😎😍 યુવાનોનું સમયદાન–એક મોકો-સમાજને શાળાનુભવ કરાવવા માટેનો !
શાળા એ ગામનું
ઘરેણું છે આવું આપણે ઘણીવાર બોલ્યાં છીએ અને સાંભળ્યું પણ છે ! ઘરેણું હોવાના બે
અર્થ થાય છે – એક તો ઘરેણું એ રીતે કે શાળાની સુંદરતાથી ગામ દીપી ઉઠે છે, જયારે
બીજી રીતે જોઈએ તો શરીર પરનું કિંમતી પરિધાન ! એટલે કે ગામનું સૌથી મહત્વનું અને
મહામુલું સ્થળ ! કારણ કે જ્યાં ગામની પેઢીઓનું ઘડતર થતું હોય તે મહામુલું ગણાય જ
એમાં શંકાને કોઈ સ્થાન નથી ! પરંતુ વાત જયારે અજાગૃત પેઢીની આવે ત્યારે [ગામડામાં
અને શહેર બધા પર લાગુ પડે ] પોતાના બાળક રૂપી હીરાને પણ કાચની જેમ જ જાણનાર તે
પરિવારને આપણા કામ વડે જો તેના બાળકના મૂલ્યનો સાક્ષાત્કાર કરાવીએ તો જ માનવું કે
અજાગૃત વાલીનું આંગણ ભલે કુરુક્ષેત્ર જેવું હશે પણ આપણે ભગવાન કૃષ્ણથી કંઈ કમ નથી ! તેથી જ તો
સમાજમાં આપણે નિર્માણ અને પ્રલયના
નિર્માતા કહેવાઈએ છીએ.
L જો બકા, તકલીફ
તો રહેવાની ! એવું દિલાસા રૂપી સૂત્ર આપણે ઘણી જગ્યાએ વાંચી લીધું છે અને કોઈ
તકલીફ જણાવે તો તેને સલાહકાર તરીકે ભેટ આપવા ખિસ્સામાં મૂકી પણ રાખ્યું છે [ હા પણ
આપણી પોતાની તકલીફ સમયે નથી વાંચતા- તે જુદી વાત છે L ] તકલીફમાંથી
નીકળવાના બે રસ્તા છે : પહેલો – તકલીફ એટલે
તકનો લાભ લઇ લેફ્ટર બનવું . બીજો - તકલીફ એટલે તક મેળવી લિફ્ટર બની કાર્ય પાર પાડવા માટે એક યોદ્ધાની
જેમ ઝઝૂમવું.
આવું જ અનુભવાયું
આ વર્ષે બીજા ધોરણના બાળકો પર વધુ ધ્યાન આપ્યા પછી પણ એ ચિંતા તો હતી જ કે “આ બધા
હમણા વાંચતા - લખતા થઇ ગયા છે...વેકેશન પછી મળશે એટલે આમાંથી કેટલા એ જાળવી રાખશે
અને કેટલામાં આપણે ફરી પહેલેથી કામ શરૂ કરવું પડશે !”
એવામાં સમયદાન
માટે આવેલો પત્ર અને યોજાયેલી કોન્ફરન્સએ અમને એક નવો આઈડિયા આપ્યો ગામના યુવાનો
સાથે કોન્ફરન્સ જોતા જોતા અમારું આયોજન થતું ગયું...પરંતુ કોન્ફરન્સના અંતે આખો
કાર્યક્રમ તેમનો થઇ ગયો હતો. તેમને બાળકોની વિગતો અને સાહિત્ય આપ્યું. દરેક બાળક
વિષે વિગતવાર ચર્ચા કરતા કરતા બીજી એક તક મળી કે “જો યુવાનો જ આમાં કામ કરે તો
તેની પ્રક્રિયા દરમ્યાન શાળામાં અનુભવાતી મુશ્કેલીઓ ગામનાં યુવાનો જાણશે અને અનુભવશે.
બંને પ્રકારના અનુભવોને આધારે બાળકોને તો ફાયદો થશે જ પરંતુ આ રીતે સમાજ પણ શાળાના પ્રશ્નોથી અવગત થશે એ બાળકો સાથે સાથે શાળાના
પ્રશ્નોનું ઉપચારાત્મક કાર્ય થશે.
સમયદાતાઓ એવા યુવાનો સાથે તેમના અનુભવોની ચર્ચા 📺




















































