વર્ગખંડોમાં-
બાળકો પ્રત્યેનો આપણો પ્રયત્ન કેટલો અને કેવો ??
મિત્રો, તમે બાળકોને કોમ્પ્યુટર/સ્માર્ટ ફોન કે ટેબ્લેટ પર એજ્યુકેશન ગેમ રમતાં
જોયાં હશે. આપે અનુભવ્યું જ હશે કે
આપનું પોતાનું બાળક કે જેની પોતાની વયકક્ષા કરતાં પણ વધારે સરસ રીતે ગેમમાં પર્ફોમ
કરતું હોય છે, ક્યારેક તો આપણને
સમજમાં પણ ન આવે તેવા LAVEL પર રમતાં જોઈ આપણને નવાઈ લાગતી હોય છે, તેમ ક્યારે એવું વિચાર્યું ખરું કે આટલું પરફેક્ટ આ બાળકને
કોણે શીખવ્યું ??? જવાબ છે “એક સોફ્ટવેરે” !!! ચાલો વિચારીએ કે ગેમનું સોફ્ટવેર તેની સાથે કામ કરતાં/રમતાં બાળકો/વ્યક્તિઓ સાથે કામ કરવાની ઢબ કેવી હોય છે ?? વિચારો કે તમે ગેમ રમી રહ્યા છો... અને...
·
ભૂલ થાય છે તો??? તો કોઈ કચ-કચ નહિ... મસ્ત અવાજમાં કહે -: “Sorry,try again”
·
બીજીવાર ભૂલ
થાય તો ?? -: “Would you like to try do once again”
·
ત્રીજીવાર ભૂલ
થાય તો ??-: Would you like some help? Press
help.” [
“Help” દબાવવાથી એક હિન્ટ મળે કે જેની મદદથી તમે ગેમમાં કરેલ ભૂલ બતાવી સુધારવાની
તક અને સાથે આગળ વધવાની Trick પણ આપે.
હવે આપણે તુલના કરીએ કે એક શિક્ષક[?] બાળક
સાથે અને એક Education software કેવીરીતે વર્તે છે.
શિક્ષક [?]
|
8 સોફ્ટવેર
|
તમને આવડે તો કહે મેં
શીખવ્યું.
|
· 8 તમને પુરો મોકો આપે કે તમે એ ગૌરવ લઇ શકો આ તમે કર્યું
છે!
|
ભૂલ થઇ તો બબુચક જો આટલું નથી સમજાતું?
|
· 8 ભૂલ થઇ સોરી ટ્રાય અગેઇન!
|
· શીખવું એટલે હું બોલતો
હોઉં તે!
|
· 8 શીખવું એટલે તમે જાતે જે મથામણ કરો છો તે –હું તો તમને .
. જરૂર પડે ત્યારે મદદ કરું
છું!
|
જુઓ પેલું ઝાડ છે એટલે ઝાડ જ છે- બીજું કઈ નહિ!
|
· 8 મને ય ક્યાં ખબર છે? તમે જ વિચારી જુઓ ને શું
છે?
|
મારો કોઈ વાંક નથી મેં તો બરાબર જ શીખવ્યું હતું . તું
જ મૂર્ખ છે કે જેથી તને આવડતું નથી!
|
· 8 કોઈ મૂર્ખ નહિ જેવી રીતે કોઈ હોશિયાર નહિ...જે જેટલી ઝડપે
. .
. આગળ વધે તે આગળ જાય પણ હું તો દરેકને જે તે લેવલે . .
સરખી જ મજા આપું છું!
|
[ હા, આ સિવાય પણ એક software પોજેટીવ ઘણું બોલી શકે છે અને એક શિક્ષક [આપણે જે
પ્રશ્નાર્થવાળા મિત્રોની વાત કરીએ છીએ તે ] બાળકને હજુ ઘણું બધું ન બોલવાનું બોલી
તોડી પણ શકે છે,]
મિત્રો, આનો અર્થ એ પણ નથી કે વર્ગખંડો software કે રોબર્ટ વર્તિત હોવા જોઈએ, કારણ કે software કે રોબર્ટની કેટલીક એવી મર્યાદાઓ હોય છે કે જે પ્રશ્નાર્થ વિનાના શિક્ષકોની
જેમ લાગણીઓ સભર નથી વર્તી શકતું જેમકે...
Ø તે બાળકના માથે હાથ નથી
ફેરવી શકતું !!
Ø તે બાળકોની આંખોની
લાગણીઓને સમજી નથી શકતું !!
Ø software
ના HELP માટેની પેશકશમાં “मैं हूँ ना !!” જેવો લાગણી સભરનો અહેસાસ
હોતો નથી.
Ø “હું
સમજી શકું છું’ જેવા વર્તનની અપેક્ષા બાળક software પાસે રાખી શકતો નથી.
મિત્રો અમે તો ફક્ત આમારા View મુકવાનો પ્રયત્ન કર્યો છે,
આમાં કેટલીક જગ્યાએ અમે ખોટા પણ હોઈ શકીએ ! પરંતુ અમારો પ્રયત્ન ફક્ત એટલો જ છે કે
હવે શિક્ષણ જગતમાં શિક્ષકો સામે અને સાથે-સાથે શિક્ષકોને તૈયાર કરતી સંસ્થાઓ સામે પણ મોટા પડકારો
ઉભા થઇ રહ્યા છે. જો અત્યારે જાગીશું નહિ તો ન કહી શકાય કે ભવિષ્યમાં કેટલે અને
ક્યાં હોઈશું ???
3 comments:
જોરદાર લેખ સાહેબ.....ખૂબ ગમ્યો.
આવા વિચારો આપની પાસેથી બીજાને સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળે છે એનાથી વિશેષ અમારે કઈ નથી.
આપની શાળામાં અભ્યાસ કરતા બાળકો તો નસીબદાર છે જ.
વંદન છે રાકેશભાઈ સાહેબ આપના વિચારો અને આપને.
Excellent thought.. completely agree..
100% sachi vat
Post a Comment