June 01, 2016

Will you be my friend?


Will you be my friend?
Dear Friends, as we all know the new academic year has begun! The cute little darlings are coming down to the new world with some mixed feelings like excited and enthusiastic or apprehension, anxiety, and sometimes confusion or shyness also. As a response to the friend request sent by school at the time of admission survey, their parents are conforming our friend request by signing permission slip. At the same time, Nervous nellies will not accept our friend request until they feel better, comfortable and trust us completely. They will be like some of inactive friends of Facebook’s list of friends. They will accept the request but will never converse with us. All in all, a relationship between child and teacher is quite different. Here at each step we need to initiate to get into their heart by being their close friend. As per many psychologists and philosophers, friendship is the best relationship to convey a message fastest and the way we want to convey it. Friendship gives us courage to open up and to show what we generally keep hidden from rest of the world. So, as we always say our lesson should be memorable, involving and fascinating for a child. We can get the best output of our efforts in a classroom by being their best friend only. Only our behavior with them will decide that weather a child accepts our friend request and make us his “Close Friend” or they will “Close” our Friend Request.

-:Translated By Chintan Pathak

અન-ઔપચારિક પ્રોફાઈલ !!


U અન-ઔપચારિક પ્રોફાઈલ કેવીરીતે બનાવી શકીએ ?


મિત્રો, ૬ જૂનથી શરુ થનાર નવીન શૈક્ષણિક સત્રની શુભેચ્છા !

                                 હવે તો દરેક શાળામાં નવીન શૈક્ષણિક સત્રની શરૂઆત શાળાના નવા મહેમાનોને આમંત્રિત કરી પ્રવેશ આપવાના ઉત્સવથી જ થાય છે. ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર આ આપણા બાળકોમાં કેટલાક બાળકો એવા હશે કે જે ઘણા સમયથી પોતાનાં મોટા ભાઈબહેન સાથે શાળામાં આવવાની જીદે ચડતાં હશે પરંતુ તેના ઘર રૂપી સમાજ પ્રવેશોત્સવની રાહમાં બેઠો હશે, તો કેટલાક બાળકો એવા હશે કે જે પ્રવેશોત્સવમાં પણ વાલી સાથે તણાઈને આવતાં હશે.  ત્યારે આવા વિવિધ સ્વભાવ ધરાવતાં બાળકો માટે આપણે વર્ગ અને શાળા પર્યાવરણને અનુકુળતા સભરનું બનાવવા માટે કેવો અને કેટલો પ્રયત્ન કરવો પડશે, તેનો એક્શન પ્લાન અત્યારથી જ વિચારી લેવો પડે. બની શકે તો એવું પણ થઇ શકે કે નવીન પ્રવેશ બાળકો અને  ઉપલા ધોરણમાં ભણતાં તે બાળકોના ખાસ મિત્રો [ભાઈ-બહેન નહિ ] કે જેમની સાથે તે બાળક શેરી મહોલ્લામાંનો પોતાનો સમય ગાળે છે, જેઓ આ બાળકોની રસ રુચી સુ ટેવો કુ ટેવો પસંદગી ક્ષમતા વગેરેથી વાકેફ છે તેને સાથે રાખી એક આખો દિવસ ગાળીએ- વાતચીતો કરીએ કોઈ એવી પ્રવૃત્તિ કરાવીએ કે બાળકોને અંદર અંદર સંવાદની જરૂરિયાત ઉભી થાય અને તે સમયમાં સંવાદના આધારે આપણા ધ્વારા નિભાવેલ જે તે બાળકની પ્રોફાઈલ તૈયાર થઇ જાય. જેને આપણે અનૌપચારિક પ્રોફાઈલ કહી શકીએ. જેના વડે આપણે બાળકોને ઓળખી શકીએ . અહી બાળકોને ઓળખીએનો મતલબ થાય છે બાળકોને સમજી શકીએ. ટૂંકમાં કહું તો ચાલો વર્ષની શરૂઆતમાં જ એવું કંઇક કરીએ કે નવીન પ્રવેશ મેળવનાર બાળકોને પણ લાગે કે હા આપણે યોગ્ય [મજા પડી જાય તેવી ] જગ્યાએ જ આવ્યા છીએ અને તે દરમ્યાન આપણો આગામી વર્ષ માટેનો નકશો તૈયાર કરવા માટેની દિશાઓ, રૂઢસંજ્ઞાઓ અને પ્રમાણમાપ મળી જાય ! તેના માટે કેવી પ્રવૃતીઓ કરાવી શકાય તેનું અનુસંધાન આપણા સૂચનો પર છોડીએ છીએ.

May 01, 2016

આખું જગ લાગે છે પ્યારું, એ જોવાની આંખો મારી છે ગુજરાતી !


આખું જગ લાગે છે પ્યારું, એ જોવાની આંખો મારી છે ગુજરાતી !

         આપણા બાળકોને વસુધૈવ કુટુમ્બકમના સ્તરે લઇ જવા માટેનો રસ્તો ય વાયા ગુજરાત અને ગુજરાતી છે. એવા આપણા ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવવો એ સરકારી નહિ મારીફરજ છે મારો ઉમંગ છે ! ૧ લી મે અને વેકેશનનું કોમ્બો કદાચ આ વખત પહેલી વાર થયું. શાળાની પ્રવૃતિઓ મોટેભાગે વિદ્યાર્થીઓ જ ડીઝાઈન કરે એવો આગ્રહ અમારો હોય છે ! પરંતુ આ વખત સમયની સ્થિતિ જોતા એ આગ્રહ દુરાગ્રહ જેવો લાગ્યો એટલે લક્ષ્મણભાઈએ ઈન્સ્ટન્ટ અને અસરકારક બને તેવું માળખું વિચાર્યું. આવા, સમયમાં શાળા સમય બાદ પણ શાળાની સ્ટાફ મીટીંગ શરૂ રહે એ માટે અમારું વોટ્સ એપ ગ્રુપ ફરી આશીર્વાદરૂપ નીવડ્યું.  પહેલો વિચાર કાલે (૧ લી મે) આપણે એવી કઈ વાતો-ચર્ચાઓ કરી શકીએ જેથી બાળકોને મજા પણ પડે અને ગુજરાતી હોવું એટલે શું હોવું એનો અહેસાસ પણ થાય ! -લખી-ભૂંસી-ફરી લખી-ફરી ભૂંસી-ફરી લખી એમ આવર્તન થઇ નક્કી થયા આ વિષયો અને એ વિષયો કોણ રજુ કરશે તેનું આયોજન. ચર્ચાનો ચોતરો -  મુદ્દો –ગુજરાત
ગુજરાતનું પહેલું પહેલું-: સ્વપ્નિલ 
ગુજરાતનો ઇતિહાસ રાકેશભાઈ પ્રજાપતિ
ગુજરાત ભૂગોળ-: લક્ષ્મણભાઈ પરમાર
ગુજરાતમાંજોવાલાયક-: શાંતિલાલ
ગુજરાતના પ્રખ્યાત વ્યક્તિઓ નીલાબેન 

ઈન્ટરનેટ, ટેક્ષ્ટબુક્સ અને લાઈબ્રેરી જેને જે અનુકુળ લાગ્યું એના આધારે તૈયારી સાથે અમે શાળામાં ! ચર્ચા માટે નવા બનેલા બાળ રંગ મંચનો વિસ્તાર પૂરતો રહ્યો ! મોટા ભાગના ટાબરિયા માટે તો વેકેશન શરૂ થઇ મામા ને ઘેર અને લગ્ન પ્રસંગોમાં હાજરી મહત્વની હતી. અને એ સ્વાભાવિક પણ હતું. આયોજન હતું સભા સ્વરૂપનું પણ બાળકોની સંખ્યા જોતા એને ચોતરાની ચર્ચાના સ્વરૂપમાં ઢાળી દીધું !
                        વાતો-સવાલ-જવાબ-હાસ્યો-નવાઈ-
બધામાંથી પસાર થયા પછી બાળકોને કહ્યું કે તમે આજે ગુજરાત વિષે જે જાણ્યું એ અને વધુ જાણવાની ઈચ્છા થઇ હોય તે આજુબાજુમાં જેની પાસે વોટ્સએપ હોય તેમને કહેજો તમારો સવાલ આપણું નવાનદીસરગ્રુપમાં લખશે. અમે તમને વધુ વિગત કહીશું ! બાળકોના સવાલ ના આવ્યા પણ ઘરે ગયા પછી કેટલાક વિદ્યાર્થીઓએ ઉજવણી શરૂ રાખી અને ચિત્રો દોર્યા, નિબંધ લખ્યા અને તેનું શેરીંગ ગામના ગ્રુપમાં કર્યું !


સમજાયું કે આ બાળકો હવે સેલિબ્રેશન એટલે શિક્ષકો તરફથી મળતું
ઇનપુટજ નહિ ત્યારબાદ તેમના વડે અપાયેલું આઉટપુટપણ છે તે  સમજી ગયા છે !
જય જય ગરવી ગુજરાત !!!!

April 30, 2016

સમજ - ના-સમજના ફેર .........


સમજ - ના-સમજના ફેર.........

                  શિક્ષક કેવો હોવો જોઈએ ?? – સમાજમાં ચાલતો અવિરતપણે ચર્ચાતો આ પ્રશ્નનો જવાબ લખવા બેસીએ તો કદાચ દિવસો નીકળી જાય ! પરંતુ પૂર્ણવિરામ ન આવે !! સમાજના ઘડવૈયાની વ્યાખ્યા કરવી સહેલ નથી હોતી ! આજે શિક્ષકના સંપૂર્ણ શિક્ષકત્વ પૈકી સમજણ વિષેની ચર્ચા કરીએ ! બાળકોની સમજ વિશે તો આપણે ચર્ચીએ જ છીએ, શિક્ષકની સમજ કેવી હોય/હોવી જોઈએ તેની પણ થોડી ચર્ચા કરીએ !  કારણ કે શૈક્ષણિક વર્ષ પૂરું નથી થયું ફક્ત બદલાયું છે, અને આપણને બાળકો છોડી જવાના છે તો પછી નવા આવશે એ પણ બાળકો જ છે ને ! એટલે કે કામ તો હંમેશાં બાળકો સાથે જ કર્યે રાખવાનું છે ત્યારે બાળકોની સમજ સાથે આપણી સમજને કેવી રીતે મિલાવીએ કે જેથી દરેક વિષયવસ્તુ બાળકો સરળતાથી સમજે ? કોઇપણ બાબત અંગે જયારે આપણે બાળકોને વર્ગખંડમાં સમજાવીએ છીએ  ત્યારે કેટલાંક બાળકો તે બાબતને સ્પષ્ટતાથી નથી સમજી શકતાં હોતા ! ત્યારે આપણું રિએકશન આવા વાક્યમાં હોય છે – “હું જે કહું છું તે તો આને સમજાતું જ નથી !” પરંતુ એકવાર આ વાક્યને જરા જેટલું જ ફેરવીને બોલીએ કે “હું તેને સમજાવી શકતો નથી!” સમાંતર લાગતાં આ બે વાક્યો વચ્ચેનો ભેદ જમીન અને આસમાન જેટલો છે !! અને તેનાં પરિણામો પણ !! જયારે સંવાદના અંતે તમે કોઈને કહો છો કે તું સમજતો જ નથી ત્યારે – તમારા અને તેના જે તે વિષયના સંવાદનો અંત આવી જાય છે, જાણે કે તમામ રસ્તાઓ બંધ ! પરંતુ તેને બદલે જો આત્મખોજરૂપે તે સમયે એવું વિચારીએ છીએ કે કે મારી વાત તો સાચી છે પણ  હું તને સમજાવી શકતો નથી ત્યારે તે સમજાવવા માટેના વિકલ્પો અને રસ્તાઓ વિષે વિચારવાનો મોકો મળી રહે છે, જેના પરિણામે પ્રયત્ન અને સંવાદ ક્રમિક રહે છે અને સ્વવિકાસની તક મળે છે તે નફામાં !! માટે જ વર્ગખંડોમાં બાળકોને ન સમજાવી શક્યાની આત્મખોજ એ જ આપણને “માં” ના “સ્તર” સુધી લઇ જ જશે ! ચાલો, “માં-સ્તર” બનીએ ! J

અભ્યર્થના સાથે સપનાઓનું વાવેતર !!!


અભ્યર્થના સાથે સપનાઓનું વાવેતર
છેલ્લા કેટલાક વર્ષોથી ધોરણ-૮ પછી શાળા છોડી હાઈસ્કૂલમાં જતા વિદ્યાર્થીઓના વાલીઓને મળવાનો અને તેમને તેમના બાળકને ભણવામાં આડખીલી ના બનવા માટેની વિનંતી કરવાનો ઉપક્રમ હતો જ !
આ પ્રયાસ પછી ય બધા બાળકો ઓછામાં ઓછો દસ-બાર ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તેવું બનતું નહિ, અને તે આઠ વર્ષ સુધી તેની લેવાયેલી કાળજીના સાપેક્ષમાં હતાશ કરી દેનારી બાબત હતી. એક જ્યોત સદા ઝળહળતી રાખવી પડે અને તે છે – માનવમાં વિશ્વાસની ! પ્રયત્ન છોડી દેવાથી કઈ થવાનું નથી !
આથી, આ વખત અભ્યર્થના સમારોહમાં વાલીઓની અને બાળકોની આંખમાં સપનાઓનું વાવેતર કરવાનું નક્કી કર્યું. કોઈક નાનકડા ગામડામાં જ્યાં હજુ કોઈ સરકારી નોકરી ના કરતુ હોય – જે ગામની જૂની પેઢી માટે તો કિશોર અવસ્થાથી છૂટક મજુરી કરવાનું નક્કી થઇ જતું હતું – એ પેઢીને તેમના બાળકોને ભણાવવાથી તેમની જીવન શૈલીમાં કેવો ફેરફાર આવી શકે – એ સમજાવવું જરૂરી હતું.
આપણા ગામના વિદ્યાર્થીઓ જે હાઈસ્કૂલમાં જાય છે, તેના આચાર્યશ્રીને ફોન કરી તેમનો કલાકનો સમય માંગ્યો. બે બાબતો વિષે આપણા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સમજાવવા કહ્યું.
૧. હાઈસ્કૂલમાં એડમીશન માટે કઈ કઈ બાબતો જરૂરી છે, એડમીશન ક્યારથી શરૂ થશે, કયા કયા સરકારી લાભ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને મળે, અને તેના માટે વાલીઓએ કયા ડોક્યુમેન્ટ આપવા પડે !
૨. તે પોતે કયાં શિક્ષણ મેળવ્યું, તેમના કુટુંબની સ્થિતિ અને આર્થિક સ્થિતિ વિષે વિગતે વાત કરો – અને તેમની જેમ હાઈસ્કૂલના આચાર્ય બનવા શું ભણવું પડે ?
તેમને તેમનો સમય ફાળવ્યો – અગાઉથી તેમની સાથે થયેલી ચર્ચા મુજબ વિગતવાર સંવાદ કર્યો. શિક્ષક સહજ સ્વભાવે ગ્રામજનો સમજી શકે તેવી વાર્તાઓ પણ એમને વક્તવ્યમાં વાણી લીધી. વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવવાનો એમના પ્રયાસની સફળતા ગ્રામજનોના મો પરના સ્મિત અને આશાસ્પદ નજરોમાં જોઈ શકાતી હતી.
સૌથી મોટો ફાયદો એ થયો કે તેમને અમારા તમામ વિદ્યાર્થીઓનો એક પરિચય થઇ ગયો. એ જ રીતે અમારા વિદ્યાર્થીઓ જયારે એમના વિદ્યાર્થી બનશે ત્યારે કોઈ પણ મૂંઝવણમાં એમની પાસે સરળતાથી પહોચી જશે !
સંવાદથી સપના વાવવાનો આ પ્રયાસનો ઉપક્રમ દર મહીને/બે મહીને – નજીકમાં આવેલ કોઈ ડોકટર, એન્જીનીઅર, કડિયા, સુથાર, તલાટી જેવા વ્યવસાયિકો સાથે ચાલુ રાખવાનું વિચાર્યું છે.
તમારા સૂચનો આપશો – આ સપનાના વાવેતરમાં !

April 29, 2016

Step sense !!!!


Step sense !!!!
            દરેક વસ્તુ – પરિસ્થિતિમાંથી મજા મેળવી લેવી તેનું જ નામ બાળપણ !! બાળપણનું આ મુખ્ય લક્ષણ છે. હા, ક્યારેક તેમની મજા લેવાની ‘મોજ’માં  ક્યારેક કોઈ નુકશાન થતું હોય છે. પરંતુ તેમાં તેમનો એ નુકશાન કરવાનો ઈરાદો હોતો નથી. જેમ કે પાર્કમાં આપણે શાંતિથી બેઠા હોઈએ એ ત્યારે આપણા હાથ ઘાસના તણખલાને તોડતાં કે ખેંચતા હોઈએ, નજીકના કોઈ છોડની ડાળીની ટોચને મરડી નાખીએ છીએ વગેરે.. આવું ઘણુંય કે જ્યાં આપણી વૃત્તિ ખરેખર નુકશાન પહોંચાડવાની નહિ પરંતુ સમય પસાર કરવાની અભાન રીતે થતી ક્રિયા હોય છે. ત્યારે વાતચીત કે વિચારોમાં તલ્લીન આપણને કલ્પના પણ નથી હોતી કે કોઈ દેડકા ભાઈના પ્રાણ જઈ રહ્યા છે. બાળકોમાં તો આવી તલ્લીનતા ૨૪ * ૩૬૫ દિવસ હોય છે, કેટલીય શિખામણો કે સૂચનો આના પર અસર કર્તા નથી હોતી કારણ કે તલ્લીન બાળકોને તો તે સમયે તેનો ખ્યાલ જ નથી હોતો જે તમે સમજાવવા માગો છો. ફરી ફરીને અજાણતાં જ રમત રમતમાં વસ્તુઓ કે પર્યાવરણને નુકશાન પહોંચાડતો રહે છે, પરિણામે આપણી ફરિયાદ હોય છે કે ગમે તેટલું કહો, બાળકો કહેલું માનતાં જ નથી !!! અને આપણે તેમના પર અશિસ્ત – તોફાની – કહ્યામાં ન હોવા વગેરે લેબલ ચીપકાવી દઈએ છીએ. શાળામાંનું  નવીન મકાન જયારે બે માળનું સીડી વાળું બન્યું ત્યારે સીડીનો પ્રશ્ન એ થયો કે શાળામાં ભણતાં બાળકો પૈકીના મોટાભાગનાં બાળકોનો સીડી ચઢવા ઉતરવા અંગેનો અનુભવ જ જ્યાં કાયમી ન હોય ત્યાં એક સાથે ઘણા બાળકો તેનો ઉપયોગ કરતાં હોય ત્યારે તેનો સેન્સ પૂર્વક ઉપયોગ કરે તે માટે જો બાળકોને સૂચનો કરવા પૂરતાં ન હોતાં , કારણ કે અહીં પણ ઉપરોક્ત તલ્લીનતા વાળો જ નિયમ લાગુ પડે છે, 
 દાદર ચઢ ઉતરમાં સૌથી વધારે ખતરો વળાંકમાં હોય છે ત્યારે બાળકોને સામસામે અથડાતા કેવીરીતે રોકવા ?? આવી બધી મૂંઝવણે અમને આવો રસ્તો સુજાડ્યો, જેમાં પગથીયાને એક પીળા પટ્ટા વડે બે બે ભાગમાં વંહેચી દીધું – UP & DOWN – એટલે એક ગ્રીન અને એક રેડ !!  જેનો ઉપયોગ બાળકો આવન – જાવન માટે કરતાં થાય, સાથે સાથે જેમ જેમ બાળકો પગથિયાં ચડતાં જાય તેમ પગથિયાં પરનું લખેલું ક્રમિક લખાણ વાંચતાં જાય જેથી બાળક વ્યસ્ત રહે [ શું લખવું – કાયમી કે રોજ ભૂંસી શકાય તેવું રાખવું ? –વગેરે નિર્ણયો હજુ અમારા બાળકો અને આપ સૌના સૂચનો બાદ નિર્ણયો લઈશું ] અમારો નવીન ભવન માટે દરેક બાબતોએ સતત એવો જ પ્રયત્ન રહ્યો છે કે જ્યાં જ્યાં આકસ્મિક રીતે બાળકોને નુકશાનીનો ભય છે ત્યાં એવી કોઈ પ્રવૃત્તિઓ જોડી દેવી કે જોખમો નહીવત બને અને જ્યાં જ્યાં બાળકો ધ્વારા નુકશાનીનો ભય હોય ત્યાં પણ બાળકોને વારંવારના સૂચનોને બદલે - આપ સૌની મદદ ધ્વારા ઉભા કરેલ આઈડીયા ધ્વારા નુકશાની અટકાવવી – કારણ ફક્ત એક જ કે સૂચનાઓ ગમે તેટલી કરશો – પરિણામમાં આપણને ફક્ત સુચના આપ્યાનો સંતોષ સિવાય બીજું કઈ જ નહિ મળે!! કેમકે એટલે જ તો તેને બાળક કહેવાય છે – તેની તો દુનિયા જ અલગ છે અને તેમની દુનિયામાં ડાહ્યા કે ડમરા પ્રકારના - દરેક સુચનોની – No eNTRY !!! હા, આપના સૂચનો અમારા માટે આવકાર્ય છે !

ત્યાં સુધી આપ પણ ક્લિક ધ્વારા  શાળા પરિવારની જ ધોરણ – ૩જા માં ભણતી દીકરી પ્રિયંકાને હાથે/માથે ઘડો ભરાવી આ અમારા નવીન ઘરમાં ગૃહપ્રવેશની પળોને માણો !!!

April 18, 2016

યાદોનું અજવાળું !


યાદોનું અજવાળું !

શાળાને નવી ઈમારત મળવાની પહેલી શરત હતી, તેની  જુની  ઈમારતની વિદાય !
ઈમારત રચવામાં સજીવોનો જ ફાળો હોય છે !
           જયારે એ ઈમારતમાં શાળા શરૂ થાય એટલે તો એમાં સજીવારોપણ થાય, જેમ કોઈક શ્લોક બોલી આપણે સોપારીને ગણેશ સમજીએ એમ જ ! અહી, શ્લોકના ગુંજનના બદલે ગુંજ્યા હતા કેટલાય ખડખડાટ હાસ્યો, પહેલીવાર પગ મુકતી વખતના ડુસકા અને નીરવ રાત્રીએ જેમ વરસાદના બુંદો જેમ ટપક ટપક ધ્વની કરે તેવા જરાક અમથું મલકીને શાંત થતા પ્રેમાળ સ્મિત ! જેને અમે સૌએ માતાના ખોળા સમાન ગણી હતી, જેમાં નિર્ભય રીતે અમે સૌ અવનવા માનસિક પ્રવાસે ઉપડ્યા ! ના, જાણે આ સ્થળે અમને સૌને – કેટલીય પેઢીઓને – અવનવા અનુભવો પૂરા પાડ્યા ! અહી, પહેલી પહેલી વાર લખવા શીખાનારે એની દીવાલે દીવાલે એનું નામ ચીતર્યું હતું, આ એ જ દીવાલો હતી જેને ટેકે આડા પડી રહેતા ! બપોરે ક્યાંક એની લાંબીમાં લંબાવી દેતા ! કોઈકવાર આના જ કોઈક પગથીયે ભટકાઈ કોઈક એને માથું ફોડ્યું અને એના માથા સાથે આ માના ખોળાને ય રક્ત રંજીત કર્યો હતો !એને સતત દર વર્ષે સાજ સજાવતા હતા ! કયા બારણા પર કયું ચિત્ર દોરાવીશું એના માટે દિવસો સુધી ઝગડ્યા હોઈશું ! બારીઓની તુલના કરતા – એ બારીના સળિયામાંથી વર્ગમાંથી બહાર નીકળવાના કરતબ કરતા ! દર છ માસે એના છાપરા પર ચઢી એના પરના વ્રુક્ષોના પાંદડા વાળતા –અને માત્ર હું જ અહી સફાઈ કરી શકું એનો વટ પાડતા ! એની દીવાલ પર દોરેલી મોટ્ટી મોટ્ટી માપપટ્ટીથી થી અમારી ઉંચાઈ માપતા, એ કયા પક્ષીના પગ છે, આ કોની ટોપી છે, આ કયા તહેવારનું ચિત્ર છે તેની માથાપચ્ચી કરતા ! જેવી ચિત્ર સ્પર્ધા આવે કે તરત જ એ થીમને અનુરૂપ ચિત્ર મને ક્યાંથી મળશે તેની સામે ગોઠવાઈ જવાની ઉતાવળ કરતા !
                 અહી, ખંડોમાં ગુંજેલા કાવ્યો અને બેન્ચીસને ઢસડતી વખત થતા લીસોટાના અવાજો ! જયારે એ ખંડોમાં ગ્રીન બોર્ડ નહોતા લાગ્યા ત્યારે દીવાલ પર રચાયેલા કાળા પાટિયા પર અડધું પડધુ વાંચવા – આંખોને ઝીણી કરતા અમે ! આ બોર્ડ પર જ અમે શીખ્યા હતા સરવાળા,બાદબાકી,ગુણાકાર અને ભાગાકાર ! આ જ ઈમારત સાક્ષી બની છે જયારે મને ગણિતમાં ઘુસેલા એ.બી.સી.ડી.ના મૂળાક્ષરોથી પરેશાની થયેલી. અહી, જ અમારા મોઢા વિસ્મયમાં પહોળા થઇ જતા, તો સાહેબ સાથે ગુસ્સે  થઇ સાહેબ બાજુ જોવાનું બંધ કરી અમે રીસાયા છીએ એ સમજાવવા માટે એના ચકર ચકર ફરતા પંખા તરફ જોઈ રહેતી અમારી આંખો ! અમારો વિરોધ દર્શાવવા અમે હમણા જ કરેલું આંદોલન – ને એને અવાજ આપવા અમે ચીતરેલી દીવાલો !  છાપરાના કાણામાંથી કોઈકવાર ટપકતું પાણી અને તેમાં કોરી જગ્યાએ ખસી જવાની હોડ લગાવતા, તો વળી તડકો કેટલા વાગ્યે ક્યાં આવે - અને હવે અહી આવશે એટલે રીસેસ પડશે – એનો અંદાજ લગાવતા !
કેટલું બધું રચાયું હતું આ ઈમારતમાં !
જાણે સાત રંગોનું રચાતું મેઘધનુષ અહી, સાત લાખ રંગોથી રચાતું હતું !
આ રંગોનું એક પવિત્ર અજવાળું છે. અને અમે સૌ એ અજવાળાને અમારી આંખોમાં આંજીને નવી ઈમારતમાં જઈશું ! “તમસો માં જ્યોતિર્ગમય” – અમારા પંથ પર વર્ષો સુધી શીખવાના પ્રયત્નોમાંથી ઉતપન્ન થયેલું આ અજવાળું અમારું પથદર્શક બની રહે; એવી ચમક અને અને ઈમારતની વિદાયના નહિ ખરેલા આંસુ સાથે ! – “લવ યું માં”  - તું હમેશા જીવનભર અમારામાં જીવીશ !

જૂની શાળામાં Building ALearning Aid અંતર્ગતના શણગાર પામેલા અમારા વર્ગખંડોના બારણાબારીઓથાંભલાદીવાલોનકશાઓરસ્તોફન-વે આ બધું આપ વિવિધ ભાગમાં ક્લિક કરી જોઈ શકો છો.  

April 15, 2016

मस्ती की पाठशाला - एक अभिगम !!!


मिजाजे मस्ती - 

सौजन्य -: 
मानव संसाधन विकास मंत्रालय  - सर्व शिक्सा अभियान और युनिसेफ 

April 08, 2016

વિશ્વની અર્ધી વસ્તીને.....


વિશ્વની અર્ધી વસ્તીને.....
                 સ્ત્રી અધિકાર, મહિલા સશક્તિકરણ, કન્યા કેળવણી જેવા અનેક શબ્દોને ચરિતાર્થ કરવા એના વિષે વાત કરવા જેવા સહેલ નથી હોતા !  વર્ષોથી ઘર કરી ગયેલા પૂર્વગ્રહો – છોકરીઓના શિક્ષણમાં આડખીલી બને જ છે ! શાળામાં મોકલવાથી માંડી તેમના માટે ભણવા માટેના સાધનોની ઉપલબ્ધિમાં તેમને પ્રાયોરીટી ભાગ્યે જ મળે છે. છોકરીઓ પણ એને સ્વાભાવિક જ ગણે છે.ઘરનું કામ પૂરું કરવું એ શાળાના ગૃહકાર્ય કરતા વધુ મહત્વનું હોય છે. કદાચ કેટલાક સંજોગો અને જે આર્થિક પરિસ્થિતિ તેમની સામે છે, તેમાં ઘરકામમાં હિસ્સેદારી કરવી એ એમની જવાબદારી પણ હોય ! આપણને એ બાબત ખુંચે ત્યારે, જયારે ઘરકામ – તેમના શીખવાના સમયનો પણ ભોગ લઇ લે.
              નવાનદીસર જેવા વિકસતા ગામડામાં આ મુશ્કેલી માત્ર છોકરીઓ પૂરતી રહેવાને બદલે છોકરાઓના શિક્ષણને પણ ભરખી જવાનો પ્રયત્ન કરે છે. બાળક થી કિશોર થવાની યાત્રામાં જ તેમના માથે આર્થિક ઉપાર્જનની જવાબદારીઓ થોપી દેવાય છે.
                      આ સ્થિતિને ધ્યાનમાં લઇ આ વખતે વિશ્વ મહિલા દિનની ઉજવણીમાં વિદ્યાર્થીઓની માતાઓને શાળામાં આમંત્રણ આપ્યું. તેમની સામે વાત શું મુકવી ? તમારા બાળકોને નિયમિત શાળામાં મોકલો ! – એ કહેવાનો અર્થ એમને સ્પર્શે ક્યારે ? એમની આંખમાં એમના બાળકોના ભવિષ્યના સ્વપ્ન કેવી રીતે આંજવા ?
          અગાઉના શનિવારે શાળા પુસ્તકાલયમાંથી સ્ત્રીઓ વિશેના પુસ્તકો અલગ તારવી વાંચવા આપ્યા. તેમાંથી તેમની મમ્મીઓ સમજી શકે એવી ભાષામાં એ પુસ્તકની વાત નોધી લાવવા કહ્યું. વાંચી કદાચ બધાએ હશે, પણ ત્રણેક છોકરીઓએ સરસ સમરી લખી હતી. તેમણે બધા સામે એ વાંચી. એમાંય “થેંક યુ મમ્મી” માંથી જય વસાવડા થી માંડી અમિતાભ બચ્ચનના જીવન ઘડતરમાં તેમની માતાઓની ભૂમિકા વિષે દિવ્યા વાંચતી હતી ત્યારે આવેલ માતાઓની આંખોની ચમકમાં અમને ગામનું ભવિષ્ય ચમકતું દેખાતું !
ચાલો, પ્રયાસ તો કરીએ આ વિશ્વની અર્ધી વસ્તીને સહારે એક બહેતર સમાજની રચના માટેનો !

April 01, 2016

ઉત્તમ અને આગોતરું આયોજન શું ન કરી શકે ????



ઉત્તમ અને આગોતરું આયોજન શું કરી શકે ????

                     ધુવ ભટ્ટની નવલકથા  ‘તિમિરપંથી’ માં તેઓ લખે છે કે – તમસના માર્ગેને  અજવાળનારા તિમિર પંથીઓ પણ ચોરીએ નીકળે તે પહેલાં - કેટલું, કેવું અને કેવી રીતે કામ કરવાનું છે, તે નક્કી કરે છે. તેમાંથી શું મળશે તે વાત કોઈ જ કરતું નથી !! ગણતરી મુજબ માલ ન પણ મળે !
                 આગોતરા આયોજનનું મહત્વ દર્શાવતી ધ્રુવ દાદાની આ વાત આપણા શૈક્ષણિક પોજેક્ટ અને શૈક્ષણિક પ્રવૃતિઓ માટે એટલી જ અસરકારક રીતે લાગુ પડે છે, જેટલી તિમિર પંથીઓ માટે !  દરેક પ્રોજેક્ટ/પ્રવૃત્તિ ના આયોજન માટે પૂરતો સમય ફાળવવો જરૂરી છે. આયોજન માટેનો સમય એ “ગોલ્ડન” પીરીયડ” છે ! આ સોનેરી સમયનો ઉપયોગ સુચારુ ઉપયોગ કરનાર  પોજેક્ટકર્તાને પરિણામ પણ સોનેરી મળી રહે છે, વર્ગખંડોમાંની શૈક્ષણિક પ્રવૃત્તિઓ કે ઉજવણીઓ માટે કોઈ અલગ નિયમો નથી હોતા,  આ જ નિયમો લાગુ પડતાં હોય છે કે જેવું સુચારુ- આગોતરું આયોજન તેવું મહેનતનું પરિણામ અને કહીએ તો બાળકોમાં જે તે પ્રવૃત્તિનો આનંદ અને અસરકારકતા વધારો, અને કાનમાં કહું તો પૃથ્વીનો છેડો ઘર એમ આપણો છેલ્લામાં છેલ્લો ધ્યેય તો આ જ છે ને !!! કે--

- બાળક આનંદમય પણ હોય અને, શિક્ષણમય પણ હોય !!!