September 08, 2017

ક્યારેક બાળકો પણ શીખવી જાય છે !!


શીખવે તે શિક્ષક !!


શાળામાં જેનો જન્મદિવસ હોય એના વિશે એના મિત્રો બધાને જણાવે... કંઇ પણ કહે..એના માતા- પિતા, એના ગમા - અણગમા, એના શોખ, એને ગમતો વિષય, એના અક્ષર, એને શું ભાવે, શું ન ભાવે, એના ભવિષ્ય માટે કામના કરે... કોઈકવાર તો એ ભણે, સારી નોકરી અને સારી પત્ની મળે ત્યાં સુધી વાત પહોંચે ! 
કોઈકવાર રેપરમાં (છાપાના કાગળમાં) પેક કરી પેન, પેન્સિલ અથવા કાનમાં પહેરવાનું ઝુમકુ કે બંગડી એવી કોઈક ભેટ આપે !ઘરે તો જન્મદિવસ છે - એવું યાદ હોય ના હોય પણ શાળાનો પરિવાર એના એ દિવસને યાદગાર બનાવવાનો પ્રયત્ન કરે જ.. જન્મદિનની ઉજવણીની આ રીત તેમની વચ્ચે પરસ્પર લાગણીના તંતુઓને વધુ મજબૂત પણ બનાવે !જયરાજના જન્મદિવસે પણ એમ જ થઈ રહ્યું હતું, એના મિત્રોએ એના વિશે વાત કરી...પણ જેવી એને ગિફ્ટ આપવાની થઈને શિક્ષકના કેમેરાની આંખ પણ આનંદથી પહોળી થઇ ગઈ !જયરાજને જન્મદિનની ભેટ રૂપે બે છોડ મળી રહ્યા હતા અને જાણે કે અમારા પર્યાવરણના જતન કરવા માટેના પાઠ બધા જીવિત થઈ રહ્યા હતા !
"મજા પડી" અમને પણ નહોતું સૂઝ્યું પણ તેમણે આ જાતે તારવ્યું...વૃક્ષ અંગેના નિબંધમાં આ ચારેય માર્ક્સ લાવે કે ના લાવે, એમણે વૃક્ષોના જતનનો હેતું જીવંત કરી દિધો !



2 comments:

BHAVIK CHAUHAN said...

વિદ્યાર્થીઓને પર્યાવરણ માટે આટલી સરસ મજાની સમજણ અને તેમનાં મિત્રના જન્મદિવસન દિવસે ભેટમાં બે છોડ આપ્યાં એવાત ખૂબ ગમી.ખૂબ સુંદર કાર્ય.👌👌

Manan Buddhdev said...

Kya baat ....