “અમે તો આ ભેગાં કરીએ છીએ...!!! બેનશ્રીના
બીજા પ્રશ્ન “ભેગાં કરી શું કરશો???...તેનો જવાબ બાળકો પાસે ન હતો....પરંતુ
રિશેષની ચર્ચામાં અમારા પ્રજ્ઞા શિક્ષક મિત્રોએ તેનો ખૂબ ઉપયોગી જવાબ શોધી કાઢ્યો
...જે તમારી સામે ફોટોગ્રાફ્સ સ્વરૂપે હાજર છે....
આપને કેવો લાગ્યો અમારા પ્રજ્ઞા શિક્ષક મિત્રોનો
આ જવાબ...???
1 comment:
prgnya pravuti sari lagi
Post a Comment