January 16, 2023

ઉજવણીની અઘ્યયન નિષ્પત્તિ

ઉજવણીની અઘ્યયન નિષ્પત્તિ


તહેવાર માનવ જીવનનું મહત્ત્વનું અંગ છે ! માનવ જીવનનું હૃદય કહીએ તો પણ કહી શકાય. કારણ કે, મોટાભાગના તહેવારો માનવ જીવનમાં લાગણીઓ સાથે જોડાયેલા છે. વર્ષ દરમ્યાન આવતા તહેવારો વ્યક્તિના રૂટિન કાર્યોમાં ઉત્સાહ પૂરવાનું કામ કરી જાય છે. માટે નાનાંથી મોટાં સૌ ઉજવણીમાં મસ્ત અને વ્યસ્ત હોય છે.

શાળા પણ સમાજનો એક ભાગ છે. માટે શાળા પણ તહેવારોની ઉજવણીથી અળગી હોઈ શકે. સમાજમાં ઉજવણીની વાત આવે ત્યારે તેમાં મુખ્ય કેન્દ્રમાં પણ બાળકો હોય છે. તે માટેની સાબિતી તહેવારના  આસપાસના દિવસની  શાળાની હાજરી વડે પણ આપણે જોઈ શકીએ છીએ. માટે અગાઉના અંકમાં પણ શાળાએ કહ્યું છે કેબાળકોને દરેક તહેવાર પોતાના શેરી મહોલ્લામાં મિત્રો સાથે ઉજવવા ગમે છે. જો શાળામાં ઉજવણીનો માહોલ બાળકના શેરી મહોલ્લા જેવો ઊભો કરવામાં આવે તો - તો ઘણી સમસ્યાનો ઉકેલ શાળાઓને મળે.

શાળામાં તહેવારની ઉજવણીને કેટલીક વાર શૈક્ષણિક પ્રક્રિયાનો ભોગ તરીકે ગણવામાં આવે છે. ઉજવણી એટલે ભણવાનું / બાળકનું શીખવાનું બંધ આવો તર્ક કેટલીક વાર આપણે સાંભળીએ છીએ. જોકે વાત તેમની દૃષ્ટિએ સાચી પણ હશેકેમકે તેઓની માન્યતા હોય છે કે બાળક વર્ગખંડમાં તેમની સામે બેસે, તેમની વાણીને સાંભળે ત્યારે તે શીખે છેબાળકો પોતે પ્રવૃત્તિઓ વડે શીખી શકે છે, વર્ગખંડ સિવાય પણ શૈક્ષણિક પ્રક્રિયાઓ થતી હોય છે ! બધું તેઓની સમજ બહારની વાત હોય છે. એટલે કેટલીકવાર શાળામાં ઉજવણીને તક તરીકે જોવામાં આવતી નથી.

સાથે સાથે શાળા દ્વારા બાળકોમાં સમૂહજીવનના પાઠ સમજાવવા માટે પણ કેમ્પસમાં તહેવારની ઉજવણી મોટું પ્લેટફોર્મ પૂરું પાડતી તક છે. શાળામાં સૌ સાથે મળીને તહેવારને ઉજવે અને દરેક શિક્ષક તે ઉજવણીમાં પોતાના વિષયની અધ્યયન નિષ્પત્તિને પરોક્ષપણે [ દૂધમાં સાકરવાળી વાત યાદ છેને.. ] સામેલ કરી દે તો સોનામાં સુગંધ ભળી જાય.  ઉત્તરાયણની ઉજવણીશાળામાં કરવાની જાહેરાતની સાથે સાથે નીચે મુજબ આયોજન અમારી શાળાના નાગરિક ઘડતર (બાલવૃંદ) ગ્રૂપના સૌ લીડરોએ ભેગાં મળી કર્યું. જેમ કે..

Ø  પ્લાસ્ટિક દોરી વાપરવા અંગે ઉત્તરાયણના આગળના દિવસે પ્રચાર કર્યો..   – પર્યાવરણની નિષ્પત્તિ 

Ø  દરેક ગ્રુપે ઉત્તરાયણના તહેવાર અંગેની વિગતો રજૂ કરી..  – ઇતિહાસ અને ભાષાની નિષ્પત્તિ

Ø  દરેક ગ્રુપે પોતાના ગ્રુપનાં બાળકોને પતંગ બનાવવા માટેની સમજ આપી.. – ગણિતની નિષ્પત્તિ

Ø  ગ્રુપે બનાવેલ પતંગોની સ્પર્ધામાં બાળકોએ નિર્ણાયકની ભૂમિકા ભજવી.. –  સર્વાંગી શિક્ષણ

બધું કરતાં કરતાં બાળકોને મન ઊજવવું.. ઊજવવું.. ચાલતું હતુંજ્યારે અમારે મન શીખવવું.. સમજાવવું.. ચાલતું હતું. પરંતુ ચહેરાઓ આકાશમાં ઊડતા પતંગની જેમ ખીલેલા હતા. ચાલો ફોટોગ્રાફ્સ અને વિડિયો દ્વારા જોઈએ અમારા પતંગોને…!



































































No comments: