September 30, 2024

બે કિસ્સા !!!!

બે કિસ્સા !!!!

૧.ડૂડલિંગ 😇

બપોરની રિસેસમાં પગથિયાં ઊતરતાં ઊતરતાં -

શિક્ષક - ૧ : અરે ! આ છોકરી ખરેખર ધ્યાન નથી આપી રહી !

શિક્ષક - ૨  : તને  એમ કેમ લાગ્યું

શિક્ષક - ૧ : આજે ગણિતમાં દશાંશ વિષે ચર્ચાઓ કરી તો એ એની નોટ પાછળ ડિઝાઇન જ કરતી રહી. એનું વર્ગમાં શું ચર્ચાઓ ચાલતી એની પર ધ્યાન જ નહોતું. 

શિક્ષક - ૨  : આ તારી ધારણા છે કે તને ખાતરી છે કે તેનું ધ્યાન નહોતું?

શિક્ષક - ૧ : નહોતું જ તો વળી ! એને એકેવાર માથું ઊંચું કરી બોર્ડ તરફ જોયુંય નથી. 

શિક્ષક - ૨  : પણ, એનાથી એનું ધ્યાન હતું કે ન હતું એ સાબિત થઈ શકે એમ નથી. 

શિક્ષક - ૧ :  તો શું કરું ?

શિક્ષક - ૨  :  તને શું લાગે છે કે વર્ગમાં સૌથી વધુ ધ્યાન કોણે આપેલું ?

શિક્ષક - ૧ : આ નામના છોકરાએ. 

શિક્ષક - ૨  : ગુડ. તો હવે રિસેસ પછી દસેક મિનિટ લઈ બંનેને વારફરતી મળી તે પ્લાન કરેલા તાસના હેતુઓને ધ્યાને રાખી મૂલ્યાંકન કરી જો. શું થાય છે ? ફરી વાત કરીશું. 

(રિસેસ પછી બંનેને મળી લીધા પછી) 

શિક્ષક-૧: બંનેને સરખી ખબર છે. સમજણ છે. જે સવાલો કર્યા એ બધાના એણે સરસ જવાબ આપ્યા! આ કેવી રીતે બને

શિક્ષક - ૨  : એ એવી રીતે બને ! 😂

શિક્ષક - ૧ : કેવી રીતે ?

શિક્ષક - ૨  :  ડૂડલિંગ ! માણસનું મગજ શીખતું હોય ત્યારે જરૂરી નથી કે શરીર સ્થિર થઈ જાય. એટલું જ નહીં, આવી કોઈ હલનચલન  વડે જ મગજ વધુ કાર્યરત થાય એવા રિસર્ચ છે. એટલે આપણે પણ જ્યારે કોઈકની લાંબી વાત સાંભળવાની હોય ત્યારે આપની નોટબુકમાં કંઈક ને કંઈક ચિતરતા હોઈએ છીએ. અને એ વખતે આપણે સભાન હોતા નથી. એ એની મેળે સહજતાથી થાય છે. અને એવું થયા કરે એ નેચરલ છે. ઊલટાનું જો એ અટકી જાય તો આપણને ખલેલ પહોંચે છે. 

(શું લાગે છે તમને? તમારાથી કે તમારા વિદ્યાર્થીઓમાંથી કોનું આવું ડૂડલિંગ ચાલતું રહેતું હોય છે?) 

 

૨. તમારા ગામની નદી ! 😘

(શિક્ષક શાળામાં પ્રવેશ્યા ને ત્રીજામાં ભણતી એક છોકરી મળવા આવી.) 

એ : તમારા ગામની નદીમાં પાણી આવેલું ?

શિક્ષક : હેં ! મારા ગામમાં તો નદી જ નથી. 

એ : જુઠ્ઠા !

શિક્ષક : કેમ ? સાચે જ. તને કેમ એવું લાગ્યું કે મારા ગામની નદી છે અને હું તારાથી છુપાવું છું !

એ : નદી વગરનું તો કંઈ ગામ હોય ?

શિક્ષક : (મનમાં અહા ! વાત તો સાચી કે નદી વગરના ગામને કંઈ ગામ કહેવાય !) પણ શું થાય, મારા ગામને નદી નથી. 

(થોડીવાર એ શિક્ષકને દયાભાવથી જોઈ રહી -જાણે મનમાં વિચારી રહી હોય કે બિચારા સાહેબને કેવડી મોટી તકલીફ છે.)

થોડીવાર એમ ચૂપ રહ્યા પછી એ એની જે વાત કહેવાય આવેલી એનો દોર સાંધતાં : અમારે તો આ વખતે બહુ પાણી આવી ગયેલું. 

શિક્ષક : (સહેજ સ્માઇલ કરી એને એ અહેસાસ કરાવવા કે તું ચિંતા ના કર મને હવે નદી વગર ફાવી ગયું છે !) ઓહો ! તો પછી તમે શું કર્યું ?

એ : (હવે બરાબર હળવી થઈ ગઈ હતી તો છણકો કરી !) શું કરવાનું - ધાબા પર જતાં રહ્યાં. 

શિક્ષક : વાહ, તો તો પાણી જોવાની મજા પડી હશે નહીં ?

એ : હોવ. 

અને એ પછી તો તેઓ નદીમાં ખેતી નથી કરતાં - તેમની પાસે જમીન છે - એને તમાકુ રોપતાં આવડે છે અને એ શિક્ષકને શીખવશે જો શિક્ષક એના ખેતરમાં શીખવા જશે તો - વગેરે વગેરે વાતોની નદી વહી. 

એના ગયા પછી શિક્ષકને થયું કે શાળાનાં બાળકોના મનમાં આવી કેટલી નદીઓ વહેતી હશે અને એ બધાંને એ ક્યારે ઓળખી રહેશે !

September 26, 2024

🏆👇 શાળાએ અનુભવેલ ગૌરવની ક્ષણો !! 👇🏆











વૈજ્ઞાનિક ફિરદૌસ વિશે...
ETv રિપોર્ટર -વિજયસિંહ* *સોલંકી* તથા ડેસ્ક ટીમ હૈદરાબાદ નો આભાર.
*ઈટીવી ભારત*  *પંચમહાલ..* [ Date19/09/2019 ] 

Date-17 september 2019 Sandesh news paper 


video > On Top FM Godhra




ગોધરા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ-2019 
"વર્ગખંડમાં કાર્યની સફળતા માટે બાળકના સામાજિક વાતાવરણ અને પર્યાવરણથી શિક્ષક પૂરેપૂરા પરિચિત  હોવા જોઈએ" -  તેવી દ્રઢતા સાથે કાર્ય કરનારા અને જેને અમે સૌ નવાનદીસર "ગામની ફોઈ" 😜😅 કહીએ છીએ, એવા અમારા Shantilal Malivad ને ગોધરા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ મળવા બદલ ગામ શાળા આનંદની લાગણી અનુભવે છે..
💖👌એવોર્ડ સ્વિકારવા સાથે જનાર SMC સભ્યો અને બાળ પ્રમુખોનો આભાર..🙏
( તા.ક.-: ગામ ફોઈ શા માટે કહ્યું એ તો તેમના કાર્યને નજીકથી નિહાળનારા ઓને પૂછવું 😜😜 )












NavaNadisar is on....... CNBC TV18
Program with Get Schooled 
Date-: 20/07/2019


Jay Vasavda -  આપણી નવાનદીસર શાળા વિશે 


SamayDan
Media noticed the efforts of Village !
And We the youth of Navanadisar is committed for better world for children!
Thank You ETV Bharat
Date -: 15/05/2019 


 જયભાઈ [ જય વસાવડા ]  ધ્વારા શાર્પ રીતે નવા નદીસરને આજના ( જી એપ્રિલ, ૨૦૧૯) શતદલમાં આલેખવા બદલ આભર ! ઝીણવટપૂર્વક કેટલાક પ્રયોગોની વાત છણાવટ ની રહી લિંક... 



The Open Page 
Elementary Educator Award -2018-19







Divyabhashkar.com News



school news in Enadu India News Gujarat 





રાજ્ય કક્ષાનો 
સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર -૨૧૦૭ 







मस्ती की पाठशाला - શાળાના "ચાઈલ્ડ ફ્રેન્ડલી"  - અભિગમને ટેલીવીઝન પર સચોટપણે રજુ કરતી ચેનલ દુરદર્શન ગિરનાર [૦૭/૧૦/૨૦૧૮]






📺 વિડીયો જુઓ 




NATIONAL AWARD TO TEACHER -2018















ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક – ૨૦૧૮ 







 









ચિત્રલેખા ઓગસ્ટ ૨૦૧૮ ના અંકમાં શાળા વિષે ચાર પાનનો લેખ !







સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર -૨૦૧૭ 







સાંદિપની ઉત્તમ વિદ્યાલય એવોર્ડ -૨૦૧૭ 









ભાસ્કર ન્યુઝમાં શાળાની નોધ 




ચિત્રકૂટ આશ્રમ ખાતે શિક્ષણપર્વની ઉજવણી દરમ્યાન પરમ પૂજ્યશ્રી મોરારિબાપુના સાનિધ્યમાં શિક્ષણવિદો સામે શાળાની પ્રવૃત્તિઓ અને અભિગમ પ્રસ્તુત કરવાની તક મળી, શાળાથી અભિભૂત થઇ આશીર્વાદ સ્વરૂપે પૂજ્ય મોરારી બાપુ તરફથી મળેલી શાલ અને હારને સ્વીકારતાં શાળા પરિવારનાં બાળકો




પદ્મશ્રી અનીલ ગુપ્તાજીની કલમે આપણી મસ્તી કી પાઠશાલા !




ગુજરાત રાજ્ય સરકાર બાળ અધિકાર માહિતી ખાતા ધ્વારા બનાવેલ જાહેરાતમાં આપણી શાળાને સ્થાન ! 





ઇન્ડિયન એક્ષપ્રેસમાં શાળા 




શાળાના શિક્ષકશ્રીને ઉપરાષ્ટ્રપતિશ્રીના હસ્તે મળેલ  NATIONAL ICT AWARD-2017 





ગુજરાત  રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક -૨૧૦૭ 




5th september2017





આત્મીય ચિંતન શિબિરમાં સરકારશ્રીની સાફલ્યગાથા દર્શાવતા વિડીયોમાં શાળાને સ્થાન !