કોઈપણ કાર્ય સફળતા તેમાં જોડાયેલ
વ્યક્તિઓની બે શક્તિઓને આધારિત હોય છે.
૧.
આયોજનશક્તિ ૨. નિર્ણયશક્તિ
...અને
આ બંનેની જરૂરિયાત જીવનના હર ક્ષણે રહે છે.
ખરીદી-વેચાણ-પ્રવાસ-શિક્ષણ-ડ્રાઈવિંગ-પેઈન્ટીંગ-કૂકિંગ-
કે પછી સેલિબ્રેશન ! તમારે તેના માટે આયોજન કરવું પડે અને કાર્ય મધ્યે તેમાં કરવા
પડતા ફેરફારો માટે નિર્ણયો લેવા જ પડે – જે ત્વરિત હોવા જોઈએ ! તમારા શાળાના(તમારા
કાર્ય ક્ષેત્રના) પરિપ્રેક્ષ્યમાં આ બાબતને ઓળખવાનો પ્રયાસ કરશો તો જણાશે કે
કેટલાક વ્યક્તિ વગર એક નાનકડું કાર્ય પણ થઇ શકતું નથી – તો તેની ફક્ત હાજરી
માત્રથી અટપટા લાગતા કાર્યો સંપન્ન થાય છે ! – કારણ – ઉપરની બે શક્તિઓ !
આ શક્તિઓ ફક્ત પુસ્તકો વાંચવાથી કેળવી શકાતી નથી ! જીવનના કૌશલ્યો તો
જીવનમાંથી જ પ્રાપ્ત થાય.
શિક્ષણને
જીવન સાથે જોડવા શાળા પરિવાર ઉત્સવોની ઉજવણી કરે છે....તો આ વખતે પણ ગત વર્ષની જેમ
નાતાલની ઉજવણી કરવાનું વિચાર્યું – પહેલા ગત વર્ષની ઝલક જોઈ લો : નાતાલ-૨૦૧૧ !
શાળામાં બનાવેલ christmas tree |
ઉજવણીનું
આયોજન માટે એક ટીમ બનાવાઈ...તેમણે નક્કી કર્યું કે ક્યારે ઉજવણી કરવી અને તેમાં કઈ
કઈ બાબતોનો સમાવેશ કરવો. આયોજન મુજબ સવારથી જ દરેક પોત પોતાના કામમાં લાગી
ગયા...કોઈકે મુખ્ય રસ્તાની આસપાસ આવેલા વૃક્ષોનો શણગાર કર્યો તો કોઈકે તોરણ
બાંધવાની જવાબદારી નિભાવી ! સ્વપ્નીલભાઈની જવાબદારી હતી Santa Claus ને તૈયાર
કરવા. તો વળી કુલદીપે વાંધો ઉઠાવ્યો કે Santa Claus બનતા પહેલાં મને ખબર તો હોવી જોઈએ ને કે Santa Claus કોણ હતા-
આ ઉજવણી કેમ થાય છે...??
ઈન્ટરનેટ
પરથી સ્વપ્નીલભાઈ તેને માટે બે લેખ લાવ્યા તો આયોજન બદલાયું કે હવે અમારા Santa Claus તમામને
પહેલા તેમની ઓળખ આપશે અને નાતાલ થી માંડીને નવા વર્ષ સુધીની વિગતો કહેશે !
આવી
તો ઘણી બાબતો થઇ – જેમકે ગયા વર્ષ કરતા સરૂના ઝાડ વધુ મોટા થઇ ગયા છે તેની પર
શણગાર કેવી રીતે કરીશું – તો એના ઉપાય માટે તેઓ જ એક તૂટેલો થાંભલો લઇ આવ્યા. Merry Christmas થર્મોકોલમાંથી બનાવ્યું ને દીવાલ પર લગાડવા જતા
જ તેમાંથી C તૂટી ગયો – તે તૂટેલા C ને માપોમાપ ફરી તાત્કાલિક બીજો C બનાવવા આખી ટીમ લાગી ગઈ ! તેમના સુચનથી વધુ ચોકલેટ્સ ખરીદાઈ- તો વળી બે નવી
રમતો પણ ઉમેરાઈ !
આમ,
૪-૦૦ થી ૫-૩૦ સુધી ચાલેલી આ ઉજવણી માટે વિદ્યાર્થીઓને બે દિવસ ઘરે અને શાળામાં
આયોજન કરવું પડ્યું, તો ખરા સમયે ઉભા થયેલા પ્રશ્નોમાંથી ઉપાયો શોધી નિર્ણયો પણ
લેવા પડ્યા !-
આયોજન-તૈયારી અને ઉજવણીના કેટલાક
દ્રશ્યો...
સંતાક્લોજ જ ના જ મુખે Santa Claus ની વાત
શણગાર કેવી રીતે ?? ક્યાં શેનું શુસોભન કરીશું.....તેની ચર્ચા...
હું રોજ સવારે વહેલો ઊઠીશ.....સંકલ્પ કરતો બાળક...!!!
નાતાલની ઉજવણી રસપ્રદ રમતોત્સવ વડે.......!!!
આ
સિવાય જીવન કૌશલ્યોના સાહજિક વિકાસ માટે બીજી કઈ પ્રવૃતિઓ સોપી શકાય તે બાબતના
સૂચનો અમને મળશે તેવી આશા સહ – આપ સૌને
....Happy New Year !
....Happy New Year !