July 31, 2023

Triple T - Teacher, Technique and Technology

Triple T   - Teacher, Technique and  Technology

    ડૉક્ટર શું કામ કરે છે? - એવું જો તમને પૂછવામાં આવે તો તરત કહીશું - માણસને સાજા કરવાનુંબીજો પ્રશ્ન પૂછું કે કેવી રીતે કરે છે ? તરત તમારું ઘ્યાન તેઓની પ્રક્રિયા પર જશે. ડૉક્ટર  દર્દી સાથે કાઉન્સેલિંગ કરશે, તેનો પ્રોબ્લેમ જાણશે, તેની દિનચર્યા જાણશે -: વ્યકિત કહે છે તે સિવાય પણ શરીર શું કહે છે તે જાણવા ટેકનોલોજી ( રીપોર્ટ ) વાપરશેત્યારબાદ નિદાન અને ઉપચાર કરશેમાણસને સાજો કરવાનો છે માટે ખૂબ કાળજી જરૂરી છે, ત્યારે આપણે શાળાઓમાં બાળકોને જિંદગીભરની ઉપયોગી સમજ અને જ્ઞાન પીરસવાના હોય ત્યારે શિક્ષક તરીકે બાળક પ્રત્યે આપણી હૂંફ -: તેને શીખવવા પ્રત્યેની આપણી ટેકનિક અને તેના માટે ટેક્નોલોજીનો ઊપયોગ = ત્રણેયને વર્ગખંડની પ્રક્રિયા દરમ્યાન પ્રયોજાય તે ખૂબ મહત્ત્વનું છે

    અભ્યાસક્રના ક્રમિક એકમો અને એક એકમ પૈકીના ક્રમિક તાસમાં દરેક બાળક એક સિરિયલની જેમ અનુભવાય સાથે સાથે તાસ દરમ્યાન પણ તે સતત આપણા સાથે જોડાયેલો રહે અને સાચા અર્થમાં કહી શકાય તેવી લર્નિંગ એટલે કે શીખવાની પ્રક્રિયા થાય તે માટે એક પ્રયત્ન આવો પણ કરી શકાય.     

ઉદેશ્ય - : એક તાસ, બાળકો શીખે તેવો ખાસ ! -  કેવી રીતે બનાવી શકાય ?

પ્રક્રિયા👇

તાસની શરૂઆતમાં આજના મુદ્દાનું શિક્ષક તરીકે પુસ્તકમાંથી મુખર વાંચન કરો. ( સમજાવવાનું નહી )

પ્રક્રિયા👇

સૂચનાઓ સમજાવવાનું બિલકુલ બંધ કરીએ. તેઓ જાતે વાંચે - અને શું કરવાનું કહે સૌપ્રથમ શરત છે.

સૂચના વિશે આવું કરી શકાય.

     સૂચનામાં કેટલા વાક્યો છે ? (15 સેકન્ડ)

     પહેલા વાક્યમાં શું કરવાનુ કહ્યું છે ? આપણે શું કરીશું ?

     એમાં લખવાનું હોય તો પહેલો શબ્દ શું લખીશું ?

     કૈંક કરવાનું હોય તો પહેલાં શું કરીશું ? (જેમ કે પહેલાં ચોપડી અને નોટ લઈ જૂથમાં બેસીશું)

જો બાળકોને સૂચના સમજતાં અને તેના ટુકડા કરી તેના આધારે શું કરવાનુ છે સમજતાં આવડી જશે તો અમૂર્ત ખ્યાલોને જોતાં શીખી જશે.

પ્રક્રિયા 3  👇

ટૂંકી 3 મિનિટની પ્રશ્નોત્તરી કરો.

     તમને જાણમાં હોય કે આને નહીં સમજાયું હોય  તેવા ત્રણ/ચાર બાળકને જવાબ માટે ઉભા કરો/ કહો કે જવાબ કહેશે. તરત જવાબ બોલવાનુ કહો.તેમને  30 સેકન્ડ સુધી ફક્ત  વિચારવા દો. ( સમય   આખા ક્લાસ માટે લર્નિંગ/થીન્કિંગ ટાઇમ છે) તેમના જવાબને ખોટો પાડવો જે બોલે એમાં પૂર્તતા કરવી. ના બોલે તેને ક્યારેય ઉતારી પડાયકહેવાય કે સારું બીજાને પૂછું ત્યારે તું ધ્યાન રાખજે..જોઈએ આવડે છે કે નહિ.

પ્રક્રિયા 4  👇

હવે IFP ( સ્માર્ટ ટીવી ) માં પુસ્તક ખુલ્લું કરીને ફરી મુદ્દો કોઈ બાળક પાસે વંચાવો. વંચાતા શબ્દો પર આંગળી ફેરવે/ફેરવીએ તે જરૂરી છે. ( પ્રક્રિયા વાંચનમાં પાછળ રહી ગયેલા બાળક માટે ખૂબ મદદરૂપ બનશે. જલદી મુદ્દાને સમજશે.)

ફરી 2 મિનિટની ઉપર મુજબ પ્રશ્નોત્તરી કરો.

1.    હવે બાળકોને કહીએ આપણે સમજ્યા છીએ તે સાચું છે કે નહી તે વિડીયો જોઇએ નક્કી કરીએ

     હવે  GShala વિડિયો શરૂ કરો.

વિડિયો બતાવવાની રીત

1.    આખો વિડિયો બાળકોને ક્યારેય બતાવો. આજના તાસમાં જેટલો મુદ્દો નોંધ કરી હોય તેટલો વિડિયો બતાવીએ.

2.    વિડિયોને દર 1 મિનિટે અથવા દર પેટા મુદ્દાએ પુશ કરો.

3.    ફરી કોઈ એક બાળકને તે મુદ્દા અંગે પૂછો

4.    ત્યારબાદ વિડિયો આગળ વધારો.

5.    આજે આપણે શું શીખ્યાં બાળકો બોલતાં જાય તેમ કા.પા.માં નોંધાતા જાઓ. છૂટી જતા મુદ્દાઓ આપણે ઉમેરતાં જઇએ.

6.    બાળકોને નોટબુકમાં નોંધવા કહો.

7.    તેના આધારે હોમવર્ક આપીએ.

8.    છેલ્લી પાંચ મિનિટમાં બાળકો ધ્યાનપૂર્વક સાંભળે તે રીતે આજે આપણે  શું શીખ્યા તે બાળકોને કહેતા જઇએ. અને કોઈ એક બાળક પણ તે કહી શકે તે રીતે કહીએ. (કોઈકવાર અચાનક તેમને પણ બોલવા કહેવું)

 

યાદ રાખીએ કે. = આપણે તાસમાં જેટલું વધુ બોલીએ છીએ --- બાળકોનો  સાંભળવાનો રસ  ઓછો થઈ જાય છે.

આપણેવધુઅનેબધું”  સમજાવીએ છીએ  ---- એટલે બાળકો જાતે સમજવાનું છોડી દે છે.

વર્ગખંડની પ્રક્રિયામાં આવો થોડો  ફેરફાર બાળકોમાં આપણી ઘણી ફરિયાદોમાં ઉપચારાત્મક  આઇડિયા તરીકે બનશે એવું ટૂંકા ગાળાના અનુભવ પરથી અમે કહી શકીએ છીએ. તમે પણ અમલમાં મૂકો તો તમારો અનુભવ પણ અમને ચોક્કસ જણાવજો.