Child Friendly School – ચેપ છે આ તો – લાગ્યો તો મજા !!
પ્રો. અનીલ ગુપ્તાએ આપણી મસ્તી કી પાઠશાળા વિશેના એક આર્ટીકલમાં લખ્યું
હતું, “Let there be more “Masti Ki Pathsalas” ! જેમણે પોતાનું જીવન વિવિધ
શોધયાત્રામાં અને નવિનીકરણને સમાજ સુધી પહોચાડવામાં ખર્ચ્યું
હોય તેમના આશીર્વાદ ના ફળે એવું થાય જ નહિ. ગયા અંકમાં આપણે વાત કરી હતી એમ સમાજ
હજુ પણ બાળકોના મોં પર સ્મિત જોવા માટે આતુર છે. કોઈક ચક્કર એવું લાગી ગયું હતું
અને આપણે સૌ બાળકોના ભણતર વિષે આપણા પૂર્વગ્રહ બાંધતા ગયા. આજે ગુજરાતની સરકારી
(કેટલીક ખાનગી પણ) શાળાઓ જે રીતે નવા નદીસર પ્રાથમિક શાળાની સંચાલન પદ્ધતિમાં રસ
લઇ રહી છે એ દર્શાવે છે કે બદલાવ આવી રહ્યો છે. ભલે ધીમો છે પણ અસરકારક રહેશે.
લગભગ ૨૦૧૦ થી શાળાની જુદા જુદા વ્યક્તિઓએ મુલાકાત લીધી છે. પહેલા માત્ર શાળાની
પ્રવૃતિઓમાં શિક્ષકોને જ રસ પડતો અને વધુ પ્રમાણમાં શિક્ષકો જ મુલાકાત લેતા.
વચ્ચેના સમયમાં શિક્ષણ સાથે સીધા ના જોડાયેલા હોય એવા વ્યક્તિઓની મુલાકાતો પણ થઇ.
શાળાનું નેતૃત્વ કરતા આચાર્યો થી લઇ તાલુકા શિક્ષણાધિકારીશ્રી અને જીલ્લાના
અધિકારીશ્રીઓની પણ મુલાકાતો થઇ. અને એ બધા સાથે ચર્ચા કરતા અમે શીખવાની પ્રક્રિયાનું
વલોણું કર્યું. આ સત્ર ખુલ્યા પછી વધુ આનંદ એ વાતનો છે કે વિવિધ સ્કૂલ મેનેજમેન્ટ
કમિટી શાળાની મુલાકાતે આવી જાણવાનો પ્રયત્ન કરી રહી છે. કેટલાકને ભૌતિક બાબતો –
ઈમારત, ચિત્રો, મેદાન તો
કેટલાકને બાળકોની ભાગીદારી ગમે છે. સૌને યથાશક્તિ સમય ફાળવી ચર્ચા કરવાનો પ્રયત્ન
કર્યો જ છે.
હમણાં છેલ્લી એક નવી ટકોર મળી કે જેમને મુલાકાત
લીધી તેમની સાથેનો સંપર્ક રાખ્યો છે ? અને સાચે જ એમાંથી ઘણા બધા વ્યક્તિઓ સાથે
અત્યારે સંપર્કમાં નથી રહી શક્યા.
જાગ્યા ત્યાંથી સવાર ; “આ વાંચી રહેલા તમે જો
શાળાની મુલાકાત લીધી હોય તો તમારી વિગત નીચે આપેલ લીંક પર જઈ કોમેન્ટમાં જરૂર આપજો, જેથી આપણે સૌ એકબીજા સાથે આપણો સંપર્ક જાળવી રાખી મોર મસ્તી કી પાઠશાલા”
ના આ કાર્યમાં પ્રતિબદ્ધ રહી શકીએ.”
આપે શાળાની મુલાકાત કરી હોય તો કોમેન્ટમાં પોતાની વિગતો
લખો, વધુ વ્યક્તિઓ સુધી પહોચવામાં પ્રયત્નશીલ
રહીએ કારણ કે, આજે એક બાળકના
મોં પરનું સ્મિત એ આવતીકાલના ખુશહાલ સમાજનું બીજ છે !
No comments:
Post a Comment