January 26, 2023

બે વક્તવ્ય અને બે ઉત્સવ !

બે વક્તવ્ય અને બે ઉત્સવ !

પ્રજાસત્તાક દિન વસંતપંચમીએ આવ્યો. શાળા માટે ઉત્સવ યોગ રાષ્ટ્રના ઉત્થાનની ચાવી શોધી આપનારો બન્યો.

ભારત જેવા લોકશાહી દેશમાં  શિક્ષણની મહત્ત્વની ભૂમિકા છે. પ્રજાસત્તાક કહેવા માત્રથી પ્રજાસત્તા વ્યવસ્થાઓ ગોઠવાઈ જતી નથી. તેનીપ્રજાસત્તાકતાસુનિશ્ચિત કરવા માટે સુશિક્ષિત નાગરિક આવશ્યક છે, કારણ કે તે વ્યક્તિઓને નિર્ણયો લેવા, રાજકીય પ્રક્રિયામાં ભાગ લેવા અને ચૂંટાયેલા અધિકારીઓને જવાબદાર ઠેરવવા સક્ષમ બનાવે છે. કોઈપણ રાષ્ટ્રની લોકશાહી માટે વિવેચનાત્મક ચિંતન અને સ્થિતિઓ તરફ જોવાનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ખૂબ મહત્ત્વનાં પરિબળો છે. કારણ કે લોકશાહીમાં સતત બહુમતી લોકોની અપેક્ષાઓનો પડઘો રાજ્યતંત્રમાં પડ્યા કરતો હોય છે. તેવામાં જો બહુમતી પ્રજા જો બંને પરિબળોને અવગણે તો દેશમાં ધીમી ગતિએ રાષ્ટ્રની અવગણના શરૂ થઈ જાય છે અને લોકો સ્વકેન્દ્રી વધુ થતા જાય.

લોકો પોતે જે સામાજિક સ્થિતિઓ સર્જાય તેના પ્રત્યે જો પોતાની જાતે વિચારીને અથવા સમૂહમાં ચર્ચા કરી શું યોગ્ય છે તે શોધીયે શકે - કે આવી પડેલું સમસ્યાઓના એક થી વધુ વિકલ્પો વિચારી તે વિક્લ્પ પૈકી કયો વિકલ્પ યોગ્ય છે તે પણ શોધી શકે તો રાષ્ટ્રનો વિકાસ શૂન્ય બરાબર થઈ જાય. રીતે આપણે હાલમાં રહેલી સમસ્યાઓ વિશે નવા નવા ઉકેલો શોધી શકીએ તેમજ જે સમસ્યાઓ હજુ ઉદ્ભવી પણ નથી તેના વિશેની આગાહી કરી તે રોકવા માટે શું કરી શકાય તેવાં આયોજનો કલ્પી શકીએ તે માટે તેના નાગરિકોમાં ભારોભાર સર્જનાત્મક શક્તિ હોવી જરૂરી છે.

        ઉપરાંત આપણું સંવિધાન લેખિત સંવિધાન છે. જો ભારતને સાચા અર્થમાં પ્રજાસત્તાક થવું હોય - એવા પ્રજાસત્તાક થવું હોય કે જ્યાં તેનો દરેક નાગરિક પોતાના હક વિશે જાણતો હોય અને તે હક મેળવતાં પહેલાં પોતાની ફરજ પ્રત્યે સત્યનિષ્ઠ હોય, તો સંવિધાન દરેક નાગરિક વાંચીને સમજી શકે તેટલો સાક્ષર હોવો જોઈએ ! જો એમ થઈ શકે અને જે જે વ્યક્તિઓ વાંચી શકે નહીં તેમના માટે તો સંવિધાન તેમના વતી કોઈકે કરેલું અર્થઘટન માત્ર બની રહે છે. એટલે 15મી ઓગસ્ટ 1947ના રોજ મળેલી આઝાદી પૂર્ણ આઝાદી કે પૂર્ણ સ્વરાજ માત્ર શબ્દો બનીને અટકી જાય. તેમજ  26 જાન્યુઆરી 1950 માં રચાયેલા માળખામાં સૌ ચક્રો સરખા પ્રમાણમાં ગતિમાન થઈ શકે નહીં. એટલે ભારત જેવા દેશને પ્રજાસત્તાક બની રહેવા માટે શિક્ષણની અત્યંત જરૂરિયાત રહેવાની !

શાળાના ઉત્સવમાં વસંત પંચમીનો ઉત્સવ સાચા અર્થમાં એની મેળે ભળી ગયો જ્યારે જુદી જુદી સમસ્યાઓને પડી આખડીને ઓળંગી જઈ  હવે પોલીસની વર્દી પહેરવા જઈ રહી છે તેવી સોનલે પોતાના વક્તવ્યમાં શિક્ષણના મહત્ત્વ વિશે વાત કરી રીતે શાળાના પ્રમુખ સંદીપે  પણ ખૂબ સરળ ઉદાહરણ વડે સ્વાતંત્ર દિન અને પ્રજાસત્તાક દિનનો ભેદ સૌ સામે મૂક્યોસાચું છે જેમ ઈંટ,સિમેન્ટ, રેતી વડે રચાયેલા મકાનમાં સૌ લાગણીથી,સમજણથી અને સમૂહ ભાવનાથી રહેવાનું શરૂ કરે ત્યારે તો ઘર કહેવાય છે ! તેમ આપણો દેશ ભલે 15 મી ઓગસ્ટ 1947માં  આઝાદ થયો પરંતુ તેમાં પ્રાણ તો 26 મી જાન્યુઆરી 1950માં આવ્યો કહેવાય !

 અને સૌને બંને વક્તવ્યો એકસાથે મા ભારતી અને મા સરસ્વતીની આરાધનાના  શ્લોક સમાં જણાયાં.  































No comments: