સ્વ-શાસનદિન કે પછી સ્વ-શ્વસન દિન !
"સ્વ-શાસનદિન" એ જો
બાળકો સામે એક શૈક્ષણિક તહેવાર તરીકે રજુ કરવામાં આવે તો અમારા અનુભવો માને છે કે
પછીથી દરેક બાળકનું એક જ વાક્ય હશે – “સ્વ-શાસનદિન એ મારો પ્રિય તહેવાર છે !” બાળકોને
મન “મારા શિક્ષક એ મારા રાજા” . એટલે જ બાળકને શિક્ષક બનવું ખુબ ગમે છે. પોતાના
પ્રિય શિક્ષકની જેમ ભણાવવું અને ગમતી રમતો રમાડવી – ગીત ગવડાવવા – પોતાની સ્કીલ રજુ કરવી – સ્વ-શાસનદિને આ
બધું કરવા માટે જ શિક્ષક બનવાનું સપનું જોવાય છે. વર્ગખંડમાં બાળકોની સ્વતંત્રતા એ
વર્ષોથી ચર્ચાતો મુદ્દો રહ્યો છે. વર્ગખંડમાં “બાળ સ્વતંત્રતા” ની જેટલાં મોં એટલી વ્યાખ્યાઓ
ઘડાઈ છે. પરંતુ બાળક વર્ગખંડમાં સ્વતંત્ર છે કે નહિ – એ શિક્ષક તરીકે આપણે નક્કી
કરવાવાળા કોણ ? અને જો બનીશું તો પછી બાળકને મન આપણે રાજા નહિ સરમુખત્યારશાહી વાળા
શાસક તરીકે ઉભરીશું. શૈક્ષણિક પ્રક્રિયા દરમ્યાન બાળક આપણને પ્રિયતમાની જેમ રસ
પૂર્વક સંભાળે છે, ગાઢ મિત્રની જેમ નિશ્ચિંતતાથી સામો પુરક પ્રશ્ન કરી શકે છે, ન
સમજયા માટે ચર્ચા અને સંશય હોય ત્યાં દલીલ પણ કરી શકે છે- તો સમજવું આપણા
વર્ગખંડમાં દરેક દિન બાળકોને મન સ્વ-શ્વસન કરી રહેલો સ્વ-શાસનદિન દિન છે ! આવા બાળકોના સંપૂર્ણપણે આઝાદી વાળા વાતાવરણ સાથે
તમે વર્ગખંડને નથી ચલાવી રહ્યા ? - તો પછી તે વર્ગખંડ નહિ એજ્યુકેશનલ વેન્ટીલેટર
છે ! જ્યાં તમને વર્ગખંડ પુરતો બાળકમાં અભ્યાસક્રમ ધબકતો લાગશે ,પરંતુ વર્ગખંડ બહાર
બધું શૂન્ય ! માટે જ કહેવાય છે કે બાળકો સ્વ-શાસનદિનના
દિવસે આખુવર્ષ શિક્ષકનું અવલોકન કર્યું હોય - તેનું અનુકરણ કરતાં હોય છે, તેમ આપણે પણ સ્વ-શાસનદિને
બાળકોનું અવલોકન કરી તેમાંથી એ શીખીએ કે આપણે આખું વર્ષ શું કરવું જોઈએ ! ચાલો ડોકિયું
કરીએ અમારા બાળકોના સ્વ-શ્વસન દિન સ્વ-શાસનદિનમાં !
No comments:
Post a Comment