September 14, 2016

ક્વીઝ મેકસ ઈટ ક્વિકર !


 ક્વીઝ મેકસ ઈટ ક્વિકર !
                                    સામાજિક વિજ્ઞાન સમજ સાથે માહિતી ! મોટાભાગે વિદ્યાર્થીઓને તેની ચર્ચામાં મજા પડે ! આખરે એમને પોતાની આસપાસ વણાયેલા તંતુઓને સમજવામાં મદદરૂપ થતો વિષય છે ! પણ તેમાં યાદ રાખવાની બાબતમાં મોટેરા પણ તોબા પોકારી જાય !
                    બાબતના એક રસપ્રદ ઉપાય તરીકે પંચમહાલ જીલ્લા શિક્ષણ સમિતિએ એક પ્રયોગ હાથ ધર્યો, સામાજિક વિજ્ઞાનની ક્વીઝ ! અલબત્ત આપણી શાળામાં દર વર્ષે અંગ્રેજી, વિજ્ઞાન,ગણિત અને સામાજિક વિજ્ઞાનની ક્વીઝ યોજાતી રહી છે. વખત એક બાબત જુદી હતી ધોરણ -- ના પ્રથમ સત્રના એકમોમાંથી પસંદ કરી આપેલ પ્રશ્નો ! અને એની અસર થઇ કે સામાન્યતઃ કેટલાક વિદ્યાર્થીઓ કે જેઓ ક્વીઝનું નામ સાંભળતા પોતાને ક્વીટ કરી દેતા ! “યાર ! બધા પાઠ વાંચી અને એટલું બધું યાદ રાખવું આપણું કામ નહિ !” એમને પણ ૧૦૦-૧૫૦ પ્રશ્નો તૈયાર કરવા હાથવેત લાગ્યા !
                    લક્ષ્ય પોતાની આંખ સામે લાગ્યું. જેમ એક દોડવીરમાં દોડવાની ક્ષમતા તો હોય પણ એની આંખ સામે લક્ષ્ય ના હોય ત્યારે દોડ તેને માટે કોઈક તબક્કે નીરસ બને. બાર થી ચૌદ વર્ષની ઉમર પણ નાની મોટી સ્પર્ધા કરવાની હોય છે. એમને હરીફાઈ ગમે છેપણ ઉમર પણ છે જ્યાં કિશોર/કિશોરીઓ પોતે કેટલા સફળ થશે ચકાસીને હરીફાઈમાં ઉતરે એટલે ક્વીઝ સમગ્ર શાળામાં તંદુરસ્ત સ્પર્ધા નિર્માણ કરી ગઈ વર્ગના લગભગ તમામ વિદ્યાર્થીઓને તમામ પ્રશ્નોના ઉત્તર આવડી ગયા અને પ્રશ્નના પહેલા શબ્દની સાથે તેમના જવાબ હાજર થઇ જતા ! અમને પોતાને એમની શક્તિથી નવાઈ લાગી ! પસંદગી કરવા માટે ઝડપથી પ્રશ્નો પૂછવા પ્રશ્ન ઉલટાવીને પૂછવા બઝર રાઉન્ડ જેવા કેટલાય પ્રયત્નો પછી અમે શાળાની શ્રેષ્ઠ ટીમ પસંદ કરી શકયા ! અને ક્વીઝ સૌના માટે બીજી ઘણી શક્યતાઓ ખોલતી ગઈ. હમણાં ધોરણ વિદ્યાર્થીઓ એમની જાતે ગણિત અને વિજ્ઞાનમાંથી પ્રશ્નો તારવી એકબીજા સાથે શેર કરી તેના આધારિત ક્વીઝની તૈયારી કરી રહ્યા છે  - શું નાની સફળતા છે ? ચાલો, સ્પર્ધાને નિહાળીએ અને માણીએ પણ...














September 07, 2016

લાગણીસભર.. આભાર !!!


લાગણીસભર.. આભાર
 શાળાની એકવારની મુલાકાત બાદ શાળા સાથે લાગણીઓથી જોડાઈ ગયેલ પુણે [મહારાષ્ટ્ર ] ના સારંગ પાટીલનો કુરીઅર ધ્વારા બાળકોને માટે ક્રિએટિવ ગેઈમ્સ મોકલાવવા બદલ શાળા પરિવાર તેમનો લાગણીસભર આભાર વ્યક્ત કરે છે !!!.









September 05, 2016

અસાધારણ વ્યક્તિત્વ એટલે -: શિક્ષક


અસાધારણ વ્યક્તિત્વ એટલે -: શિક્ષક

આજે શિક્ષકે સાધારણ બની રહેવું પોષાય એમ નથી. અને ચાણક્યના કહેવા માત્રથી આપણે અસાધારણ થઇ જઈએ એવું આપણે માનીએ તો એ આપણો ભ્રમ છે ! પોતાને મળેલા વિદ્યાર્થીઓના જીવન ઘડતરની જવાબદારી ‘અસાધારણ’ રીતે નિભાવવી જ પડશે. થોડી થોડીવારે કૂકરની સિટીની જેમ ઉદગારો કર્યા કરવા –
“પહેલાનું શિક્ષણ સારું હતું !”
“અમારી વખત સારું હતું કે છોકરાં સાહેબનું કહેલું માનતા !”
“હું તો સારો છું કે તમને ફટકારતો નથી, અમને એવો તે માર પડતો કે.....!”
આમ કહ્યા કરીએ, અને આપણે શિક્ષક જ છીએ એવા નશામાં જીવે જઈએ છીએ. જો આજની સ્થિતિ જોઈશું તો સમજાશે કે વિદ્યાર્થીઓ ય કહે છે –
“પહેલાનું શિક્ષણ સારું હતું – એનો વ્યાપ કેટલો હતો – કેટલા વિદ્યાર્થીઓ શાળામાં આવતા ?”
           “અત્યારે સમાજના તમામ વર્ગો તમારી સામે છે – જુદી જુદી આર્થિક, સામાજિક પરિસ્થિતિઓમાંથી આવ્યા છે ! અને તમે બસ તમારી જૂની યાદો અને તમારા વ્યક્તિગત વલણો મગજમાં ભરી રાખી અમને હાંકે જાઓ ! સોરી સર, આ બબડાટ નહિ ચાલે !”
“પહેલાં છોકરાં તમારું સાંભળી લેતા પણ અમને લાગે છે કે અમારી સમજણ બને એ શિક્ષણ – અમે શાળામાં આવ્યા છીએ – કથામાં નહિ ! અમે તમારી વાતમાં અમારી સમજણ અને અનુભવ જોડાવાના અને એ મુજબ વર્તવાના !”
“તમે મારતા નથી – સારું છે – પણ અમે સારા છીએ કે તમારી આ ધમકી સાંભળી લીધી !”
આ તો માત્ર થોડા ઉદગારો છે – દેશના વૈવિધ્યમાં વ્યક્તિઓ પણ જુદા જુદા છે – આપણા વિદ્યાર્થીઓ ય જુદા જુદા છે – કોઈકને ચુપ નથી રહેવાતું તો કોઈક બોલી નથી શકતું. કોઈક એક વખત સાંભળી/વાંચી શીખી જાય છે, કોઈકને વધુ સમય લાગે છે. કોઈકને ઘરે જઈ ફરી અભ્યાસ કરવાની ફુરસદ છે, તો કોઈકને ઘેર જઈ દફતર મૂકી દેવાનું છે – જે એના હાથમાં બીજે દિવસ સવારે જ આવશે. કોઈક દરરોજ શાળામાં આવવા માટે મુક્ત છે તો કોઈક વાલીના વ્યવસાય અનુરૂપ થઇ સ્થળાંતર કર્યા કરે છે !
શું વાંક વિદ્યાર્થીઓનો છે – કે – તેમની સ્થિતિ આપણી શિક્ષણ વ્યવસ્થામાં ફીટ નથી બેસતી ?
અંતે, ભૂતકાળમાં સારું હતું એ યાદોમાં જીવવાને બદલે વિદ્યાર્થીઓના રસ,રૂચી,વલણો અને તેમની જુદી જુદી આર્થિક/સામાજિક સ્થિતિને અનુકુળ થઇ વૈવિધ્યની રંગોળી રચી તેમને વધુ પીડિત ના બનાવીએ ! ચાલો, ત્યારે સ્વ-શાસન દિન નિમિત્તે નિહાળીએ અમારાં નવા અસાધારણ શિક્ષકોને...
સ્ટાફ મિટિંગમાં .....
ધોરણ- ૫ માં કૃપાલી મેડમ... 
પ્રજ્ઞા ગણિતમાં ...
જયપાલ સાહેબ - ધોરણ ૮ માં ....
વિશાલભાઈ -: ધોરણ ૭ માં...
વર્ગખંડની ચર્ચા - આજે ઘણા દિવસે ઘણો સમય મળ્યો છે...
ચાલુ શાળાએ ચંદુભાઈ, કારણ-: બાળકો આજે વર્ગખંડો સંભાળે છે !
બાળકો માટે સેવ-ઉસળ તૈયાર કરતાં શિક્ષકો તથા મધ્યાહન ભોજનના મિત્રો...








September 02, 2016

કાવ્યગાન [ જ્ઞાન સપ્તાહ ]


કાવ્યગાન [જ્ઞાન સપ્તાહ ]




અમારા ગતવર્ષના જ્ઞાન સપ્તાહને માણો >>> [૧]  જ્ઞાન સપ્તાહની ઉજવણી