ચાલો,
વિસ્તરીએ સમાજ સુધી...
માતા-પિતા [સમાજ] એ શાળાની પહેલી શાળા છે, આમ તો
પ્રથમ જ કહી શકાય પરંતુ જ્યારે બાળક શાળામાં દાખલ થઇ શૈક્ષણિક અથવા સહભ્યાસિક પ્રવૃત્તિઓ ધ્વારા જે કઈંક
શિક્ષણ/માર્ગદર્શન/જાણકારી મેળવે છે તેને પૂર્તતા કરવાનું અથવા તો તે મેળવેલ
જ્ઞાનનું ઈમ્પ્લીમેન્ટ થઇ થઇ શકે તે માટેનું પર્યાવરણ-યુક્ત પ્લેટફોર્મ તો માતા-પિતા
[સમાજ] જ પૂરું પાડે છે અને તે ધ્વારા મેળવેલ અનુભવોના આધારિત શાળાના વર્ગખંડમાં
આગળ વધે છે. તેથી જ બાળકના શાળા-પ્રવેશ પછી સમાજ એક પૂરક શાળા બની જાય છે. જે બાળક
આઠ વર્ષ સુધી શાળાકીય પર્યાવરણમાં શૈક્ષણિક માર્ગદર્શન વડે શારીરિક સાથે માનસિક
વિકાસ પામે છે, ત્યારે તેના પ્રત્યે આપણને લાગણીઓનો તંતુ , ડોર
રસ્સો વણાય જાય તે સ્વાભાવિક છે. આજ રીતે જો આઠ વર્ષ સાથે અને સામે રહેનારાં
બાળકોના તરફથી વિચારીએ તો બાળકોને પણ શાળાની સાથે સાથે “શૈક્ષણિક માર્ગદર્શકરૂપી
માતા-પિતા” એટલે કે શિક્ષકો-મિત્રો સાથે પણ લાગણીઓ વણાઈ હોય તે સ્વાભાવિક છે.
આપણને કદાચ લાગણીઓની આ અનુભૂતિ બાળકોની વસમી “શાળા-વિદાય” ની પળે આપણને ન થાય ,
પરંતુ ભવિષ્યના સમયમાં શૈક્ષણિક પ્રોજેક્ટ/ વાલી સંપર્ક અથવા તો અન્ય કોઈ કામ માટે
ગામમાં ગયા હોઈએ અને શાળા માટે ભૂતપૂર્વ બનેલ કોઈ વિદ્યાર્થી આપણને જોતાં આગ્રહ
કરી ઘરે બોલાવે અને ફળિયાની વચ્ચે ગુરુ-વંદનાનો ધર્મ બજાવે ત્યારે આપણને પણ તેના
પ્રત્યે આપણે ભૂતકાળમાં ગુરુ-ધર્મ બજાવ્યાના આનંદની અનુભુતિ થઇ જાય છે. આઠ-આઠ વર્ષ
સુધી આપણી સાથે રહેનાર બાળકને માર્ગદર્શક સાથેતેની કાર્ય શૈલી બાબતે શૈક્ષણિક ઠપકા અથવા તો કોઈ મુદ્દામાં મતભેદ
બાબતે ઉગ્રચર્ચા જેવા સંજોગો ઉભા ન થાય હોય તે માન્યામાં ન આવે તેવી બાબત છે. છતાં
પણ આવી બાબતોનો છેદ ઉડાડી ભૂતપૂર્વ બન્યા પછી પણ પોતાના માર્ગદર્શક પ્રત્યે જયારે
લાગણીનો આવો વ્યવહાર કરે છે ત્યારે “મિચ્છામી દુકડમ” પણ જાણે માઈક્રો-વર્ડ બનાવી આપણને
માફ કર્યાની અનુભૂતિ કરાવી જાય છે. મિત્રો,
આજે આપણી શાળાથી વિદાય લઇ રહેલ આ બાળકો પાછળ
આઠ-આઠ વર્ષની અથાક મહેનત બાદ તે
બાળક પ્રત્યેની આપણી જવાબદારી પૂર્ણ માનતાં હોઈએ તો તે આપણી ભૂલ છે. કારણ કે જો તેના વાલી જાગૃત નહિ હોય તો આપણી આ આઠ-આઠ વર્ષોની
મહેનતને મજૂરીમાં ફેરવી નાખતાં વાર નહિ લગાડે !! કારણ કે અમારા માટે કોઈ કાર્યના
ઉદેશ્ય માટેના પ્રયત્નોનું ગણિત નીચે મુજબ છે............Ê
Ø પ્રયત્નોનું
ફળદાયી વળતર = મહેનત
Ø પ્રયત્નોનું
નહિવત્ વળતર= મજૂરી
Ø પ્રયત્નોનું
શૂન્ય વળતર = વેઠ
જો આપણી અથાક મહેનત
બાદ તૈયાર થયેલ વિદ્યાર્થીનો અભ્યાસ તેના અજાગૃત વાલીના કારણે અટકી જશે તો પછી આપણી
મહેનતનો કોઈ અર્થ રહેશે નહિ માટે! આપ જ આપની શાળામાંથી વિદાય લેનાર બાળકોનું ગણિત લગાવી અને
જ્યાં-જ્યાં શેષ નહીવત અથવા તો શૂન્ય આવશે તેવું લાગતું હોય તો તેવા બાળકોના વાલીઓને
[smc સભ્ય/ પાડોશીઓ/ સંબંધી ધ્વારા] સમજાવવાનો એક વધુ સચોટપણે પ્રયત્ન આદરી દો નહિ
તો આપણો પરિશ્રમ અને બાળકનું ભવિષ્ય આ બંનેનું ભવિષ્ય તો અંધકારમય જ સમજો! અને
વિચારો કે વાલીની અજાગૃતતાનો ભોગ બનેલ તે વિદ્યાર્થી જયારે થોડાક વર્ષો પછી વાલી
તરીકે આવશે ત્યારે ? આમ પેઢીઓ સુધી આપણા પ્રયત્નો વેઠ જ બન્યા કરે તેના કરતાં તો
બહેતર છે કે એક “અભ્યર્થના-પત્ર” સહિતનો પૂરી તાકાતથી એક પેઢીએ એ સચોટ પ્રયત્ન કરી
લઈએ !!
જો આપણે પ્રાચીન વાતોને
વાગોળીએ તો ઋષિ રૂપી શિક્ષકનુ સ્થાન સમાજમાં વૈદરાજ કરતાં પણ ઊંચું ગણાતું હતું,
કારણ કે તે સમયે વૈદરાજ માણસને જીવંત રાખવાનું કામ કરતાં હતાં પરંતુ શિક્ષક સમાજને જીવંત રાખવાનું કાર્ય કરતાં
હતાં, અને તેવું જ ઉચ્ચ સ્થાન સમાજમાં ફરીથી મેળવવા માટે આપણે આપણું કાર્યક્ષેત્ર
વર્ગખંડો કે વિદ્યાર્થી પૂરતું સીમિત ન બનાવતાં સમાજના દરેક ખૂણા સુધી વિસ્તરિત
બનાવવું જ રહ્યું!!!
અમારા પ્રયત્નોનું “પરિણામ” અમે ચોક્કસથી આપને જણાવીશું, ત્યાં સુધી ગતવર્ષોમાં
કરેલ અમારા પ્રયત્નોને આપ આપેલ લીંકો પર જોઈ શકો છો.
1 comment:
Right
Post a Comment