બાળકોને મન-“મારી શાળા.....”
દોરો...લખો...અથવા તો વર્ણવો.....
18મી ઓગષ્ટ એટલે અમારી શાળાનો સ્થાપના દિવસ..એટલે કે અમારી શાળાનો
જન્મદિવસ ...દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામાં ઉજવણી કેવી રીતે કરવી તેનું આયોજન
જયારે થતું હતું ત્યારે આનંદ એ વાતનો પણ હતો કે શાળાનો સ્થાપના દિવસ હતો તે સાથે સાથે
તે દિવસે પતેતીનો તહેવાર પણ હતો...શાળા સ્થાપના દિવસની ઉજવણી માટેના
આયોજનમાં મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણેના હતા.જેમાં સ્થાપના દિવસની ઉજવણીથી....
Ø બાળકોની શાળા પ્રત્યેની લાગણીઓ અપડેટ થાય..
Ø બાળકો રસરૂચી મુજબના સ્ત્રોત વડે પોતાની લાગણીઓ
પ્રગટ કરે....જે અંતર્ગત એક બેનર આપ્યું - દોરો----લખો----અથવા તો વર્ણવો---“મારી
શાળા” [જેમાં ચિત્ર દોરી અથવા નિબંધ
લખી અથવા તો વક્તુત્વ ધ્વારા બાળક શાળા વિશેના પોતાના વિચારો વ્યક્ત કરે.... કોઈ
સ્પર્ધા નહી હોં..]
Ø ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની શાળા પ્રત્યેની લાગણીઓ/અનુભવોને
વર્તમાન વિદ્યાર્થીઓની સાથે વહેંચવા.. જેમાં
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તે સમયે તેમણે આ શાળામાં પસાર કરેલ સમયગાળા દરમ્યાનના પ્રસંગોને બાળકો સાથે વહેંચે.
સાથે-સાથે શાળા પરીવારની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા..જેમાં આ શાળાના વિદ્યાર્થીકાળ દરમ્યાન શાળા
વ્યવસ્થા/શૈક્ષણિક પ્રવૃત્તિ/શૈક્ષણિક પદ્ધત્તિ/સહભ્યાસિક પ્રવૃત્તિઓ દરમ્યાન શાળા
પરીવારની જાણ બહાર તે વિદ્યાર્થીને કોઈ કડવો અનુભવ થયો હોય[પરંતુ કોઈ કારણસર કહી
શકાયું ન હોય] તો તે મિત્રભાવે ચર્ચી શકે માટેનું એક મંચ ઉભું કરી તે
વિદ્યાર્થીની શાળા પ્રત્યેની લાગણીઓને મજબૂત બનાવવાનો એક પ્રયત્ન હતો...જેના વડે
અગામી દિવસોમાં કોઈ બાળક તેવી વ્યવસ્થા/વર્તનનો ભોગ ન બને તે માટે શાળા પરીવાર
સજાગ બને...
કાગળ કટિંગ વડે શાળાને શુભેચ્છાઓ પ્રગટ કરતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ...
શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતાં બાળકો....
ચોકલેટ વિના તો જન્મદિવસની ઉજવણી અધૂરી જ ગણાય ને....!!!
શાળા પરીવાર તરફથી થયેલ બટાકા-પૌંઆની મિજબાનીનો લાભા લેતા બાળકો
અમને
મળેલ આઉટ પૂટની ઝલક...