October 11, 2011

શરદપૂનમ-સ્નેહ મિલન


·                     શરદપૂનમનું સ્નેહ મિલન

અમારો પ્રયત્ન હતો બાળકના માનસ રૂપી પર્યાવરણમાં  ઉજવણીના માહોલને સજાવવાનો !!!!




 આમ તો આજે પંચમહાલ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરેલ હતી,પણ જયારે શાળા છૂટતાં સમયે બાળકો સાથે શરદ-પૂનમની રજા જાહેર કરતાં-કરતાં અને શરદ પૂનમ વિશે ચર્ચા કરતાં અમને જાણવા મળ્યું કે મોટાભાગના બાળકો જાણતા જ નહોતા કે શરદ પૂનમના દિવસે “દૂધ-પૌંઆ” ખાવાનો મહિમા હોય છે,અને જેટલા બાળકો જાણતા હતા તેમાંથી ઘણાને આનો કોઈ દિવસ લાહવો પણ મળ્યો ન હતો [કારણ કે ઘરમાં દરેક વ્યક્તિ દૂધ ખાય તે તેમને પોસાય તેમ નથી,કેમકે એક બાળક જેટલું દૂધ પીવે તેટલા દૂધમાં તો આખું ઘર ચા પીવે -આ તેમના 
આર્થિક ગણિતની 
સીધી ગણત્રી છે/કરવી પડે છે.] આવી જાણે જ રજા હોવા છતાં અમને શરદ-પૂનમ બાળકો સાથે જ ઉજવવાનો  નિર્ણય કરાવ્યો...હવે બંધ-શાળાએ તૈયારીઓ કરવાની હતી “દૂધ-પૌંઆ”માટેની... તે માટે શિક્ષક-મિત્રો અને મધ્યાહન ભોજનના સંચાલકશ્રી વચ્ચે દૂધ-પૌંઆ...અમારા તરફથી...ના અમારા તરફથી”ની  ખેંચતાણ શરૂ થઇ, જયારે આ ખેંચતાણ ચાલતી હતી ત્યારે ધોરણ-૮ ના બાળકોએ પ્રસ્તાવ મૂક્યો કે સાહેબ અમે પણ ફાળો આપીશું અને અમારો ફાળો લેશો તો જ અમે ઉજવણીમાં સામેલ થઈશું, ત્યારે શાળા છુટતાં સમયે બાળકો સાથે મળી નિર્ણય કર્યો કે કાલે સવારે કાર્યાલયની બહાર એક થેલો લટકાવેલો હશે તેમાં જે બાળકે જેટલો ફાળો મૂકવો હોય તે મૂકી દે અને પછી ખૂટતો ખર્ચ શિક્ષકશ્રીઓ ઉમેરશે...રજા હોવા છતાં મધ્યાહન ભોજનના સંચાલકશ્રી તથા તેમનો સ્ટાફ સેવા આપશે તે તેમના ફાળામાં ગણી લીધી. પણ હા અમે સૌ શિક્ષક-મિત્રો એ નક્કી કર્યું હતું કે સ્નેહ-મિલનમાં શાળા બહારની જ [જેથી બાળકો પોતાના ઘર અને તેની આસપાસની વાતો કરે જેથી અમે બાળકોના ઘરના પર્યાવરણને વધારે નજીકથી જાણી શકીએ]  ચર્ચા કરવી...આવો જોઈએ કેમેરાની આંખે......   








 અમે પણ શા માટે લાહવો ન લઈએ???-શિક્ષકમિત્રો 

11 comments:

vishal makwana said...

heartly
Congratulation for ur world best SARAD POORNIMA.

Girish sharma said...

good work...

Unknown said...

Good job

MEHUL JAIN said...

tamari samagra teamne khub khub abhinandan:

chagvada school said...

Goo work all staff

Unknown said...

Best "sharadpurnima" which you celebrate

Mahesh R MACWANa. CRC. Petalad. Anand. District said...

તમે શિક્ષક સમાજ માટે ગૌરવ છો.
તમે જે લખ્યું તે જાણી ખૂબ આનંદ થયો. ગરીબ બાળકો તમારી શાળામાં છે તે ને તમે ઈશ્વરનો આશીર્વાદ ગણ્યો.

હવે તો દરેક શરકારી શાળાઓમાં લગભગ ગરીબ બાળકો હોય છે

આ બાળકો માટે જે ખર્ચ તમે કરો છો તે તો ઈશ્વરને કરેલું શ્રેષ્ઠ અર્પણ છે.

હું ઘણીવાર વિચારું છું. દરેક શિક્ષક ક્યાંક ને ક્યાંક દાન આપતા હશે.પણ બહુ ઓછા શિક્ષકો બાળકો માટે ખર્ચ કરે છે.

ઈશ્વર તમારા દરેક કાર્યને આશીર્વાદ આપે

Envy said...

Good initiative

Dayal Mukhya Primary School said...

Inspiration activity for us🤗

Unknown said...

Great motivationala idea...

Jignesh Thakor said...

Too good.. Happy to see that..