February 10, 2012

કક્કો અને સ્વચ્છતા ......


“કક્કો શીખવે સ્વચ્છતાના પાઠ...”



બાળકો કક્કાને જાણે અને ગ્રામજનો સ્વચ્છતાના મહત્વને...

આવા હેતુસર કમ્પાઉન્ડ-વોલની બહારની બાજુ કે જ્યાંથી ગ્રામજનોની નજરમાં આવે તેવી જગ્યાએ આવા સુત્રોનું આયોજન કર્યું...















February 02, 2012

પ્રવાસ એટલે.....

પ્રવાસ એટલે સફર અને Suffer !

 શૈક્ષણિક પ્રવાસ એ એક આઉટીંગ માત્ર નથી હોતું.. (અનુભવે તમેય જાણ્યું હશે !)                 
પૂર્વ તૈયારીરૂપે –
§    દરેક વિદ્યાર્થીનો પ્રવાસ નંબર
§    દરેકનું આઈ કાર્ડ
§    શું જોઈશું ? – સ્થળ, લોકો, તેમનો પહેરવેશ, તેમની બોલી, ખેતરો, રસ્તાઓ,
§    શું ધ્યાનમાં રાખીશું – સમય અને સ્થળ બદલાય તેમ વાતાવરણમાં થતા ફેરફાર, ખાવા-પીવામાં કાળજી
...................આવી થોડી ચર્ચા છુટક છુટક થઇ..
ખરેખર પ્રવાસ તો તમારી સામે મુકવો અઘરો છે પણ અમારી અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા કેટલાક (યાદ રહેલા ) સંવાદ, અવલોકનો અને ફોટોગ્રાફ્સ મુકું છું !
ટ્રાવેલ્સ ઉપડ્યા પછી...થોડીવાર અંધારામાં સૌ સામાન અને પોતાની ગોઠવણીમાં લાગી ગયા..પછી ગીત ગુંજ્યું.. “પૈસા બોલતા હૈ ...” મોટાભાગના બાળકોનો આ પ્રથમ લાંબો પ્રવાસ હતો એટલે વોમીટીંગ રોકવા તેમને બીજા વિચારોમાં મગ્ન રાખવા એ જ એક ઉપાય હતો..તો મેં પૂછ્યું “પૈસા કૈસે બોલતા હૈ ?” ગીત અને ચર્ચા ચાલી..આખા ગીતને સમજવાનો સૌએ પ્રયાસ કર્યો. થયું કે હિન્દીની કવિતા ભણીને પણ એ જ હેતુ સિદ્ધ થાય છે જે આ ગીત વડે થયા..( આ ટ્રેન્ડ પછી લગભગ દરેક ગીત માટે ચાલુ રહ્યો )         
કેટલાક અવલોકનો રસપ્રદ રહ્યા જેમકે:
§    “ જમણી બાજુના ખેતરમાં વરિયાળી અને ડાબી બાજુના ખેતરમાં તમાકુ !”
§    “ અક્ષરધામમાં કેટલી ચોખ્ખાઈ છે ?”
§    “આપણા ગામમાં આટલું ચોખ્ખું હોય તો ?”
§    “આ લોન આપણી નિશાળ કરતા ય જોરદાર છે !” આટલી બધી જગ્યાએ ક્યારે પાણી છાંટી રહેતા હશે ?” “અલ્યા આ તો મશીન જેવી પાઈપો જમીનમાં દાબેલી છે !”
મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મ પછી: “ સાહેબ, આખા ભારતનો પ્રવાસ થઇ ગયો !” “ નીલકંઠનો ડાયલોગ જોરદાર હતો !” કયો...? 
 “બાદલ ભી અગર ઘર બસાને લગે તો આધી ધરતી પ્યાસી રહ જાએગી !”
                  સાબરમતી આશ્રમ જોઈ : “હાચે જ ગાંધી બાપુ અઈ રેતા’તા ?” “ગાંધીજી પણ નીલકંઠની જેમ આખા ભારતમાં ફર્યા ને ?”.................વિનોબા કુટીર જોઈ: “આ તો આપડા જેવું જ ઘર છે !”...........પ્રાણીસંગ્રહાલય અને તેમાંય સર્પઘર અને પક્ષીઘર જબરજસ્ત આશ્ચર્યજનક રહ્યા : “ આવાં તો દુનિયા બીજા કેટલા બધા પક્ષીઓ હશે !”
અંતે માણેલી “અટલ એક્ષપ્રેસની સવારી” અને તેમાંય નજીકથી એર બલુનને નજીક જોઈ લેવાની તમન્ના ! “સાહેબ એમાં કયો ગેસ ભર્યો હશે ?” “એ નીચે કેવી રીતે લાવતા હશે?”   આ બધા પ્રશ્નો અવલોકનો તેમને લખેલા પ્રવાસ વર્ણનમાં ખુબ નિખર્યા...ચિત્રોમાં એર બલુન અને ગાંધીજીનો રેટિયો અગ્રેસર રહ્યા !





અક્ષ્રરધામ [ગાંધીનગર ]


સાબરમતી આશ્રમ







































પ્રાણી સંગ્રહાલય અને કાંકરિયા કિનારે

























"અટલ એક્ક્ષપ્રેસ"ની સવારી 
રાત્રી ભોજન ...કાંકરિયાના કિનારે 


અમારા માટે સંતોષ એ વાતનો હતો કે ..

બાળકો ફક્ત ફરીને જ પાછા નથી આવ્યા, પણ સાથે-સાથે કેવી રીતે ફરાય તે પણ શીખીને આવ્યા..!!!