February 01, 2012

Give Me a Chance !!



 નાના બાળકોને નાના સમજવાની  મોટી ભૂલ તો નથી કરી રહ્યાને ?


 ક્યારેક ક્યારેક જાણ-અજાણતાં આપણે અથવા તો નાના બાળકોના વાલીઓ બાળકોની સર્જન-શક્તિના માપદંડોની ખોટી ધારણાઓમાં રાચતાં હોય છે,નાનું બાળક આટલું જ કરી શકે..આ ન કરી શકે..આવું તો તેની કક્ષા બહારનું છે[ઘણા આપણા શિક્ષક મિત્રોનું પ્રિય વાક્ય] વગેરે..અથવા તો આપણે ઘણીવાર બાળકને સીધું જ ..તું રહેવા દે આ તારું કામ નથી, તને ન આવડે,તું કામ બગાડીશ, તું રહેવા દે કોઈ મોટા છોકરાંને બોલવ..વગેરે વાક્યો ધ્વારા તેની આંતરિક શક્તિનું પારખું કર્યા વિના  જ પરિણામ જાહેર કરી દઈએ છીએ..ત્યારે બાળક કદાચ તેની મૂંગી ભાષામાં આપણને કહેતો જ હશે ને કે......... 
“હજુ તો તમે મને કામ સોપ્યું નથી...મેં તે કર્યું પણ નથી... તે કાર્ય માટેનું જરૂરી માર્ગદર્શન તમે મને હજુ આપ્યું પણ નથી અને... મને મારી રમત પહેલાં જ out જાહેર કરી દો છો ..ખરા એમ્પાયર છો હોં તમે તો !!!!”
પ્રજ્ઞા શિક્ષણમાં સપ્તરંગી પ્રવૃત્તિ અંતર્ગત અમારી શાળામાં કંઈક એવી પ્રવૃત્તિઓ બાળકોએ કરી બતાવી કે ...જે જોઈને જ તમે ઉપર પ્રમાણેના એમ્પાયર હશો તો એકવાર બોલી જશો કે અમારા બાળકો તો આટલું સરસ નહી કરી શકે.... 

   બાળકોની સર્જનશક્તિનું પ્રદર્શન કરતી અને તેના જ ધ્વારા તેનો વિકાસ પણ કરતી કેટલીક પ્રવૃત્તિઓ જે અમારાં નાના-નાના ભૂલકાં ધ્વારા કરવામાં આવી તેની ઝાંખી....






જુદાં-જુદાં વનસ્પતિનાં પર્ણોનો ઉપયોગ કરી વિવિધ આકૃતિ બનાવતાં બાળકો 












.


 પ્રજ્ઞા શિક્ષણ અંતર્ગત સપ્તરંગી પ્રવૃત્તિ દરમ્યાન શાળાના સુશોભન માટે ઉપયોગી  તોરણ બનાવતા ધોરણ -૧-૨ના બાળકો





મટીરીયલ અને માર્ગદર્શન પૂરું પાડતાં શિક્ષક મિત્રો 




પોતાની મસ્તી સાથે પોતે બનાવેલ તોરણનું પ્રદર્શન કરતાં બાળકો 

January 27, 2012

ગણતંત્ર........

भारतमाता की जय...!!!
મિત્રો,આપણે આ વખતે ૬૩મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી..અને સાથે-સાથે આપણે આપણા પ્રજાસત્તાકનું  ગૌરવ પણ લીધું, પણ જયારે આ આપણી આ પ્રજા+સત્તાક અનુભવવાની વાત આવે છે ત્યારે જો આપણે ઘણાના અથવા તો મોટાભાગના વ્યક્તિઓના અનુભવો સાંભળીશું તો વાતો નકારાત્મકતા તરફ દોરી જશે...હવે તમે મને ઠપકો ન કરશો કે આવા આપણા ગૌરવસમા રાષ્ટ્રીયપર્વની ઉજવણી સમયે આવી નકારાત્મક વાતો વડે અમારો ઉજવણીનો આનંદ ફીકો પાડશો નહી... મિત્રો અમારો ઉદ્દેશ્ય એવો છે કે હું તમે અને આપણે સૌ દેશવાસીઓ બધા જ આ તહેવારની   ફક્ત એક દિવસ પૂરતી ઉજવણીનો આનંદ નહી પણ આખા વર્ષ દરમ્યાન અનુભવીને માણીને.. અને તે વડે જ આપણે સાચા પ્રજાસત્તાકદિનની ફલશ્રુતિ મેળવી શકીશું...અને તે માટે મારે તમારે અને આપણે સૌએ પ્રયત્ન કરવો પડશે...આપણા દેશની જનસંખ્યાનો મોટોભાગ ગામડાઓમાં જ રહે છે.. અને “શાળા” એ ગામડામાં સૌથી વિકસીત અને વિશ્વાસ પાત્ર સ્થળ કહીએ તો પણ ખોટું નથી....શાળાઓ ધ્વારા જ ગ્રામજનોને પોતાની ફરજો પ્રત્યેની સભાનતા માટે પ્રેરિત કરવામાં અને હકો માટે જાગૃત કરવામાં તો જ સાચા અર્થમાં આપણે રોજેરોજ પ્રજાસત્તાક દેશમાં જીવવાનો ગર્વ લઇ શકીશું, અને આવા પ્રયત્નો કર્યા… પછી આપણે આપેલ સલામી માટે આપણા તિરંગાને પણ આપણી સલામી પર ગર્વ થશે તે ચોક્કસપણે અમે કહી શકીએ છીએ...
આવા જ ઉદેશ્ય સાથેના કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે અમે પણ આપણા ગૌરવવંતા પ્રજાસત્તાકદિનની ઉજવણી કરી..આવો આપને પણ અમે અમારા આ ઉદ્દેશમાં અને અમારી આ ઉજવણીમાં  સામેલ થવા આવકારીએ છીએ......
भारतमाता की जय...!!!






કાર્યક્રમની શરૂઆત ધોરણ-૧ ના બાળગીત સાથે !


ધોરણ ૩-૪ નું અભિનયગીત અને યોગ.





નાટક- એકલવ્યની ગુરૂભક્તિ 







ભારતના નાગરિક હોવું એટલે શું ? - નીતિન રાવળ 



એક પાત્ર અભિનય- આપણા ક્રાંતિકારીઓ

વીર સાવરકર- દિનેશ મહેરા 
આઝાદ- હિતેશ મહેરા 

મદનલાલ-પીન્ટુ મહેરા 
સુખદેવ-આશિકા બામણીયા 

શ્યામજી કૃષ્ણવર્મા-  હિરલ પરમાર 
દુર્ગભાભી- સેજલ પરમાર 

બળવંતરાય ફડકે-સંજય મહેરા 
રામપ્રસાદ બિસ્મિલ-હરેશ રાવળ 

ભગતસિંહ - પ્રકાશ બીલદાર
પ્રફુલ ચાકી-અજય પરમાર 

ગામમાં ભ્રષ્ટાચાર ! - નાટક (ધો-૬ થી ૮ ના વિદ્યાર્થીઓ )








ઝટકાલાલનો ઝટકો..એકપાત્રી અભિનય..


સ્વરચિત વાર્તા 'કાળી' નું વાંચન 
અંતે દેશભક્તિ ગીત 

ગ્રામજનો સમક્ષ કમ્પ્યુટર લેબ અને અમારા બાળકોએ કરેલ પ્રવૃતિઓ - પ્રવાસના ફોટોગ્રાફ્સનું પ્રેઝન્ટેશન 


અમારામાં અને અમારાં બાળકોમાં [હા,તેમના પણ ખરા!]  ઉત્સાહ વધારતાં ગ્રામજનો