June 27, 2010

આવો, બાળકોના ‘’સ્વાહા‘’ ને સમજીએ !!!


આવો, બાળકોના ‘’સ્વાહા‘’ ને સમજીએ !!!

               બાળકો સાથે કામ કરવું એટલે આનંદિત મુંઝવણોનો  અનુભવ કરવો, પણ મોટાભાગે બને છે એવું કે આપણી અથાગ મહેનત પછી પણ  આપણે આપણા  ધોરણના બધા જ બાળકોની ક્ષમતા સિધ્ધ કરી શકતા નથી અથવા તો એક બાળકમાં બધી જ ક્ષમતાઓ સિધ્ધ કરી શકતા નથી. તે માટે ઘણા બધા કારણો હોઇ શકે છે, તેમાંનું એક કારણ છે
“બાળકના સ્વભાવિક રસ રૂચિથી શિક્ષકનો  અપરિચય “
 તે માટેનું ઉદાહરણ આપું તો, હિન્દુ સંસ્ક્રુતિમાં યજ્ઞનું ખૂબ જ મહત્વ રહેલું છે. બ્રાહ્મણો ધ્વારા સારા-નવિન કામ પૂર્વે યજ્ઞ [હોમ-હવન] કરાવવામાં આવે છે. તેમાં બ્રાહ્મણ યજમાન [યજ્ઞ કરાવનાર ] ને યજ્ઞકુંડમાં આહૂતિ આપવા બેસાડે છે અને સાથે-સાથે યજમાનને સૂચના આપવામાં આવે છે કે જ્યારે “સ્વાહા” બોલવામાં આવે ત્યારે અને તરત જ આહૂતિ આપવી , કારણ કે એવી માન્યતા છે કે બ્રાહ્મણના  શ્લોક પઠન પછી જ્યારે ‘સ્વાહા’ ઉચ્ચારવામાં તે સમયે  જ યજ્ઞકુંડનું મુખધ્વાર ખુલે છે અને તે સમયે જ આપેલી આહૂતિ  યજ્ઞદેવ  સુધી પહોંચે છે.
               આ યજ્ઞદેવની જેમ આપણા બાળદેવોનું પણ  કંઇક આવું જ છે ! બાળકનું  જ્યારે રમત –ગમત રૂપી શ્લોક પઠન ચાલુ હોય ત્યારે આપણે શિક્ષણ રૂપી આહૂતિ આપવા બેઠા  હોઇએ, અને પછી તે સમયે ભણવામાં રસ ન દાખવનાર બાળક ઉપર ‘ રમતિયાળ’ જેવાં ઘણા લેબલ લગાવી દઇએ છીએ, અને જ્યારે બાળક શિક્ષણ રૂપી આહૂતિ સ્વિકારવા તૈયારી બતાવે ત્યારે કદાચ આપણું શ્લોક પઠન ચાલતું હોય છે. કહેવાની વાત ફક્ત એટલી છે કે બાળકો તો નાના છે માટે આપણે જ તેમના અનુકૂલન મુજબ જ્યારે જ્યારે શિક્ષણ પ્રત્યેની રસ-રૂચિ હોય ત્યારે જ શિક્ષણ આપવું અથવા તો   શિક્ષણ પ્રત્યેની રસ-રૂચિ પેદા કરી શકે તેવી પ્રવ્રુત્તિ કરાવવી અને સાથે-સાથે જ્યારે બાળકના વર્તનમાં સ્વાહા દેખાય ત્યારે શિક્ષણ આપવું જોઇએ.... 
[ આ વાત એટલા માટે કે આપણે આપણા જ ઘણા શિક્ષક મિત્રો પાસેથી સાંભળીએ છીએ કે “ 11 થી 5 નહી પણ આપણે બે કલાક જ ભણાવીએ છીએ પણ તે બે કલાક પૂરેપૂરા દિલથી ભણાવીએ છીએ.” ત્યારે મને પ્રશ્નએ થાય છે કે આપણા આ મિત્રને બે કલાક શિખવવા માટેનું જ્યારે શુરાતન ચડે તે સમયે  {આ શિક્ષક મિત્રના તે બે કલાક સિવાયના બાકીના કલાકોની જેમ} બાળકો  શિક્ષણકાર્ય કરવાના મૂડમાં ન પણ હોય !!! તો શું કરશો ?]  

June 17, 2010

સ્પર્શ!

કેમેરો તો અમારા નવા આવનાર વિદ્યાર્થીઓને કંડારવા લઈને નીકળ્યા હતા..
પણ કેટલાક ફોટોગ્રાફ્સ આમ જ ઝડપ્યા..પછી એવો પણ વિચાર આવ્યો કે...
આ બધા પાસે ના ભણવા આવવાના કેટલા બધા કારણો છે?
અને નીશાળ આવવાનું કારણ?
આપને સૌ કહીએ છીએ તે...!
ફક્ત!
જયારે વર્તમાનમાં પરેશાનીઓ હોય ત્યારે ભવિષ્ય કઈ જોવા ના બેસાય!
આપ સૌ યાદ કરો તમારું બચપણ ----
જયારે નાની એવી વાત માં જો ભણવા ના બેસવું પડે તો કેવી મજા આવતી...
વીજળી તો રાત્રે જતી જ રહે તો સારું..
એવું થતું!!!!
મારા આ બાળકો પાસે તો આવા એક નહિ અનેકો કારણો છે...
કોઈ કહેશે કે શાળામાં આવીને એક સમયનું જમવાનું તો મળે..
પણ એક વિચાર એવો પણ આવે કે ..શાળાએ ના આવે તો બે સમયનું ખાવાનું કમાઈ લાવે...
ખેર આ તો થોડી નિરાશા આવી ગઈ હતી..પણ તે ખંખેરીને આગળ વધી જ ચુક્યા છીએ પણ તોય થયું કે ...
બ્લોગના વાચકો પ્રત્યે પ્રમાણિકતા તો રાખવી જ જોઈએ કે અમે સારું સારું જ નથી કરતા...અમે કઈ બધો સમય બળવાન નથી રહી શકતા..કેટલાક દ્રશ્યો આવા મળે તો નિરાશ અમે પણ થઇએ છીએ!




જો જો જોઈને દુઃખી ના થતા!
કારણ?
તમને અહી કોઈના માં પર દુખ દેખાય છે...?

અંધ કાળુભાઈ પણ પોતાની દીકરીની મારી સાથેના ચાલાકી ભર્યા જવાબ થી મલકી રહ્યા છે..
બસ આવો મલકાટ સૌને મળે તોય ઘણું...
આવો આ સૌના બહેતર ભવિષ્યની પ્રાથના તો કરીએ!


June 14, 2010

મારી અભ્યાસપોથી

વેકેશનમાં રમવા ને ફરવા જવું એ માટે અમારા બાળકો માટે તો ખુલ્લું મેદાન છે...આજુ બાજુ ના કોતરો અને ખેતરો તે એમના....પણ કૈક ખૂટતું હતું તે..આ...શું વાંચવું? કે લખવું?
છાપું તો શાળાના વિદ્યાર્થીઓ છોડી દઈએ તો બાકીના લોકોમાંથી ૨૦% એ જોયું હશે..

તો વેકેશન આખું કોરું જાય તેને બદલે આ વખતે થોડા (જેમની વાચન-લેખન ક્ષમત ઓછી હતી તેવા) બાળકોને જે અભ્યાસપોથી મળી તેનો સાચો ઉપયોગ કેવી રીતે થાય તેનું અમારે મન ઉત્તમ ઉદાહરણ.એક દિવસ ફરતા ફરતા ગામમાં ગયો તો જોવા મળ્યું..

તો આ રહી અમારી ...

કોમલ.....



(આ છેલ્લા ફોટોગ્રાફ વખતે તેને ખબર નથી કે હું ફોટો પાડું છું!)