સ્વામી અને આપણી સમસ્યાઓ !
ભૂતની બીક લાગે,
પરીક્ષાની બીક લાગે,
અજાણ્યા માણસોની બીક લાગે,
ઘરમાં એકલા રહેવાની બીક લાગે!
આવી આવી કેટલીય બીક બાળકો લઈને ફરતાં હોય છે. યાદ નથી રહેતું,
અરે ! એ વાત તો ભૂલી ગયો/ગઈ, લેસન શું હતું એ ય ભુલાઈ ગયું તો લખાય તો કેવી રીતે
?!? એકાગ્રતા પણ નથી રહેતી. નક્કી કરીએ પછી એમ થતું નથી. મમ્મી ને પપ્પા લડે ત્યારે થાય હવે ફોન અડકવો જ નથી પણ પછી એકાદ દિવસમાં હતાં એવાં ને એવાં
!
આવું બધું જોયું,
સાંભળ્યું અને અનુભવ્યું…એટલે આ વર્ષે વિવેકાનંદ જયંતિ ઉજવણીની થીમ રાખી
- સ્વામી વિવેકાનંદ અને આપણી સમસ્યાઓનો ઉકેલ. જૂથ મુજબ તેમણે આયોજન વિચાર્યું. વધારાનો સમય ન ફાળવી તેમણે ઘરેથી જ તૈયારી કરવાનું ગોઠવ્યું. દરેક જૂથમાંથી બે - ત્રણ વ્યક્તિ વિવેકાનંદ વિશેની વાર્તા/વાત કહેશે.
બાકીના સભ્યો તેમના ચિત્ર/કાવ્યો/નિબંધ રજૂ કરશે.
ચિત્રો વડે તો આખું ડિસ્પ્લે બોર્ડ છલકાઈ ગયું.
અને અમારી સભા એમના શબ્દો અને એમણે જાતે કરેલી તૈયારીથી અમારો આનંદ છલકાઈ ગયો. તેમણે કરેલી રજૂઆતો નક્કી કરેલી થીમથી ઘણી જુદી પણ હતી. કેટલાંકે પુસ્તકોમાંથી સ્વામી વિવેકાનંદનો પરિચય ભેગો કર્યો હતો તો વળી કેટલાંકનું ફોકસ તેમણે શિકાગોમાં આપેલા વક્તવ્ય આધારિત રહ્યું. કેટલાકે સ્વામી વિવેકાનંદના વાંચન વિશેની વાતને વણી લીધી તો કેટલાંકે તેમની રમૂજવૃત્તિ મને પણ બધાં સામે મૂકી.
કેટલાંકની રજૂઆત સાંભળીને જ સમજાતું હતું કે તેઓએ સામાન્ય રીતે ઝડપથી મળી જાય તેવા
youtube વિડિયોઝનો સહારો લીધો છે. અમે તેમને એવી કોઈ વિશેષ ટકોર કરી પણ નહિ
! કારણ કે મહત્વનું એ નહોતું કે તેમણે થોડી જુદી
- કે વિવેકાનંદ સાથે સીધી જોડાયેલી ન હોય તેવી બાબતો રજૂ કરી ! મહત્ત્વનું એ હતું કે તેઓએ વિવેકાનંદને સર્ચ કર્યા
: આજે ઇન્ટરનેટ પર સર્ચ થયા અને કાલે એ પોતે પોતાનામાં પણ વિવેકાનંદને સર્ચ કરશે…
!
સ્વામીજીએ પણ પોતાના વિશેના ખ્યાલોને સ્પષ્ટ કરવા માટેના જ્ઞાનને મહત્ત્વનું જાણ્યું છે તેમ અમે સૌ પણ પોતપોતાના વિશેના ખ્યાલોને
- અમારી શક્તિઓ અને અમારી મર્યદાઓને ધ્યાનમાં લઈને
- તેના વિશે જાગૃત થઈને મથ્યાં કે આપણે કઈ જગ્યાએ શું કરવું જોઈએ.
સ્વામીજી વિશેની કેટલીક ઓછી જાણીતી બાબતો - અને પ્રમાણમાં ઓછા પ્રચલિત થયેલા ક્વોટ તેમની સાથે શેર કર્યા. કેટલું તેઓ સમજ્યા હશે એ જાણી શકાય નહિ પણ હા, એ વિશ્વાસ અમને થયો કે આજે તેઓ સ્વામી વિવેકાનંદે એક વ્યક્તિ તરીકે જાણશે - તેમના વિશે માહિતી માત્ર મેળવશે તો પણ ધીરે ધીરે સ્વામી વિવેકાનંદ - એક વિચારને પણ શોધી જ કાઢશે !
No comments:
Post a Comment