· ઉત્સાહી નિયામક સાહેબશ્રીએ લીધેલ પ્રોત્સાહીત મુલાકાત
પ્રથમ સત્રનો છેલ્લો દિવસ એટલે કે તા-: ૩૦/૧૧/૨૦૧૦ના રોજ
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી આર.સી.રાવલ સાહેબશ્રીએ અમારી શાળાની પ્રોત્સાહિત મુલાકાત લીધી હતી. સાથે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.આર.પટેલ સાહેબશ્રી [પંચમહાલ], તાલુકા કેળવણી નિરિક્ષક એમ.એસ.ચૌહાણ સાહેબશ્રી [ગોધરા] તથા બી.આર.સી. રાજેશભાઈ નાયક સાહેબશ્રી [ગોધરા] પણ સાથે હતા. અમારી શાળાની વિવિધ પ્રવૃત્તિઓ અને શાળાનું પર્યાવરણ ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી આર.સી.રાવલ સાહેબશ્રીને કેવું લાગ્યું તે તો અમે અત્રે મુકેલ મુલાકાત-નોંધપોથીના ફોટોગ્રાફમાં તમે જોઈ શકશો. પણ હા,સાથે પધારેલ અધિકારીશ્રીઓનું કહેવું હતું કે “ નિયામકશ્રી ક્ક્ષાના સાહેબશ્રીની પ્રાથમિક શાળાની મુલાકાત દરમ્યાન તે સમયે તે શાળાનું વાતાવરણ આટલું હળવાસ ભર્યું હોય, આ એક આશ્ચર્યજનક ઘટના છે.”
પ્રજ્ઞા વર્ગમાં શ્રી ચંદુભાઈ સાથે પ્રજ્ઞા પધ્ધતિ વિષે ચર્ચા.. |
જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સર વિદ્યાર્થીઓને વાંચન કરાવતા..
ઓફિસની ચાર દીવાલોને બદલે અમારા ઇકો-ક્લાસની નજીક બેસી શાળા વિશેની ચર્ચા.
નિયામક સાહેબશ્રી પ્રજ્ઞા વર્ગખંડમાં વપરાતા સાહિત્યનું અવલોકન અને ચર્ચા.
શાળાના મુખ્ય ડિસ્પ્લે બોર્ડ અને નાગરિક ઘડતર પ્રવૃત્તિ વિષે ચર્ચા.
શાળાની વિદ્યાર્થીની સાથે "મને ગમતું પુસ્તક" વિષય પર વાતચીત...
શાળાની મુલાકાત પોથીમાં નિયામકશ્રીના પ્રોત્સાહક નિરિક્ષણો અને માર્ગદર્શન!
1 comment:
આવી શાળાની મુલાકાત લેવાનું કોને ન ગમે?
વાય.પી.ભટ્ટ કેળવણી નિરીક્ષક મહુવા
Post a Comment