April 20, 2014

પરીક્ષાનો........હાઉ...ઉ...

પરીક્ષાનો........હાઉ...ઉ....NNN....
                         આજે શિક્ષણ જગત સૌથી મોટા કોઈ પ્રશ્નનો સામનો કરી રહ્યું હોય તો તે છે બાળકોમાં રહેલો પરીક્ષાનો હાઉ. આવો પરીક્ષાનો આ હાઉ કોણ ઉભો કરી રહ્યો છે ???  એવો પ્રશ્ન જો પુછવામાં શિક્ષણકાર્ય પરીક્ષા-ખંડ અથવા તો બાળકની બાળક શિક્ષણ માટે જેટલા સાધ્યોથી ઘેરાયેલો છે તે બધાને પુછવામાં આવે તો જવાબદેહી નક્કી થઇ શકશે જ નહિ અને તેના માટેનું ચોક્કસ કારણ એ છે કે કદાચ દરેક પોતે તે માટેનું કદાચ ચોક્કસપણે જવાબદાર વ્યક્તિ/વસ્તુ અથવા તો વ્યવસ્થા તરફ અંગુલિનિર્દેશ નહિ કરે પણ પોતે તે માટે જવાબદાર નથી તે માટેની સાબિતિઓ માટેના કારણોનો આપણા સામે પહાડ રજુ કરી દેશે. પરિણામે આપણો પ્રશ્ન ત્યાંનો ત્યાં જ ઉભો હશે.  તો પછી જવાબદાર કોણ?? હવે મિત્રો આ બધાથી અલગ બીજો એક વિચાર કરીએ કે પરીક્ષા એટલે ?? જો આપણે સમાજની વાત કરીએ તો આપણા સમાજમાંથી જ “પરીક્ષા’ શબ્દ પ્રત્યેનો ભાવ “હાઉ” મુજબનો ઉભો થઇ રહ્યો છે. તમે જોશો કે સમાજમાં જ્યારે કોઇપણ વ્યક્તિ માટે કોઈ વિકટ પરિસ્થિતિ ઉભી થાય ત્યારે લોકો એવું કહેતાં જોવા મળે છે કે બિચારાની અત્યારે પરીક્ષા થઇ રહી છે ! હવે તેનું સાચું મૂલ્યાંકન થશે કે તે કેટલામાં છે!! એટલે શું?- પરીક્ષા એટલે વિકટ પરિસ્થિતિ કે પછી  વિકટ પરિસ્થિતિ એટલે જ પરીક્ષા ? મુશ્કેલીઓ સામે વર્તવું એટલે જ મૂલ્યાંકન થવું કે પછી મૂલ્યાંકન થવું એટલે મુશ્કેલીઓ સામે વર્તવું ??  આપણા સમાજમાં પહેલેથી જ કપરા સમયને કસોટીના સમય તરીકે ગણવામાં આવી રહ્યો છે. સામાજિક પર્યાવરણમાં જ જો પરીક્ષા – કસોટી – મૂલ્યાંકન વગેરે  શબ્દોને મુશ્કેલીઓ/મુસીબતો અથવા કપરા સમય સાથે જોડવામાં આવ્યો હોય તો પછી તે જ સમજ સમાજમાંથી આવતો બાળક આ પ્રકારના શબ્દોના અર્થના પ્રભાવથી કેવી રીતે વંચિત રહે. આપણે તો હવે ખરેખર એ જ જાણકારી મેળવવાની છે કે સમાજમાં પહેલો શબ્દ કયો પ્રચલિત બન્યો હતો કપરો સમય કે પછી કસોટી? વિકટ પરિસ્થિતિ કે પછી પરિક્ષા ?? આ માટે તો હજુ ઘણું બધું અંદર ઉતરીએ તો જ આપણે તે માટેનો સાચો અર્થ અને ઉદેશ્ય જાણી શકીશું અને તે માટે તો આપણા સમાજવિદો અને શિક્ષણવિદોએ જ સાચી દિશામાં વિચારી આપણને જણાવી શકશે ત્યાં સુધી તો તમે પરીક્ષા વિશેની અમારી આ બે પોસ્ટ પણ વાંચી અને વિચારી શકો છો. >>>
 

No comments: