બનીએ - બાળકના ટેસ્ટી – વાલીના ટ્રસ્ટી !
હાલ પરીક્ષાના પરિણામોનો માહોલ છે, આમ તો અગાઉ આપણે સૌએ મળીને [ આ અંક ધ્વારા મળ્યા એ ] વાતો
કરી જ છે કે આ પરિણામો એ બાળકોના નહીં આપણા સૌના છે ! એટલે કે બાળકોના માર્કસ નહીં
એ આપણા માર્કસ - આપણે બાળકોને કેટલા ટકા શીખવી શક્યા - કેટલા ગુણનું સમજાવી શક્યા
! પરિણામોના માહોલમાં આપણા સૌની અપેક્ષાઓ સંતોષાય એ તો શક્ય જ નથી - તો વાલીઓની અપેક્ષાઓ બાળકો સંતોષી શકે તે
અશક્ય જ ! આવા માહોલમાં પરીક્ષાના પરિણામો વાલીઓમાં એક મથામણ ઊભી કરે તે સ્વાભાવિક
છે. આવી સ્થિતિ લગભગ તમામ શિક્ષક - માર્ગદર્શક - સંસ્થાઓ અનુભવતા હોય છે. વાલીઓને
સંતોષી શકાય તેની ટકાવારી કદાચ અલગ અલગ હોય શકે છે, પરંતુ સૌની સંખ્યાનો
અંક આસપાસનો જ હોય છે. આવામાં વાલીઓનો આપણા પ્રત્યેનો ભરોશો સંતોષ અને બાળકોનો
શાળા પ્રત્યેનો આત્મવિશ્વાસ જળવાઈ રહેવો
- આ બંનેનું બેલેન્સ એ દોરડા પર
ચાલતા જવા જેવુ છે.
● શું કરીએ ?
જવાબ - બાળકને પૂરો જાણીએ - અહીં જાણવાની વાત માત્ર ભણવા
પૂરતી જ નહીં - તેનું વર્તન - તેનો શોખ -
તેની પસંદ -નાપસંદ વગેરે વગેરે બાબતો - એટલે કે હોલેસ્ટિક - 360 ડિગ્રીથી બાળકને
ઓળખીએ !
● શું થશે ?
જવાબ - જેમ નવો વ્યવસાય કરતાં પહેલાં તેનો કેટલો અભ્યાસ
કરીએ છીએ? જ્યાં વ્યવસાય કરવો છે તે જગ્યાથી માંડીને ગ્રાહકની
અપેક્ષાઓ સુધીનો ! - કેમ - કારણ કે આપણે આપણા રોકાણ નું વળતર જોઈએ છે - એક શબ્દ છે - કેવાયસી - મતલબ કે know your coustermor - ગ્રાહકને સમજવાની/ ઓળખવાની
મથામણ ! તેને જાણવાથી આપણે જે કરવું છે તે તેની રસરૂચીમાં ભેળવી પીરસી
શકીશું. બાળકને તો જે સ્વાદિષ્ટ તે ભાવતું તેવો તેનો ટેસ્ટ હોય છે. માટે આપણે તેને
સંપૂર્ણ રીતે જાણીશું તો જ તેના ટેસ્ટી બની શકીશું .
● શું કરીએ ?
જવાબ - વાલી સાથે સતત સંવાદ રાખીએ - તેના વાલી બાળક વિશેનો આપણને સંતોષ -અસંતોષ - બાળક વિશેના વખાણ - કે તેની
ફરિયાદો ગમે તે અને હા, ગમે ત્યારે કહી શકે
તેવો સંવાદ બનાવી રાખીએ. યાદ રાખજો અહીં સંબંધ બનાવી રાખવાની નહીં સંવાદ બનાવી
રાખવાની વાત કહી છે. બાળક વિશેની વાલીની ફરિયાદોનો સંતોષકારક પણ બાળકને પણ ગમે
તેવો ઉકેલ આપીએ. ઉકેલ સમયે દર બે ત્રણ વાક્યમાં એક વાક્ય આ બોલીએ કે તોફાન , મસ્તી, કઇંક ન આવડવું એ બધા
માટે ચિંતા ન કરો. એ નોર્મલ છે. એના ઉકેલ છે. મારી ભાષામાં કહું તો સમયાંતરે બાળક
વિશેની ફરિયાદોની વાલીના મનની સિટી [ કૂકરની ની જેમ ] વાગવા દો . અને હા વધારે
કહું તો સીટી વગાડવા માટેના પ્લેટફોર્મ આપો.
રીડિંગ રીલ્સ : જો બાળકોનો ટેસ્ટ ઓળખી કાઢીશું,
તો વાલીઓ આપણા ટ્રસ્ટી બનશે. |
જવાબ - પહેલો ફાયદો કે બાળકના વર્તન અંગેનો વાલીનો અસંતોષ
સમયસર જાણી શકાશે. જેથી સિટી ન વાગવાથી જેમ કુકર ફાટે તેવી ઘટનાઓ ટાળી શકાશે. તેની
ચિંતા જો સાચી દિશામાં હશે તો બાળક પ્રત્યેનું આપણું ધ્યાન વધુ દોરાશે. જેથી સમય
રહેતાં તેમાં સારું કરી શકાશે. કોઈપણ વ્યવસાય હોય - તેમાં ગ્રાહક ભગવાન છે. - એ રીતે જોઈએ તો અહીં બાળકના વાલી - આપણા
ભગવાનના પાલનહાર છે. જ્યાં સુધી એમનો ટ્રસ્ટ આપણા ઉપર બનેલો રહેશે ત્યાં સુધી
ગ્રાહક રૂપી ભગવાન - એટલે કે એ બાળક આપણી પાસે - સંસ્થા પાસે છે. એ સીધી લીટીની
વાત છે. - અને ટ્રસ્ટ તો ટોકથી જ વધે છે.
આ બધું જે વાંચ્યું તે અમારા અનુભવોનો નિચોડ છે, બની શકે કે કદાચ ક્યાંક અનુભવમાં ખોટ પણ રહી ગઈ
હોય. પરંતુ એક વાત તો શિક્ષક - સંસ્થા તરીકે આપણે સૌએ સ્વીકારવી જ રહી કે બાળકના “ટેસ્ટી”
અને તેના વાલીના “ટ્રસ્ટી” બનીશું તો જ આપણે તે બાળક માટે ઈચ્છીએ છીએ તે બધું જ
કરી શકીશું.

No comments:
Post a Comment