"રાષ્ટ્રીય
વિજ્ઞાનદિન"
શાળાના
વાતવરણ પર વિજ્ઞાનનું આવરણ – કેવીરીતે ચઢાવ્યું બાળકોએ ?
આમ તો રોજ વિજ્ઞાનનો તાસ આવે છે અને વિજ્ઞાનને જાણીએ છીએ. નવા પ્રયોગો અનુભવીએ છીએ. તો જયારે બાળકોએ કહ્યું કે સાહેબ રાષ્ટ્રીય વિજ્ઞાનદિન આવે છે શું કરીશું ? – ખરેખર કહીએ તો વિજ્ઞાનના શિક્ષક તરીકે રોજ થાય તેટલું નહિ પણ બાળકોને જેટલું જરૂરી હોય તેવું વિજ્ઞાન આપતાં જ રહ્યા છીએ તો નવું શું કરીએ !
– વિચારોમાં ને વિચારોમાં સાચું કહીએ તો આગલા દિવસ બપોર સુધી કંઇજ નક્કી ન કરી પણ બાળકોની ઉજવવાની લાલસા એ કંઈક તો કરીએ જ એવો ચટકો ભર્યો ! અને નક્કી કર્યું કે પાઠ્યપુસ્તક માં ન હોય તેવા ૧૬ થી ૧૭ વૈજ્ઞાનિકો વિશેની એક ફાઈલની પ્રિન્ટ આપી એક બાળક એક વૈજ્ઞાનિકનો કાલે શાળામાં પરિચય કરાવશે. સાથે સાથે શાળાના પર્યાવરણ પર વિજ્ઞાનનું આવરણ ચઢી જાય તે માટે આખે આખી વિજ્ઞાનની તિજોરી શાળા કેમ્પસમાં વિખેરવી અને તેની પ્રદર્શનીમાં દરેક સાધનોના નામના બોર્ડ લગાવી બાળકોને તેની ઓળખાણ કરાવવી – અભ્યાસક્રમ અંતર્ગત આવતા અને થઈ ગયેલ તમામ પ્રયોગોની શાળા કેમ્પસમાં નિદર્શની [ પ્રદર્શની ની જેમ ] ગોઠવણી કરી બાળકોને સ્વાનુભવ કરાવવો. આ બધું આયોજન આગળના દિવસે જ બાળકોને આપ્યું હતું છતાં અમારા બાળકોએ ઓછા સમયમાં પણ એવી તૈયારીઓ કરી કે – વિજ્ઞાનને જાણ્યું પણ ખરું અને મજા સાથે માણ્યું પણ ખરું ! તમે કેમેરાની આંખે જોઈ શકો છો કે કેવું શાળાનું વાતાવરણ પર વિજ્ઞાનનું આવરણ અમારા બાળકોએ ચઢાવ્યું છે – ચાલો જોઈએ
4 comments:
દરેક ફોટાની અંદર બાળકોની જિજ્ઞાસા પ્રતિ પાદિત થાય છે
ખૂબ સરસ કામગીરી સરાહનીય છે દરેક શિક્ષકોને ખૂબ શુભેચ્છાઓ
Wah
અહીં શિક્ષકોની પીરસવાની ધગસ અને બાળકોની ગ્રહણ કરવાની અભ્યર્થના છાતી થતી નજર આવી
Post a Comment