May 01, 2014

બાયોસ્કોપ...

        આપ સૌના પ્રેરણાદાયી અને પ્રોત્સાહક માર્ગદર્શનથી
“બાયોસ્કોપ” નો પાંચમાં વર્ષમાં પ્રવેશ !

મિત્રો, સૌથી પહેલાં તો આપને “ગુજરાત સ્થાપનાદિન” ની શુભેચ્છાઓ
મિત્રો, આજથી ચાર વર્ષ પહેલાં જ્યારે શાળા પરિવારને  વિચાર આવ્યો કે આપણા બાળકો શાળામાં કેવી-કેવી પ્રવૃત્તિઓ કરે છે તેને આપણે મુખપત્ર ધ્વારા વિશ્વ સમક્ષ મુકીએ. ત્યારે મગજના એક ખુણામાં નકારાત્મક રજકણનો સ્વર એવો હતો કે આપણી શાળા અને આપણા બાળકો અને આપણી શૈક્ષણિક પ્રવૃત્તિઓ... આ બધામાં અન્યને શું રસ ??? પરંતુ આ નકારાત્મક વિચારને દબાવી શાળાએ મે-૨૦૧૦થી આપણું આ મુખપત્ર શરૂ કર્યું.. અમે તો ઉપરોક્ત નકારાત્મકતાને ફક્ત દબાવી હતી પરંતુ તેને સકારાત્મકતામાં “કન્વર્ટ” કરવાનું કામ આપ સૌના પ્રોત્સાહનથી ભર્યા સંદેશાઓએ જ કર્યું  છે. એક નવી કહેવત કહીએ તો ‘માનવ માત્ર થાકને પાત્ર’. આખા દિવસના શાળામાં બાળકો સાથે કરેલ કાર્યના માનસિક આનંદ અને શારીરિક થાક સાથે જયારે રાત્રે પથારીમાં લંબાવતાંની સાથે અજાણ્યા મોબાઈલ નંબરના સામે છેડે ‘બાળકોની પ્રવૃત્તિના વખાણ સાંભળીએ’  ત્યારે એવા ફ્રેશ બની જઈએ કે જાણે હમણાંજ સવાર પડી. સાચું કહીએ તો આપ સૌના આવા પ્રેરણાદાયી વાક્યોએ જ અમને અમારા આ કાર્યમાં ઉર્જા ભરવાનું કાર્ય કર્યું છે. કોઈ વર્ગખંડમાં બાળકો માટે મથામણ કરતાં ચિંતિત કોઈ શિક્ષકને અમારા વિચારો/ પ્રવૃત્તિઓ ધ્વારા ઉકેલ મળી જાય અને ક્યાંક રૂબરૂમાં મળ્યા બાદ તે માટેનો આભાર પ્રગટ કરે ત્યારે અમને  વિચારો વહેંચી કોઈ વર્ગખંડમાં બાળકોને ઉપયોગી બન્યાનો આનંદ અમારામાં નવો જોશ ભરી છે. “Good Work” - કઈં પણ મદદની જરૂર હોય તો જણાવજો” – પોતાના તમામ કોન્ટેક્ટ સરનામાં સાથેનો કોઈ મિત્રનો ટૂંકો મેસેજ અમને એકલા ન હોવાનો અહેસાસ કરાવી જાય છે. મિત્રો, શાળાને ઓનલાઈન કર્યાને આજે છ વર્ષ જેટલો સમયગાળો થવા જઈ રહ્યો છે,ત્યારે અમને આનંદ એ વાતનો પણ છે કે અમે આ કામ માટે શાળા સમયમાંની કે પછી બાળક માટે ફળવાયેલી એક મિનીટનો પણ ભોગ લીધો નથી. અમારું કાર્ય હંમેશાં બાળકેન્દ્રી જ રહ્યું છે અને રહેશે. જે દિવસે અમને એવું લાગશે કે હવે ઘરકાર્યમાં સમયના અભાવે આ શાળાને ઓનલાઇન અપડેટ રાખવા માટે શાળા સમયનો ઉપયોગ કરવો અનિવાર્ય બન્યો છે તે દિવસે પણ અમે બાળકના હિતમાં જ નિર્ણય કરીશું. એટલે તો પહેલેથી જ અમારું કમીટમેન્ટ રહ્યું છે કે શાળા અને બાળકોના ભોગે તો કંઈ જ નહિ ...!!! બાળકો સાથેનું અતુટ લાગણી સભરનું બંધન અને આપના તરફથી મળતા પ્રોત્સાહિત સંદેશાઓને જ કારણે અમને કોઈ દિવસ આ બધું “કામ” જેવું લાગ્યું જ નથી અને તેને જ કારણે શાળા પરિવારે અથાક રહી આટલે સુધીને સફર કરી છે. મિત્રો, ૫૮ વર્ષ એ ક્યારેય અમારી મંજિલ રહી નથી. !! આપ સૌનો ઉમળકા ભર્યો આવો જ સાથ આગામી સફરમાં પણ મળી અમને પ્રોત્સાહિત કરતો રહેશે તેવી અપેક્ષાઓ સાથે શાળા પરિવાર તમામ વાચક મિત્રો પ્રત્યે ખૂબ “આભારિત લાગણી” પ્રગટ કરે છે...
જય જય ગરવી ગુજરાત !!!!

2 comments:

vkvora Atheist Rationalist said...

કોઈએ કોમેન્ટ કરી તો કોમેન્ટની થોડીક નોંધ માટેનું ગજેટ આવે છે એ જ રીતે છેલ્લા દસ જણાં ક્યાંથી મુલાકાત માટે આવેલ છે એનું ગજેટ બ્લોગર માટે આવે છે. મેં www.vkvora.in ઉપર મુકેલ છે. ઘટરું કરવા વીનંત્તી.

DR.MAULIK SHAH said...

બાયોસ્કોપ ઘણા વખતે વાંચ્યુ.નાના ગામમાં સાદુ જીવન - ઉચ્ચ વિચાર ની વિચારસરણી ને પરોવી ભાર વિનાનું ભણતર પીરસવા ખૂબ અભિનંદન... બાયોસ્કોપ જેવુ મેગેઝીન તૈયાર કરવા અને તેને મિત્રોમાં વહેંચવાની માટે જરુરી મહેનત પણ કાબીલે દાદ છે. અભિનંદન ....